________________
૪ ૨૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
(માટીનો બનેલો) હોવાથી મનુષ્યથી જન્ય છે. તેમા આ રાફડો પણ મૃન્મય હોવાથી મનુષ્યથી જન્ય છે. (નિપ) ઘડામાં અને (રૂપૂર્ણઃ) રાફડામાં મૃત્મયત્વ પણ એકસરખું સમાન છે કંઈ પણ ભેદ નથી. છતાં મૃત્મયત્વથી ઘટાદિ મનુષ્યજન્ય સિધ્ધ થાય છે. પરંતુ આવો રાફડો મૃત્મય હોવા છતાં કદાપિ મનુષ્યજન્ય સિધ્ધ થતો નથી. કારણ કે તે કદાપિ જોયેલું નથી. તેમ ઘટ-પટાદિનું નિમિત્તાધીનાત્મલાભત્વ બુદ્ધિમત્કકત્વને સિધ્ધ કરશે કારણ કે તે જોયેલું છે. પરંતુ પૃથ્વી-પર્વતાદિનું નિમિત્તાધનાત્મલાભત્વ બુદ્ધિમત્કર્તકત્વને સિધ્ધ કરશે નહીં કારણ કે તે ક્યારેય પણ કોઈએ પણ ક્યાંય જોયેલું નથી.
જેમ મૃન્મયત્વ ઘટ અને રાફડામાં સરખું હોવા છતાં એક સ્થાને દષ્ટપૂર્વ હોવાથી સાધ્યસિદ્ધિ થાય છે અને બીજા સ્થાને દૃષ્ટપૂર્વ ન હોવાથી સાધ્યસિદ્ધિ થતી નથી. તેવી જ રીતે ઘટ-પટાદિમાં રહેલું નિમિત્તાધનાત્મલાભત્વ દૃષ્ટપૂર્વક હોવાથી બુદ્ધિમત્કકત્વને સિદ્ધ કરે છે. પરંતુ પૃથ્વીપર્વતાદિમાં દષ્ટપૂર્વકત્વ ન હોવાથી આ જ હેતુ આ સાધ્યને સિદ્ધ કરવામાં અસમર્થ છે.
નૈયાયિક :- જો કે ઘડામાં અને રાફડામાં એમ ઉભયમાં પણ “મૈત્વ" સરખું જ છે. તો પણ આ સંસારમાં આવો બીજો કોઈ રાફડો “માનવજન્ય” હોય એવી પ્રતીતિ નથી. અન્ય રાફડાનું આવું ઉદાહરણ પ્રતીત નથી. તેથી અન્ય રાફડાનું ઉદાહરણ ન મળવાથી વિવાદાસ્પદ એવો આ રાફડો પણ (તgન્યત્વેન = ) તે ઈતર રાફડાની તુલ્ય જ હોવાથી “મર્યનિર્વચૈત્વ” ની સિદ્ધિ થતી નથી. જો કે ઘટ અને રાફડામાં મૃન્મયત્વ હેતુ સમાનપણે જ વર્તે છે. તથાપિ અન્ય રાફડામાં મર્યજન્યત્વ ક્યાંય જોયેલું ન હોવાથી વિવક્ષિત રાફડામાં પણ “મર્ચન ત્વ' સિદ્ધ થતું નથી. તો પણ પર્વત-પૃથ્વી આદિમાં અદૃષ્ટપૂર્વક હોવા છતાં પણ બુદ્ધિમત્કર્તકતાની સિદ્ધિ થશે.
જૈન :- હે મૈયાયિક ! તમારું આ કથન બરાબર નથી કે રાફડામાં અન્ય રાફડાનું ઉદાહરણ જોયેલું ન હોવાથી “મનુષ્યજન્યત્વ” સિદ્ધ ન થાય અને પૃથ્વી-પર્વતાદિમાં અન્ય પૃથ્વી-પર્વતાદિમાં આવું બુદ્ધિમત્કર્ટૂકત્વ ન જોયેલું હોવા છતાં પણ તે સિદ્ધ થાય. આ તમારું કથન નિર્દોષ નથી. કારણ કે અહીં તમારા અનુમાનમાં પણ ઘટ-પટાદિ પદાર્થો નિમિત્તાધનાત્મલાભત્વ હોતે છતે બુદ્ધિમત્કર્તક જોયેલા છે. માટે ત્યાં ભલે બુદ્ધિમત્કર્તકત્વ સિદ્ધ થાઓ. પરંતુ પૃથ્વી પર્વત અને ભુવન વિગેરે પદાર્થો પણ બુદ્ધિમત્કકતાથી યુક્ત હોય એવા ઉદાહરણ રૂપે અન્ય જોવાયેલા નથી કે તેનાથી (તેના ઉદાહરણથી) તમે વિવાદાસ્પદ પદ્ધતિથી યુક્ત એવા આ વિવક્ષિત પૃથ્વી-પર્વત-ભુવન પણ તેવા હોય (બુદ્ધિમત્કર્તક હોય) તેમ કહી શકો, અર્થાત્ રાફડાની જેમ પૃથ્વીપર્વતાદિની ઉત્પત્તિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org