________________
૪૧ ૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
જેન :- હે તૈયાયિક ! તમારી તે વાત મનોહર નથી. કારણ કે જો આત્માની એકાતે અભિન્નરૂપતા જ (એકરૂપતા જ = ધ્રુવતા જ) સ્વીકારાય તો નર અથવા અમર આદિ કોઈ પણ એક ભવમાં વર્તનારો જ આ આત્મા થશે, જે મનુષ્ય હશે તે સદા મનુષ્ય જ રહેશે, અને જે દેવ હશે તે સદા દેવ જ રહેશે, પરંતુ અપરિમિત (અનંત) એવી, પોતાને ભોગવવા યોગ્ય એવી, તે તે ભવોની પરંપરાના સમૂહને વારાફરતી ભોગવવાવડે બીજા, ત્રીજા, ચોથા આદિ ભવોના અનુભવવાળો આ આત્મા થવાને યોગ્ય રહેશે નહીં અને આ આત્મા વડે આ ભવોની પરંપરા અનુભવાય તો છે જ. એક ભવમાં મૃત્યુ પામીને આ જ આત્મા બીજા ભવમાં પર્યાયને અનુભવે જ છે. માટે તે પર્યાયરૂપ અવસ્થાને આશ્રય આ આત્મા ઉત્પત્તિમાનું પણ છે જ. એવો અવશ્ય નિયમ કરાય છે.
તથા આમ પર્યાયરૂપે આત્માને ઉત્પત્તિમાનું માનવા માત્રથી ભૂતમા એ જ આત્મતત્ત્વ છે એવા મતવાળા ચાર્વાકદર્શનને માનવાની આપત્તિ આવશે એ પણ તમારી વાત વ્યાજબી નથી. કારણ કે આ જ આત્મા (કે જે પર્યાય આશ્રયી ઉત્પત્તિમાનું છે તે જ આત્મા) ની દ્રવ્યની અપેક્ષાએ અમે નિત્યતા સ્વીકારેલી હોવાથી પૂર્વભવ વર્તમાનભવ અને ઉત્તરભવમાં દ્રવ્યરૂપે આ જ આત્મા ધ્રુવ હોવાથી પૂર્વોત્તર ભવોની પ્રતીતિ થઈ શકે છે. ભવોની પરંપરામાં અનુભવનાર તરીકે એક જ આત્માની પ્રતીતિ થાય છે.
તે ચાર્વાકદર્શના મતાનુસારે તો દ્રવ્યસ્વરૂપે પણ વેદન નિત્ય મનાયું નથી. કારણ કે આ વેદન (જ્ઞાન) ભૂતો માત્રનો જ ધર્મ છે એમ આ ચાર્વાકવડે પ્રતિપાદન કરાયું છે. સારાંશ કે ચાર્વાક દ્રવ્ય-પર્યાય એમ ઉભયરૂપે જ્ઞાનને ભૂતધર્મ માનતા હોવાથી ઉત્પત્તિમાનું માને છે. જ્યારે અમે જૈનો જ્ઞાનને દ્રવ્યરૂપે નિત્ય અને માત્ર પર્યાયરૂપે જ (ઉપયોગ આશ્રયી જ) ઉત્પત્તિમાનું કહીએ છીએ. માટે ચાર્વાકનો મત માનવાની આપત્તિ આવતી નથી.
તથા હે નૈયાયિક ! તમારા અનુમાનમાં અંશથી બાધિત દોષ પણ આવે છે. કારણ કે તમારા આ અનુમાનમાં જે ધર્મી (પક્ષ) કહેવામાં આવ્યો છે. તેમાં ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે અર્ધબાધકતા આવે છે. એટલે કે પક્ષના અર્ધભાગમાં “બુધ્ધિમવિધેયમ્” આવા પ્રકારના તમારા સાધ્યનો અભાવ ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે જણાય છે. જે અનુમાનમાં સાધ્યાભાવ પ્રમાણાન્તર (પ્રત્યક્ષાદિ) વડે જણાય તેને બાધિત હેત્વાભાસ કહેવાય છે. તે તમારા અનુમાનમાં લાગુ પડે છે. જેમ કે “રૂપ અને શબ્દ એમ બન્ને પણ (પક્ષ), ચક્ષુથી જન્ય એવા જ્ઞાનવડે ગમ્ય છે. અર્થાત્ ચક્ષુર્ગોચર છે. (સાધ્ય), ઈત્યાદિ અનુમાનમાં જેમ પક્ષ “રૂપ-શબ્દ” ઉભય છે. તેમાં માત્ર અર્ધભાગ એવા રૂપમાં ચક્ષુર્ગોચર સાધ્ય સંભવે છે. પરંતુ અર્ધભાગ એવા શબ્દમાં ચક્ષુર્ગોચર એવા સાધ્યનો અભાવ પ્રત્યક્ષ દેખાય છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org