________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
નથી. કારણ કે તમે સામાન્ય-વિશેષ અને સમવાયને નિત્ય માનો જ છો. એટલે સામાન્ય
એવું અવયવત્વ ઉત્પત્તિવાળું નથી છતાં અનેકાવયવવૃત્તિ છે. માટે આ અનેકઅવયવવૃત્તિરૂપ નિમિત્તાધીનાત્મલાભત્વ હેતુ ઉત્પત્તિ ન હોય એવા સાધ્યાભાવમાં પણ ગયો. તેથી હેતુ સાધ્યાભાવમાં વૃત્તિવાળો બનવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. આ પ્રમાણે અવયવોવડે ઉત્પત્તિરૂપ પ્રથમપ્રકાર કહો તો સ્વરૂપાસિધ્ધ, અને અનેક અવયવોમાં વૃત્તિ (રહેવા) રૂપ બીજો પ્રકાર કહો તો અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે.
૪૧૨
ननु नार्थोऽनेन दुर्भेदप्रबन्धप्रतिपादनेन, प्रतीतोऽयमवयवी ताववादिविततेरविवादेन पद्मपत्रपात्रदात्रादिरिति । न नाम न प्रतीतः । अपि त्वात्माऽपि तथा नियमेन प्रतीतो वर्तते न पुनरुत्पादवानित्यनुमेयतत्तुल्यतद्विरुद्धवृत्तितोपद्रवः । यदि तु पर्यायद्वारा निमित्ताधीनात्मलाभत्वं भूभूधरादेरभिधीयते, तदा नरामरादि-पर्यायद्वारोत्पद्यमानात्मनोऽपि बुद्धिमदुत्पाद्यत्वमापद्यते ॥
નૈયાયિક :- હે જૈન ! દુર્ભેદ = દુ:ખે સમજાય તેવી આવા પ્રકારની વિકલ્પોની (પક્ષોની) જાળની રચનાના પ્રતિપાદન વડે કંઈ અર્થ (પ્રયોજન) નથી. નિરર્થક બુધ્ધિનો ભેદ કરવા બરાબર છે. કારણ કે વાદિવૃન્દને કોઈ પણ જાતના વિવાદ વિના પદ્મ, પત્ર, પાત્ર અને દાત્ર (દાતરડુ) વિગેરે આ પદાર્થો અવયવી છે. એ વાત પ્રતીત (પ્રસિધ્ધ) જ છે. આવી બાબતમાં “અપ્રતીત” કહીને તમે જે અમારા હેતુને “સ્વરૂપાસિધ્ધ” કરો છો. તે યથાર્થ નથી. કારણ કે અવયવીપણું સર્વજનસાધારણ પ્રતીત જ છે.
જૈન :- હે નૈયાયિક ! પદ્મ, પત્રાદિ સર્વ પદાર્થોમાં “અવયવીપણું” પ્રતીત નથી એમ નહીં. અવશ્ય પ્રતીત છે. પરંતુ આ પ્રમાણે તો આત્મા પણ તથા = તેવો અવયવી છે એવું નિયમા વર્તે છે. આત્મા પણ અવયવી તરીકે નિયમા પ્રતીત છે. પરંતુ તમે જ આત્માને નિત્ય માનતા હોવાથી ઉત્પત્તિમાનૢ થશે નહી. તેથી “અવયવસમૂહમાં રહેવાપણું” એ સ્વરૂપ તમારો હેતુ પક્ષ-સપક્ષ-વિપક્ષ એમ ત્રણેમાં વર્તતો હોવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થશે જ. કારણ કે અનુમેચ = એટલે પક્ષીભૂત એવા પૃથ્વીપર્વતાદિમાં, તત્તુલ્ય પક્ષની તુલ્ય જે સપક્ષ એવા ઉત્પત્તિવાળા ઘટપટાદિમાં, તથાતવિરુદ્ધ = તથા વળી પક્ષથી વિરૂદ્ધ = વિપક્ષીભૂત અર્થાત્ ઉત્પત્તિ વિનાના એવા આત્મા આદિ પદાર્થોમાં, તથા “અવયવત્વ” નામના સામાન્યમાં, તમારો હેતુ વર્તતો હોવાથી સવ્યભિચારી એટલે કે અનૈકાન્તિકતાનો ઉપદ્રવ (દોષ) પામશે જ.
=
હવે પર્યાયની અપેક્ષાએ નિમિત્તાધીનાત્મલાભત્વ જો પૃથ્વી-પર્વતાદિનું તમારાવડે કહેવાતું હોય તો મનુષ્યાવસ્થા અને દેવાવસ્થા આદિ પર્યાયો દ્વારા ઉત્પન્ન થતા એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org