Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 478
________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન આત્મામાં પણ બુધ્ધિમત્કર્તૃકત્વ (ઈશ્વરકર્તૃકત્વ) તમારે સ્વીકારવું પડશે. (ત્યાં પણ અનૈકાન્તિક હેત્વાભાસ થશે કારણ કે આત્મા તમારા મતે નિત્ય છે. ઉત્પત્તિમાનું નથી. છતાં ત્યાં પર્યાય દ્વારા ઉત્પદ્યમાનતા સંભવે છે. એટલે સાધ્ય વિના હેતુ હોવાથી સવ્યભિચાર થશે). ननु नरामराद्युत्पादनप्रत्यलधर्माधर्मोत्पाद्यानुभवायतनभूता तथाविधा तनुरेवोत्पद्यते, न पुनरात्मा लवमात्रतोऽपि, अनादिनिधनत्वेन । यदि पुनरात्माऽप्युत्पत्तिविपत्तिधर्मा भवति, तदानीं भूतमात्रतत्त्ववादिमतापत्तिः, आत्मनः पूर्वोत्तरभवानुयायिनोऽभेदिनोऽनम्युपेतत्वेनेति । तद् न बन्धुरम्, यतो यद्यात्मनोऽभिन्नरूपतैवावेद्यते, तदाऽन्यतरनरामरादिभववर्त्येवाऽयमपरिमेयात्मीयानुभवनीयतत्तद्भवपर्यायप्रबन्धानुभवनेन द्वितीयादिभवानुभववान् न भवितुमुपपद्यते । वेद्यते त्वनेनेयं भवपर्यायपरम्परा । इति तद्रूपतया - यमुत्पत्तिमानिति नियम्यते । नाप्येवं भूतमात्रतत्त्ववादितापत्तिः । आत्मनो द्रव्यरूपतया नित्यताभ्युपायेन पूर्वोत्तरभवप्रतीतितः । तन्मतेन तु न नाम द्रव्यता नित्यं वेदनं वर्तते, यतो भूतधर्मतया अनेन प्रतिपादितमेतत् । तथैतदनुमानधर्मीन्द्रियोद्भूतबोधेनाऽर्धेन बाध्यते । रूपं ध्वनिरपि नयनोत्थप्रथाप्रत्येयमित्यादिवत् । यतोऽत्र दोलायमान- विधानतत्परनरव्यापारः पृथ्वीपृथ्वीधराभ्रतस्पुरन्धरधनुरादिर्भावव्रातो धर्मी प्ररूपितः । तत्र त्वभ्रतरुविद्युदादेरिदानीमप्युत्पद्यमानतया वेद्यमानतनोर्विधाता नोपलभ्यते ॥ ૪૧૩ નૈયાયિક :- મનુષ્યાવસ્થા અને દેવાવસ્થા આદિ અવસ્થાને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા પુણ્ય અને પાપવડે ઉત્પન્ન કરવા લાયક એવું, તથા તમારા અનુભવના આશ્રયભૂત એવું, તેવા પ્રકારનું શરીર જ ઉત્પન્ન કરાય છે. આત્મા તો બિન્દુમાત્ર પણ કરાતો નથી. કારણ કે આત્મા અનાદિ અનંત હોવાના કારણે નિત્ય છે. તમને જે નર-અમરાદિ અવસ્થારૂપે ઉત્પત્તિ દેખાય છે તે શરીરની જ ઉત્પત્તિ છે કારણ કે તે જ પુણ્ય-પાપ વડે ઉત્પાદ્ય છે. શરીર અને આત્મા એકમેક હોવાથી તમને આ ઉત્પત્તિનો અનુભવ આત્મામાં ભ્રમથી થયો છે. ખરેખર તમને જે ઉત્પત્તિ દેખાય છે તે શરીરની જ છે. આત્માની નથી. જો આ આત્મા ઉત્પત્તિ અને વિનાશ ધર્મવાળો હોય તો પાંચભૂતોનો સમૂહ એ જ આત્મા છે, એવું માનનારા અર્થાત્ ભૂતમાત્રોને (આત્મા) તત્ત્વ માનનારા ચાર્વાકદર્શનના મતને માનવાની સિઘ્ધિ થાય. કારણ કે જો આત્મા ઉત્પત્તિ-વિનાશ વાળો હોય તો પૂર્વભવ અને આગામિભવમાં (જન્મોની પરંપરામાં) અનુયાયી (અનુસરનારો) એવો અભેદ (ધ્રુવ) એવો આત્મા ન સ્વીકારવાના કારણે આ જ (ચાર્વાક) મતની જ સિધ્ધિ થશે. જન્મોજન્મમાં એકધ્રુવ આત્મા રહેશે નહીં. અને એમ માનવાથી કર્મના સિદ્ધાન્તને સ્વીકારવામાં પણ ઘણા દોષો આવશે, માટે શરીરની જ ઉત્પત્તિ છે. આત્મા એકાન્તનિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506