________________
શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન
નૈયાયિક :- હે જૈન ! પૃથ્વી-પર્વતાદિમાં તમે જૈનોએ માનેલી આ નિત્યતા અમારા વડે જણાવાતા આવા પ્રકારના અનુમાનવડે હવામાં જ ઉડી જાય છે. ઘટતી જ નથી. પછી સ્વરૂપાસિધ્ધહેત્વાભાસ થવાની વાત જ કેમ ઘટે ? તે અનુમાન આ પ્રમાણે છે -
પૃથ્વીપર્વતાદિ (પક્ષ), ઉત્પત્તિવાળાં છે (સાધ્ય), અવયવી હોવાથી (હેતુ), જે જે આવું છે (અવયવી છે) તે તે એવું જ છે (અર્થાત્ ઉત્પત્તિવાળું જ છે) જેમ કે ઈન્દીવર (કમળ), આ પૃથ્વી પર્વતાદિ પણ અવયવીસ્વરૂપ છે. તેથી તે નિયમા ઉત્પત્તિવાળાં જ છે. આવા પ્રકારના અનુમાનવડે તે પૃથ્વી-પર્વતાદિની તમારી માનેલી નિત્યતા નિર્મૂલપણે ઉડાડાયેલી જ છે. નિત્યતા કોઈ પણ રીતે ઘટતી નથી.
જૈન :- હે નૈયાયિક ! તમારૂં આ કથન ચતુર પુરૂષોની આચરણાને જણાવવામાં પ્રધાન દેખાતું નથી. બુધ્ધિશાળીઓને શોભે તેવું તમારૂં આ કથન નથી. કારણ કે તમે પૃથ્વી-પર્વતાદિનું જે અવયવીપણું માનો છો તે અવયવિત્વ શું અવયવોવડે જન્યતા (ઉત્પત્તિ) વાળું છે ? કે અવયવોના સમૂહમાં માત્ર વર્તવા સ્વરૂપે છે ?
૪૧૧
જો પ્રથમવિદ્યા પહેલો પક્ષ કહો તો તે વિદ્વાન્ પુરૂષોને ધ્યાનમાં લેવાનું સ્થાન નથી. વિદ્વાન્ પુરૂષોને માન્ય નથી. કારણ કે આ પૃથ્વી-પર્વતાદિ દ્રવ્યો અભૂતપૂર્વ, (પહેલાં આ સંસારમાં બીલકુલ હતાં જ નહીં અને અપૂર્વ નવાં જ થયાં હોય તેવાં) તેના અવયવોના વૃન્દવડે કરાયાં હોય એવી પ્રતિવાદી એવા અમને જૈનોને પ્રતીતિ થતી નથી. સારાંશ કે આ પર્વત-પૃથ્વી આદિ પદાર્થોમાં વર્તતું પુદ્ગલ દ્રવ્ય અનાદિકાળથી કોઈને કોઈ સ્વરૂપે છે જ. બીલકુલ ન જ હતું અને થયું હોય એવી પ્રતીતિ (માન્યતા) અમને નથી. કારણ કે જે બીલકુલ અસત્ હોય તે વન્ધ્યાપુત્ર-આકાશપુષ્પાદિની જેમ ઉત્પન્ન થતું જ નથી. તેથી દ્રવ્ય અપેક્ષાએ આ હેતુ અમારી દૃષ્ટિએ પક્ષમાં નથી જ. પર્વતાદિ પદાર્થો દ્રવ્યરૂપે ઉત્પન્ન થતા જ નથી. અનાદિકાળથી છે જ.
=
Jain Education International
હવે ‘‘અવયવવૃત્તિ’’ = અવયવોમાં રહેવા સ્વરૂપ બીજો ભેદ જો કહેવાય તો, એટલે કે પર્વત-પૃથ્વી આદિ પદાર્થો અવયવોમાં વર્તે છે માટે અવયવી છે એમ જો કહેવાય તો ‘“અવયવત્ત્વ” નામની જાતિની (સામાન્યની) સાથે આ અનુમાનમાં અનૈકાન્તિક (સવ્યભિચાર) હેત્વાભાસ નામનો દોષ આવશે. કારણ કે આ ઘટ છે. આ ઘટ છે. આ પટ છે. આ પટ છે. એમ અનેકવ્યક્તિવૃત્તિવાળી, એકાકારરૂપ પ્રતીતિને ઘટત્વ-પટત્વરૂપ સામાન્ય જેમ કહેવાય છે. તેમ આ અવયવ છે આ અવયવ છે. આ પ્રમાણે અનેક વ્યક્તિઓમાં રહેવારૂપે અને એકાકારપણે બુધ્ધિથી સમજી શકાય તેવું ‘અવયવત્વ’ નામનું સામાન્ય પણ અનેક અવયવોના સમૂહમાં વર્તનારૂં છે. પરંતુ તે સામાન્ય ઉત્પત્તિને આધીન
For Private & Personal Use Only
www.jainelibrary.org