________________
શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તુત્વનું ખંડન
૪૦૯
જૈન :- તમારા અનુમાનમાં “સત્પતિપક્ષ” નામનો હેત્વાભાસ થાય છે. હે નિયાયિકો! તમે ઉપરોક્ત ચર્ચામાં તમારા ઈશ્વર પૃથ્વી-પર્વતાદિના કર્તા છે એ અનુમાનમાં અસિધ્ધાદિ પાંચમાંથી કોઈ હેત્વાભાસ લાગતા નથી એવું જે કહ્યું તે ઉચિત નથી. કારણ કે તેમાં સત્યતિપક્ષ નામનો હેત્વાભાસ ઘટે છે. કારણ કે તમારા અનુમાનમાં ઈશ્વર વિધાતા છે એવું જે સાધ્ય છે. એનાથી પરિપબ્ધિ ધર્મનું (વિરોધી ધર્મનું - અર્થાત્ વિધાતા નથી એવા ધર્મનું) ઉપપાદન કરવામાં સમર્થ એવું નીચે પ્રમાણે અનુમાન થઈ શકે છે. સાધ્યાભાવને સાધનારૂં એવું પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે.
(મૂતfધમૂ ) પ્રાણીઓના સ્વામી અર્થાત્ ઈશ્વર, પૃથ્વી-પર્વતાદિના વિધાતા નથી, શરીર રહિત હોવાથી, મોક્ષગત આત્માની જેમ, આવું અમે જૈનો અનુમાન આપીશું. આ અનુમાન તમારા અનુમાનનું પરિપથી ધર્મનું કથન કરશે. તેથી તમારો હેતુ સત્પતિપક્ષ થશે.
નૈયાયિક :- હે જેન! તમારી તે વાત સ્વચ્છ (નિર્દોષ) નથી. કારણ કે તમે જૈનો જે અનુમાન અમારી સામે ખંડન માટે મૂકો છો તે અનુમાનમાં ત્રિનેત્રધારી ઈશ્વરરૂપ જે ધર્મી (પક્ષ), બુધ્ધિશાળી એવા તમારા વડે મુકાયો છે તે ઈશ્વરરૂપ પક્ષ શું તમને માન્ય છે ? અને કહેવાયો છે કે અમાન્ય છે ? અને કહેવાયો છે.
અપ્રતિપન્ન” અર્થાત્ તમને અમાન્ય એવા ઈશ્વર તો ધર્મી તરીકે તમે કહી શકશો જ નહીં. કારણ કે જો એમ કહેશો તો ઈશ્વરરૂપ ધર્મી જ જો જગતમાં તમને અમાન્ય છે. એટલે નથી જ. તો આધારભૂત એવો પક્ષ જ જગતમાં ન હોવાથી “નાવિન્દ્ર, સુખ, અરવિન્દ્રત્વ, સરોના વિદ્વત્' આ અનુમાનની જેમ આશ્રય દ્વારા અસિધ્ધપણાનો ઉપદ્રવ (એટલે કે આશ્રયાસિદ્ધ નામનો હેત્વાભાસ) વપુર્વધ્યત્વ નામના હેતુની પાસે આવી પડતો, કોઈવડે રોકી શકાશે નહીં. અર્થાત્ હે જૈનો ! તમારો હેતુ આશ્રયાસિધ્ધ નામનો હેત્વાભાસ થશે.
હવે જો તમોને આ ઈશ્વરરૂપ ધર્મ પ્રતિપન્ન હોય (માન્ય હોય) અને પક્ષ તરીકે મુક્યો હોય તો જે પ્રમાણ વડે મન્મથપ્રત્યાર્થિની = (એટલે કે કામદેવના શત્રુ એવા) શિવની પ્રતિપત્તિ (સ્વીકૃતિ) તમારાવડે કહેવાય છે. તે જ પ્રમાણ વડે શરીરાદિની રચના કરવામાં દક્ષબુદ્ધિવાળા એવા જ ઈશ્વરની આ સ્વીકૃતિ સિદ્ધ થશે જ, અર્થાત્ તે જ પ્રમાણ વડે આ ઈશ્વર સશરીરી છે એમ પણ સિધ્ધ થશે જ. માટે તે ઈશ્વરમાં કહેવાતી “વપુર્વધ્યતા” બાધિત માર્ગરૂપ બનશે. તેથી તે વપુર્વધ્યત્વ હેતુ ઈશ્વરમાં વિધાતૃત્વનો નિષેધ કરવામાં પ્રવર્તવા સમર્થ થશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org