________________
४०८
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
નથી એમ પૂર્વે કહી ગયા છીએ આની પછી સત્પતિપક્ષ નથી એમ આવવાનું છે. એટલે બાકી રહેલ “બાધિતહેવાભાસ” આ તુરીય શબ્દથી સમજી લેવો.
અનુમાનમાં રજુ કરાયેલા સાધ્યનો અભાવ જો પ્રમાણાન્તરથી (પ્રત્યક્ષથી અનુમાનથી કે આગમથી) સિધ્ધ થતો હોય તો તે હેતુ બાધિત કહેવાય છે. અથવા કાલાત્યયાપદિષ્ટ પણ કહેવાય છે. જેમ કે વહ્નિ, શત:, દ્રવ્યત્વોત્ નવત્ અહીં શીતળતાનો અભાવ ઈન્દ્રિયસંવેદનથી અનુભવાય છે, તેવા હેતુને બાધિત કહેવાય છે. પરંતુ અમારા અનુમાનમાં રજુ કરાયેલો આ હેતુ કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ થતો નથી. કારણ કે પ્રત્યક્ષપ્રમાણ વડે (ઈન્દ્રિયસંવેદનવડે), અનુમાનનામના પ્રમાણવડે, અથવા રાધ્ધાન્ત (સિધ્ધાન્ત-આગમ) શાસ્ત્ર-શબ્દ નામના પ્રમાણવડે અલ્પ પણ બાધા ન આવે એવા અબાધિતપણે અભિપ્રેત (ઈસ્ટ) ધર્મ-ધર્મીનું = પક્ષ-સાધ્ય-હેતુનું અમે હમણાં પ્રતિપાદન કરેલું છે તેથી બાધિત પણ નથી.
તથા પ્રતિસ્પર્ધી એવા અનુમાનવડે અપમાનતા (પરાભવ) પામવામાં કારણ બને એવો પણ આ હેતુ નથી. અનુમાનમાં મુકાયેલા સાધ્યના અભાવને સાધી આપે એવું પ્રતિસ્પર્ધી અનુમાન જ્યાં મળે, અને તે પ્રતિસ્પર્ધી અનુમાનવડે પ્રથમનું અનુમાન જો પરાભવ પામે તો પ્રથમના અનુમાનનો હેતુ “સમ્પ્રતિપક્ષ” હેત્વાભાસ કહેવાય છે. જેમ કે શબ્દો નિત્ય:, શ્રાવUત્રિી, બ્રવૈવ, તેની સામે શબ્દો નિત્ય, વાર્યત્વી, ઘટવત્, તેવું અહીં બનતું નથી. માટે અમારો આ “નિમિત્તાધીનાત્મલાભત્વ” હેતુ સપ્રતિપક્ષ પણ નથી. કારણ કે આ અનુમાનમાં મુકાયેલા સાધ્યથી પરિપબ્ધિધર્મને એટલે વિરોધી ધર્મને અર્થાત્ સાધ્યાભાવને સાધવામાં સમર્થ એવું પ્રતિસ્પર્ધી કોઈ બીજું અનુમાન જ નથી.
આ પ્રમાણે ઉપરોક્ત અમારા અનુમાનના હેતુમાં અસિધ્ધ, વ્યભિચાર, વિરૂદ્ધ, કાલાત્યયાપદિષ્ટ અને સત્પતિપક્ષ એમ એક પણ હેત્વાભાસ લાગતા નથી. માટે અમારો હેતુ નિર્દોષ જ છે. તેથી અમારા માનેલા ઈશ્વરમાં જગત્કતૃત્વ અને સર્વજ્ઞત્વ છે જ.
___ ननु भवतीदं तावदनुमानं परिपन्थिधर्मोपपादनप्रत्यलम्, यथा - भूताधिभूः, भूभूधरादिविधाता न भवति, वपुर्वन्ध्यत्वेन, निर्वृतात्मवत् । तदनवदातम्, यतोऽत्र त्रिनेत्ररूपो धर्मी धीधनेन प्रतिपन्न: अप्रतिपन्नो वा प्ररूपितः ? न तावदप्रतिपन्नः, यदेवमाधारद्वारा प्रतीतत्वोपद्रवो वपुर्वन्ध्यताव्याप्योपनिपातीभवन् न निरोद्धं तीर्यते । यदि पुनः प्रतिपन्नोऽयं धर्मी, तदा येन मानेन प्रतिपत्तिर्मन्मथप्रत्यर्थिनोऽभिधीयते, तेन तन्वादिविधानव्युत्पन्नमतेरेवेयमिति तत्रोपादीयमाना वपुर्वन्ध्यता बाधितवत्Éव, इति न नाम प्रवर्तितुं पर्याप्नोति । तदेवं निमित्ताधीनात्मलाभताव्याप्यमत्यन्तपूतरूपं पर्वतादे(मद्धेतुताप्रतिपादनावदातमेवेति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org