________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
તે આ પ્રમાણે ‘નિમિત્તાથીનાત્મત્તામતા' એ નામવાળો અમારાવડે એટલે કે નૈયાયિકો વડે કહેવાયેલો હેતુ, અત્યન્ત પવિત્રસ્વરૂપ છે અર્થાત્ નિર્દોષ છે. માટે પર્વત-પૃથ્વી આદિ પદાર્થોની ‘ધીમહેતુતા' = એટલે બુધ્ધિમત્કર્તૃકત્વ પ્રતિપાદન કરવામાં આ હેતુ નિર્દોષ જ છે. સમર્થ જ છે. અમારૂં નૈયાયિકોનું અનુમાન સંપૂર્ણ સત્ય છે.
૪૧૦
तत्राभिधीयते यदिदं तावत् " निमित्ताधीनात्मलाभत्वं व्याप्यमालपितं, तद् द्रव्यद्वारा पर्यायद्वारा वा ? इति भेदोभयी । यद्याद्यः पन्थाः प्रथ्यते, तदानीमप्रतीतिर्नाम व्याप्योपतापः, यतो द्रव्यस्यतया पृथ्वी - पर्वतादेर्नित्यत्वमेव प्रतिवादिनाऽभ्युपेयते ।
ननु भूभूधराद्यमुत्पादवत्, अवयवित्वेन यदेवं तदेवं यथेन्दीवरम्, अवयविस्पं पुनरिदम्, तदुत्पादवदेव, इत्यनुमानेन तन्नित्यता निर्मूलोन्मूलितैवेति । नैतद्धीमद्वृत्तिविधानप्रधानम्, यतो भूभूधरादेरवयवित्वमव-यवारभ्यत्वेन, यद्वाऽवयवव्रातवर्तमानतया मन्यते ? न प्रथमविधा विबुधावधानधाम, यतो न नामैतत्पृथ्वी - पृथ्वीधरप्रभृतिद्रव्यमभूतपूर्वमवयववृन्देन निर्वर्तितमिति प्रतिवादिनः प्रतीतिर्विद्यते । यदि पुनरवयववृत्तिभेदोऽभिधीयते तदानीमवयवत्वेन दोलायमानताऽत्र, यतो "अवयवोऽयम्, अवयवोऽयम्" इतीत्थं बुद्धिवेद्य-मवयवत्वमवयववितानवृत्ति भवति, न पुनरुत्पादपराधीनम्, नित्यत्वेन ॥
જૈન :- નૈયાયિકોએ પૃથ્વી-પર્વતાદિ ઈશ્વરકર્તૃક છે અને તેથી ઈશ્વર સર્વજ્ઞ જ છે. એમ પોતાનો પક્ષ સિધ્ધ કર્યો. તેની સામે હવે જૈનાચાર્યશ્રી ઉત્તર આપે છે કે તમે નૈયાયિકોએ ઉપરોકત તમારૂં જે અનુમાન કહ્યું છે તેમાં “નિમિત્તાધીનાત્મલાભત્વ” આવા પ્રકારનો જે હેતુ કહ્યો છે. ત્યાં પૃથ્વી-પર્વતાદિની નિમિત્તને આધીન જે ઉત્પત્તિ તમે કહો છો તે શું દ્રવ્યદ્વારા ઉત્પત્તિ છે કે પર્યાય દ્વારા ઉત્પત્તિ છે ? એટલે કે આ પૃથ્વી-પર્વતાદિ પદાર્થો શું દ્રવ્યરૂપે ઉત્પન્ન થાય છે ? કે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે બે પક્ષો છે. કહો તમે કયો પક્ષ સ્વીકારો છો ?
-
જો આદ્ય (પહેલો) માર્ગ સ્વીકારાય તો એટલે પૃથ્વી-પર્વત આદિ પદાર્થો દ્રવ્યસ્વરૂપે હતા જ નહીં, અને નિમિત્તને આધીન થઈને નવી જ ઉત્પત્તિ થાય છે. એમ જો કહેવાય તો “અપ્રતીત” એટલે અસિધ્ધ નામનો વ્યાપ્યોપતાપ એટલે હેત્વાભાસ થાય છે. હેતુની પક્ષમાં વૃત્તિની અપ્રતીતિ અર્થાત્ પક્ષમાં હેતુનુ ન હોવું એ પ્રકારનો સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ કહેવાય છે. કારણ કે પૃથ્વી-પર્વતાદિ સઘળાય પદાર્થોનું દ્રવ્યસ્વરૂપે પ્રતિવાદી એવા અમારા (જૈનો) વડે નિત્યપણું જ સ્વીકારાય છે. એટલે પ્રતિવાદીની અપેક્ષાએ નિમિત્તાધીનાત્મલાભરૂપ આ હેતુ દ્રવ્ય અપેક્ષાએ પૃથ્વી-પર્વતાદિ પક્ષમાં છે જ નહીં. તેથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org