________________
શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન
છે
તે કારણથી તમારા તે અનુમાનમાં વ્યાપ્તિના આધારભૂત ન બનેલા એવા (અતીન્દ્રિય) તે બુદ્ધિમત્કર્તૃકનિમિત્ત વડે સાધ્યતા પણ સ્વીકારાતી નથી. એટલે કે ‘‘બુદ્ધિમવિધેયક્’” એવું જે તમે સાધ્ય કહ્યું છે તે અતીન્દ્રિયબુદ્ધિમાન્ કર્તાવાળું સ્વીકારી શકાય જ નહીં. જો સ્વીકારશો તો વ્યાપ્તિ થશે નહીં જેમ કે “જ્યાં જયાં નિમિત્તાધીનાત્મલાભત્વ હોય ત્યાં ત્યાં અતીન્દ્રિયબુદ્ધિમાન્ કર્તા હોય'' જેમ કે એમ કહીને દૃષ્ટાન્ત તમે કોનું આપશો ? કોઈ દૃષ્ટાન્ત આપી શકશો નહીં. અને જો કોઈ અતીન્દ્રિયકર્તાવાળું દૃષ્ટાન્ત આપશો તો, લોકો ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા જ હોવાથી લોકભોગ્ય ન બનવાથી વ્યાપ્તિ થશે નહીં. તેથી અવશ્ય અદશ્યબુદ્ધિમાન્ કર્તા લેવો જોઈએ નહીં. વ્યાપ્તિના આલંબનભૂત એવું જ અર્થાત્ દશ્યકર્તૃક જ, તમારાવડે પ્રતિપવિતમ્ = કહેવાયેલું હોવું જોઈએ, માટે અન્ન = આ તમારા અનુમાનમાં ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે જ ગોચરતાવાળું જ સાધ્ય નિયમા સ્વીકારવું જોઈએ.
તેથી તત્ = આ બુદ્ધિમત્કર્તૃકત્વ તથાત્વન
=
હવે જો તેવું ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે જ ગોચરતાવાળું જ સાધ્ય સ્વીકારાય તો તરૂવિદ્યુત્ અને અભ્ર આદિની ઉત્પત્તિમાં તત્ = આવું ઈન્દ્રિયગોચર કર્તૃત્વવાળું નિમિત્ત દેખાતું નથી. કારણ કે તરૂ આદિની ઉત્પત્તિકાલે સશરી૨ી ઈન્દ્રિયગોચર ઈશ્વર કર્તા દેખાતા નથી. માટે પૂર્વોક્ત તમારા અનુમાનમાં ધર્મીમાં અંશથી આ ઈન્દ્રિયજન્ય જ્ઞાન ગોચરતાવડે અવશ્ય બાધા આવે જ છે.
Jain Education International
૪૧૭
નૈયાયિક ઃ- હે જૈન ! અનુમાનમાં જે પક્ષ સ્થપાય તેમાં તથા વ્યાપ્તિમાં જે જે ઉદાહરણ અપાય, તેમાં સાધ્ય ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષવડે ગોચર જ હોવું જોઈએ અન્યથા બાધ દોષ આવે જ એમ જો માનીશું તો “પર્વતો, વૃદ્ઘિમાન્, ધૂમાત્, મટ્ઠાનસવત્ આવા પ્રકારના પ્રસિદ્ધ અનુમાનમાં પણ ધૂમ હેતુથી જાણવા લાયક એવા વહ્નિને પણ આ પ્રકારે આ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનવડે બાધિત દોષવાળું માનવું પડશે. અર્થાત્ જે આ ધૂમદ્વારા થતું વિહ્નનું અનુમાન સર્વદર્શનકારોને નિર્દોષ તરીકે માન્ય છે. તેને પણ બાધા દોષ તમારા (જૈનોના) મતે આવશે. કારણ કે જેમ અમારા (નૈયાયિકોના) અનુમાનમાં તરૂવિધુત્ અને અભ્ર ઉત્પન્ન થતાં હોય ત્યારે ત્યાં “બુદ્ધિમર્ વિધેય' એવું સાધ્ય ઈન્દ્રિયપ્રત્યક્ષવડે દેખાતું નથી તેથી સાધ્યાભાવ માનીને તમે અમને બાધ દોષ આપો છો. તેજ પ્રકારે ઉપરોક્ત પ્રસિદ્ધ નિર્દોષ અનુમાનમાં પણ વિધાન કરાતા એવા તે અનુમાનવડે પ્રમાતા દ્વારા પર્વત પક્ષમાં રહેલો વિંત ઈન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાનવડે સંવેદન કરાતો નથી. તેથી સાધ્યાભાવ માનીને બાધ દોષ આવશે જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org