________________
શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન
ન્યાયશાસ્ત્રોના પરમાર્થને જાણવામાં પ્રધાન મનોવૃત્તિવાળા વિદ્વાન વૃન્દવડે જણાવાય છે. સારાંશ કે ન્યાયશાસ્ત્રના વિદ્વાન પંડિતો અનુમાનપ્રયોગ આ પ્રમાણે જણાવે છે.
વિવાદના આધારભૂત એવા પૃથ્વી-પર્વત આદિ સમસ્ત પદાર્થો બુધ્ધિમાન્ આત્માઓવડે કર્તવ્ય છે. અર્થાત્ બુધ્ધિમાન્ આત્માઓનું કાર્ય છે. જેમ કે મંદિર. કારણ કે આ પૃથ્વી-પર્વત આદિ પદાર્થોની ઉત્પત્તિ નિમિત્તને આધીન છે. જે જે પદાર્થો નિમિત્તને આધીન આત્મલાભ (ઉત્પત્તિ) વાળા હોય છે. તે તે પદાર્થો બુધ્ધિમાવડે (સર્વજ્ઞવડે) કરાયેલા છે. કારણ કે તે તે કાર્યના તે તે કારણોનું જ્ઞાન તે સર્વજ્ઞને જ હોય છે. જેમ મન્દિર એ નિમિત્તને આધીન ઉત્પત્તિવાળું છે માટે કોઈ વિશિષ્ટ બુધ્ધિમાન્વડે જ કરાય છે. તેની જેમ આ પર્વત-પૃથ્વી આદિ પદાર્થો પણ નિમિત્તને આધીન આત્મલાભવાળા છે. તેથી તેવા છે. અર્થાત્ બુધ્ધિમાવડે જ કરવા લાયક છે.
“નિમિત્તને આધીન ઉત્પત્તિ'' આ હેતુ વાદી કે પ્રતિવાદી કોઈને પણ અપ્રતીત (અમાન્ય) નથી. કારણ કે પૃથ્વી અને પર્વત આદિ પદાર્થો પોત-પોતાના નિમિત્તોના સમૂહ વડે કરવા લાયક છે. આ પદાર્થોની ઉત્પત્તિ પોતપોતાના નિમિત્તસમૂહથી થાય છે. આ વાત ત્રણે ભુવનમાં થનારા સર્વપ્રાણિઓમાં પ્રસિધ્ધ જ છે. માટે અમારો હેતુ અસિધ્ધ નથી. (મવમૃત્ પ્રાણી).
૪૦૭
=
તથા અમારો “નિમિત્તને આધીન ઉત્પત્તિ” આ હેતુ દોલાયમાન (એટલે અનૈકાન્તિક-વ્યભિચારિહેત્વાભાસ) ના જ્ઞાનનું નિમિત્ત નથી. અર્થાત્ અમારો આ હેતુ અનૈકાન્તિક નથી. કારણ કે મિતમાન્ પુરૂષોવડે નિર્વર્તનીય (કરવા લાયક) એવા ઘટપટ-મંદિર આદિથી જે ઈતરપદાર્થો અંબરાદિ છે. (નિત્ય એવાં આકાશ આદિ છે) તેમાંથી આ હેતુ અત્યન્ત વ્યાવૃત્ત છે. જો હેતુ સાધ્યના અભાવમાં વર્તતો હોય તો વ્યભિચારિ થાય. પરંતુ અમારો આ હેતુ સાધ્યવૃત્તિ જ છે. સાધ્યાભાવવાળા નિત્ય એવા આકાશાદિમાં વર્તતો જ નથી. માટે વ્યભિચારી નથી.
તથા અંબરાદિ વિપક્ષમાંથી અત્યન્ત વ્યાવૃત્ત હોવાથી, ક્યાંય પણ વિપક્ષમાં આ હેતુ ન વર્તતો હોવાથી વિરૂધ્ધતા નામના અવરોધથી (દોષથી) દુષિત પણ નથી, જો હેતુ સાધ્યાભાવમાત્રમાં જ વર્તે તો વિરૂદ્ધ કહેવાય. પરંતુ સાધ્યાભાવમાં ક્યાંય આ હેતુ છે જ નહીં તેથી વિરૂદ્ધની વાત રહેતી જ નથી. માટે અમારો હેતુ વિરૂદ્ધ પણ નથી.
Jain Education International
તથા અમારો હેતુ “નિમિત્તાધીનાત્મલાભત્વ” જે છે. તે ચોથી હેત્વાભાસતાથી પણ યુક્ત નથી. (તુરીય = ચોથી, વ્યાપ્ય = હેતુ, વ્યાપ્યામતા હેત્વાભાસતાથી પ્રતિવૃદ્ધ યુક્ત) પ્રથમ અસિદ્ધહેત્વાભાસ, બીજો વ્યભિચારી હેત્વાભાસ અને ત્રીજો વિરૂદ્ધ હેત્વાભાસ
For Private & Personal Use Only
=
www.jainelibrary.org