________________
અરિહંતભગવંતો જ નિર્દોષ હોવાથી સર્વજ્ઞ છે
૪૦૫ “તવીર:” શબ્દનો અર્થ તે અરિહંત પરમાત્માની વાણી. આ પ્રમાણે સંક્ષિપ્ત શબ્દાર્થ જણાવીને હવે અનુમાનપ્રયોગ કરે છે. - અરિહંત પરમાત્મા (પા), નિયમા સર્વજ્ઞ જ છે (સાધ્ય), કારણ કે તેઓ પ્રમાણની સાથે અવિરોધી વાણીવાળા જ હોય છે.
અરિહંત પરમાત્માઓ પ્રમાણથી અવિરોધીવાણીવાળા જ હોય છે. તેમાં શું પ્રમાણ? એમ કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપે છે કે તત્ર = તે પ્રમાણથી અવિરોધીવાણીવાળા છે. તે બાબતમાં પ્રમાણથી અબાધિત એવું ઈષ્ટતત્ત્વ (માન્યતત્ત્વ) હોવાથી આ હેતુ સમજવો. તેની વ્યાપ્તિ આ પ્રમાણે થાય છે કે -
જેને માન્ય જે તત્ત્વ હોય છે. તે તત્ત્વ જો પ્રમાણથી બાધા ન પામતું હોય તો તેમની તે સંબંધી વાણી પણ પ્રમાણથી અવિરોધી જ હોય છે. જેમ રોગાદિને વિષે ઉત્તમવૈદ્ય. ઉત્તમવેદ્ય રોગના પૂર્ણ જાણકાર હોવાથી તેમની વાણી પ્રમાણથી અવિરૂધ્ધ જ હોય છે. તેમ અરિહંતો પણ નિર્દોષ અને સર્વજ્ઞ હોવાથી તેમની વાણી પણ પ્રમાણથી નિયમા અવિરોધિ જ હોય છે.
અરિહંત પરમાત્માને માન્ય એવા અનેકાન્તવાદ આદિ તત્ત્વો પ્રમાણથી બાધા પામતાં નથી, તેથી ત્યાં તે અનેકાન્તવાદાદિની બાબતમાં આ અરિહંત પરમાત્મા પ્રમાણથી અવિરોધિવાણીવાળા જ હોય છે. આ પ્રમાણેની ચર્ચાથી સિદ્ધ થયું કે અરિહંત પરમાત્મા જ સર્વજ્ઞ છે.
અહીં જૈનોની સામે મૈયાયિકો ચર્ચા શરૂ કરે છે કે જેનોને માન્ય વર્ધમાનસ્વામી આદિ અરિહંતોમાં સર્વજ્ઞતા નથી. પરંતુ અમને માન્ય શિવ (મહાદેવ) આદિમાં સર્વજ્ઞતા છે કારણ કે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ આદિએ આ જગત બનાવ્યું છે. જેણે બનાવ્યું હોય તેને તેનું પૂર્ણ જ્ઞાન હોય છે. માટે શિવ જગત્કર્તા છે અને સર્વજ્ઞ છે. અને જૈનોના વર્ધમાનસ્વામી આદિ જગત્કર્તા પણ નથી અને સર્વજ્ઞ પણ નથી. તેનો જૈનાચાર્યશ્રી ઉત્તર આપે છે. આવી ચર્ચા હવે પછીથી શરૂ થાય છે. પરંતુ આ ચર્ચા લખનારા ટીકાકારશ્રી જાણે વાદીની સામે વાગ્યુધ્ધમાં કેલિ કરતા હોય તેમ આ ચર્ચા લખે છે તેમાં નીચે મુજબની મહત્તા છે.
(૧) અહીંથી શરૂ થતી આ ચર્ચામાં આ સૂત્ર પૂર્ણ થાય ત્યાં સુધીમાં ક્રિયાપદનાં જે જે રૂપો વપરાયાં છે તેમાં તિ અને તે એમ બે જ પ્રત્યયોવાળા પ્રયોગો કરાયા છે.
(૨) નામની સાતવિભક્તિ અને ત્રણ વચનો એમ ૭ x ૩ = ૨૧ પ્રયોગો થાય છે. તેમાંથી ફક્ત , ટા, ડમ્ પ્રથમા, તૃતીયા અને ષષ્ઠી એકવચન એમ ત્રણ જ પ્રયોગોથી આ ચર્ચા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org