________________
અરિહંતભગવંતો જ નિર્દોષ હોવાથી સર્વજ્ઞ છે
૪૦ ૩ સૂત્રાર્થ :- તે સકલપ્રત્યક્ષજ્ઞાન (કેવલજ્ઞાન) વાળા અરિહંત જ હોય છે. કારણ કે તે જ (રાગાદિ) દોષ રહિત હોવાથી. ૨૪
तत् केवलं नित्यमस्यास्तीति नित्ययोगे मतुप्, निष्क्रान्तो दोषेभ्यो रागद्वेषाज्ञानलक्षणेभ्यो निर्दोषस्तद्भावस्तत्त्वं, तस्मात् ।
प्रयोगः अर्हन् सर्वज्ञः, निर्दोषत्वात्, यस्तु नैवं, स नैवं, यथा रथ्यापुरुषः, तथा વાઈ, તમાÇ સર્વજ્ઞ રૂતિ ારકા
અહીં “તવાન” શબ્દમાં ત૬ = તે કેવલજ્ઞાન છે નિત્ય જેને એવા અર્થમાં “નિત્ય સદા તે વાળા” એવા અર્થમાં માત્ર પ્રત્યય તત્ શબ્દથી થયેલ છે. એક વખત કેવલજ્ઞાન થયા પછી તે સદા રહે જ છે. કદાપિ જતું નથી. આના ઉપરથી મોક્ષે ગયેલા જીવો ફરીથી સંસારી કે છઘસ્થ કદાપિ થતા નથી.
દોષોમાંથી જેઓ નિકળી ચુક્યા છે. તે નિર્દોષ કહેવાય છે. દોષોમાં રાગ-દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ મુખ્ય દોષો છે. આ ત્રણે દોષો જે આત્મામાંથી ચાલ્યા ગયા છે. તે નિર્દોષ કહેવાય છે. તેવા નિર્દોષવાળા પણું તે નિર્દોષત્વ, તે નિર્દોષત્વ હોવાથી અરિહંતો સર્વજ્ઞ હોય છે. તેનો “અનુમાનપ્રયોગ” આ પ્રમાણે છે -
અરિહંતો (પક્ષ), સર્વજ્ઞ છે. કેવલજ્ઞાનવાળા છે (સાધ્ય), નિર્દોષ હોવાથી (હેતુ), અહીં “અહંન્” શબ્દનો અર્થ વર્ધમાનસ્વામી આદિ તીર્થંકરભગવતો કે જેઓ ચોત્રીસ અતિશયોની સમૃધ્ધિને મર્દ = યોગ્ય છે તે તો વ્યુત્પત્તિ અર્થથી સમજવા જ, પરંતુ ભાવશત્રુઓનો નાશ કરનારા સર્વે, સયોગી કેવલી આદિ ગુણસ્થાનકોમાં વર્તનારા. સામાન્ય કેવલી આદિ પણ નિર્યુતિમિશ્રિત અર્થથી સમજી લેવા. આ અનુમાન પ્રયોગમાં જો કે અન્વયવ્યાપ્તિ થાય છે. જે જે નિર્દોષ હોય છે તે તે સર્વજ્ઞ હોય છે. જેમ કે ઋષભદેવાદિ. પરંતુ ટીકાકારશ્રીએ આ અન્વયવ્યાપ્તિ જણાવી નથી. કારણ કે દષ્ટાનતા તરીકે જે આપીએ તે સામેના પ્રતિવાદીને કેવલજ્ઞાન માન્ય ન હોવાથી દષ્ટાન્ત તરીકે માન્ય બને નહીં, તેથી અન્વય દૃષ્ટાનત ન આપતાં વ્યતિરેક દૃષ્ટાન્ત અને વ્યતિરેક વ્યાપ્તિ સમજાવે છે -
જે આવા નિર્દોષ નથી તે તેવા અર્થાત્ સર્વજ્ઞ નથી. જેમ કે શેરીઓમાં ફરતો રખડતો પુરૂષ. અને અરિહંતો તથા = તેવા છે. એટલે નિર્દોષ છે. માટે અવશ્ય સર્વજ્ઞ જ છે. આવા પ્રકારના અનુમાનપ્રયોગથી સિદ્ધ થાય છે કે કેવલજ્ઞાન પણ છે અને તે કેવલજ્ઞાનવાળા અરિહંતો પણ છે. અને તે અરિહંતો રાગાદિ દોષોથી રહિત છે. માટે નિર્દોષ છે. રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org