________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૪
प्रवृत्तेः । तन्न बाधकभावात् सकलप्रत्यक्षाभावः ।
नापि साधकाभावात्, अनुमानस्यैव तत्साधकस्येदानीमेव निवेदनात् । इति सिद्धं करतलकलितनिस्तलस्थूलमुक्ताफलायमानाकलितसकलवस्तुविस्तारं केवलनामधेयं संवेदनम् इति सिद्धमेवं केवलज्ञानम् ॥२३॥
૪૦૨
હવે “સર્વજ્ઞતાનો નિષેધ કરનાર” જો અભાવપ્રમાણ કહેશો તો તે અભાવપ્રમાણ પણ સર્વજ્ઞતાનું બાધક સિધ્ધ થતું નથી. કારણ કે કોઈ પણ વસ્તુની સત્તાને (અસ્તિત્વને) જણાવનારાં એવાં પ્રત્યક્ષ-અનુમાન-શાબ્દ-અર્થાપત્તિ અને ઉપમાન આ પાંચ ભાવાત્મક પ્રમાણોની અપ્રવૃત્તિ હોય, અર્થાત્ અસ્તિત્વને જણાવનારાં આ પાંચમાંનું કોઈ પણ પ્રમાણ પ્રવર્તતું ન જ હોય ત્યારે જ તે અભાવપ્રમાણ પ્રવર્તે છે. જેમ કે ભૂતલ ઉપર ઘટના અસ્તિત્વને જણાવનારાં પ્રત્યક્ષાદિ પાંચમાંથી કોઈ પણ પ્રમાણ સિધ્ધ થતાં ન હોય તો જ અભાવ પ્રમાણ પ્રવર્તે છે અને ઘટના “નાસ્તિત્વ” ને સાધે છે. પરંતુ અહીં પાંચ પ્રમાણમાંના કોઈ પણ પ્રમાણની અસૌ આ અપ્રવૃત્તિ નથી, પરંતુ પ્રવૃત્તિ છે. અનુમાન પ્રમાણ પ્રવર્તે છે. તે આ પ્રમાણે - વિવાદાસ્પદ એવું આ પ્રત્યક્ષ (અર્થાત્ કેવલજ્ઞાન) કોઈક વર્ધમાનાદિ જેવા મહાત્માને પ્રત્યક્ષ છે જ, પ્રમેય હોવાથી, ઘટ-પટ આદિની જેમ, આવા પ્રકારનું તે કેવલજ્ઞાનને જણાવનારૂં અનુમાન પ્રવર્તે છે. તેથી અભાવપ્રમાણ અહીં પ્રવર્તતું જ નથી તો કેવી રીતે કેવલજ્ઞાનનો નિષેધ જણાવે ? આ પ્રમાણે કેવલજ્ઞાનના અસ્તિત્વને સ્વીકારવામાં “બાધક પ્રમાણ હોવાથી સકલપ્રત્યક્ષનો (કેવલજ્ઞાનનો) અભાવ છે” આ તમારી મીમાંસકોની વાત સિધ્ધ થતી નથી.
=
તથા કેવલજ્ઞાનના અસ્તિત્વને સાધી આપે એવું કોઈ પણ સાધકપ્રમાણ ન હોવાથી સકલપ્રત્યક્ષનો અભાવ છે આવા પ્રકારની પણ તમારી વાત યુક્તિસંગત નથી. કારણ કે તે કેવલજ્ઞાનના અસ્તિત્વનું સાધક એવું અનુમાનપ્રમાણ હમણાં જ (ઉપર) જણાવ્યું છે. આ પ્રમાણે હથેળીમાં રહેલા અનુપમ ગોળ આકારવાલા એવા મોટા મોતીની જેમ સકલ વસ્તુઓના વિસ્તારને જેણે જાણ્યો છે એવું કેવલજ્ઞાન છે નામ જેનું એવું જ્ઞાન (કેવલજ્ઞાન) સિધ્ધ થયું અને આ જ સકલપ્રત્યક્ષ એ જ કેવલજ્ઞાન કહેવાય છે. આ વાત આ રીતે સિધ્ધ થઈ. (અહીં નિવ્રુત શબ્દનો કે નિસ્તત્વ શબ્દનો અર્થ ગોળ-વર્તુલ કરવો. (જુઓ પંજિકા). ॥૨॥
Jain Education International
રત્નાકરાવતારિકા
किन्तु कतरं पुरुषमेतदास्पदीकरोतीत्यत्राहु
પરંતુ આવું કેવલજ્ઞાન કયા પુરૂષનો આશ્રય કરે છે તે સમજાવે છેतद्वान् अर्हन् निर्दोषत्वात् ॥२४॥
:
For Private & Personal Use Only
www.jainelibrary.org