________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા
(૩) દશ પાનાં જેટલી આ ચર્ચામાં માત્ર ૧૩ જ વ્યંજનોનો પ્રયોગ કર્યો છે. તથધન, પત્રમમ, યરત્નવ આ ૧૩ વિના શેષ એક પણ વ્યંજનનો પ્રયોગ આવવા દીધો નથી. (સ્વરો ચૌદ હોઈ શકે છે)
૪૦૬
જેમ હરિભદ્રસૂરિજીએ સંસારદાવાની રચનામાં જોડાક્ષરો ન આવે તેનો, તથા સંસ્કૃત-પ્રાકૃત સમાનશબ્દો આવે તેવા જ શબ્દોનો પ્રયોગ કર્યો છે તે જ રીતે આ ટીકાકારશ્રીએ આ ચર્ચામાં ઉપરોક્ત ત્રણ નિયમો સાચવીને આ ચર્ચા લખી છે. આ ચર્ચા પૂર્ણ થાય છે ત્યાં આ જ સૂત્રમાં અંતે આ વાત એક શ્લોકથી તેઓશ્રીએ જણાવી છે. આ જ છવીસમા સૂત્રના અંતે તે શ્લોક આ પ્રમાણે છે -
त्यादिवचनद्वयेन स्याद्येकवचनत्रयेण वर्णैस्तु । त्रिभिरधिकैर्दशभिरयं व्यधायि शिवसिद्धिविद्वंसः ।
ચાલો- હવે આપણે આ શિવસિધ્ધિધ્વંસની ચર્ચા ચાલુ કરીએ.
नन्वियं त्रिभुवनभवनान्तर्वर्तमानान्तरितानन्तरितपदार्थप्रथा त्वत्तीर्थनाथवृत्तिर्न भवति, यतो भूभूधरप्रभृति-पदार्थप्रबन्धविधानद्वारा प्रमथपतेरेवेयमुपपद्यते, यदेतदनुमानमत्र प्ररूप्यते न्यायतात्पर्यावबोधप्रधानमनोवृत्तिविद्वद्वृन्देन विवादपदभूतं भूभूधरादि बुद्धिमद् विधेयम्, यतो निमित्ताधीनात्मलाभम् । यद् निमित्ताधीनात्मलाभं, तद् बुद्धिमद् વિધેયમ્, યથા મન્દિરમ્, તથા પુનરેતત્ । તેન તથા ।।
न तावद् निमित्ताधीनात्मलाभत्वं वादिनः, प्रतिवादिनो वाऽप्रतीतम्, यतो भूभूधरादेरात्मीयात्मीयनिमित्तव्रातनिर्वर्तनीयता, भुवनभाविभवभृत्प्रतीतैव । नापि दोलायमानवेदननिमित्तम्, मतिमन्निर्वर्तनीयेतराम्बरादिपदार्थतोऽत्यन्तव्यावृत्तत्वेन । नापि विरूद्धतावरोधदुर्धरम्, अम्बरादितोऽत्यन्तव्यावृत्तत्वेनैव । नापि तुरीयव्याप्याभताप्रतिबद्धम्, इन्द्रियवेदनेन, अनुमाननाम्ना, राद्धान्ताभिधानेन वा मानेनाबाधिताभिप्रेतधर्मधर्म्यनन्तरप्रतिपादितत्वेन । नापि प्रत्यनुमानापमानतानिबन्धनम्, एतत्परिपन्थिधर्मोपपादनप्रत्यलानुमानाभावेन ।
નૈયાયિક :- હે જૈનો ! ત્રણે ભુવનરૂપી ભવનની અંદર વર્તતા એવા અન્તરિત (એટલે વ્યવહિત દૂર દૂર રહેલા) સ્વર્ગ-નરક મેરૂ પર્વત વિગેરે, અને અનન્તરિત (એટલે અવ્યવહિત-નજીક રહેલા ઘટ-પટાદિ સમસ્ત પદાર્થોની આ પ્રથા (આ સંપૂર્ણજ્ઞાન), તમારા માનેલા તીર્થંકરો શ્રી વર્ધમાનસ્વામી આદિમાં પ્રવૃત્તિવાળું હોઈ શકતું નથી. કારણ કે પૃથ્વી-પર્વત વિગેરે પદાર્થોની રચના કરવા દ્વારા થમ્ = આ પ્રથા (આ જ્ઞાન) પ્રમથપતિને (ઈશ્વરને - શિવને) જ ઘટી શકે છે. આ બાબતની સિધ્ધિ કરનારૂં આ અનુમાન અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org