________________
४०४
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૫-૨૬
રત્નાકરાવતારિકા निर्दोषत्वमस्य प्रसाधयन्ति - આ અરિહંતો રાગાદિદોષોથી રહિત છે. અર્થાત્ નિર્દોષ જ છે. તે સિધ્ધ કરે છે.
निर्दोषोऽसौ, प्रमाणाविरोधिवाक्त्वात् ॥२५॥ સૂત્રાર્થ :- આ અરિહંતો નિયમા નિર્દોષ જ છે. કારણ કે પ્રમાણની સાથે અવિરોધી વાણીવાળા હોવાથી. ૨પ
प्रयोग :- अर्हन्, निर्दोषः, प्रमाणाविरोधिवाक्त्वात्, यस्तु न निर्दोषः स न तथा, यथा रथ्यापुरुषः । प्रमाणाविरोधिवाक् चाहन्, ततो निर्दोष इति ॥२५॥
અરિહંત પરમાત્માઓ (તીર્થકર ભગવતો અથવા સામાન્ય કેવલજ્ઞાની ભગવતો એમ સર્વે) નિર્દોષ જ છે. પ્રમાણની સાથે અવિરૂદ્ધ વાણીના ઉચ્ચારણવાળા હોવાથી, અહીં પણ ઉપરોક્ત કારણથી જ અન્વયવ્યાપ્તિ ન લખતાં માત્ર વ્યતિરેકવ્યાપ્તિ જ લખે છે. જે આવા પ્રમાણથી અવિરોધિ વાણીવાળા નથી, તે નિર્દોષ પણ નથી જ, જેમ કે રચ્યાપુરૂષ, આ અરિહંતો તે રચ્યાપુરૂષ જેવા નથી. પરંતુ પ્રમાણાવિરોધીવાણીવાળા જ છે. તેથી નિયમો નિર્દોષ જ છે. આ અનુમાનથી અરિહંતો નિર્દોષ છે એમ સિધ્ધ થાય છે. અને તેથી સર્વજ્ઞ જ છે તે ઉપરોક્ત અનુમાનથી સિદ્ધ થાય છે. મેરપી
प्रमाणाविरोधिवाक्त्वमेवार्हतः प्रसाधयन्ति -
અરિહંત પરમાત્માઓનું “પ્રમાણ અવિરોધી વાણીવાળાપણું” જ હોય છે તે સિધ્ધ કરે છે - तदिष्टस्य प्रमाणेनाऽबाध्यत्वात् तद्वाचस्तेनाविरोधसिद्धिः ॥२६॥
સૂત્રાર્થ :- અરિહંતોને ઈષ્ટ (અર્થાતુ માન્ય) એવા સ્યાદ્વાદાદિ અને જીવાજીવાદિ તત્ત્વો પ્રમાણથી અબાધિત છે. તેથી કરીને તેમની વાણીમાં અવિરોધની સિધ્ધિ થાય છે. /૨૬lી.
तस्याहत इष्टस्य प्रतिपाद्यतया सम्मतस्याऽनेकान्ततत्त्वस्य, तद्वाच इत्यर्हद्वाचः । अर्हन् सर्वत्र प्रमाणाविरोधिवाक्, तत्र प्रमाणाबाध्यमानाभिमततत्त्वत्त्वात् । यस्याभिमतं तत्त्वं, यत्र प्रमाणेन न बाध्यते, स तत्र प्रमाणाविरोधिवाक् । यथा रोगादौ भिषग्वरः । न बाध्यते च प्रमाणेनाहतोऽभिमतमनेकान्तादितत्त्वम् । तस्मात् तत्रासौ प्रमाणाविरोधिवाक् इति सिद्धमर्हन्नेव सर्वज्ञ इति । - “તદિષ્ટ” શબ્દનો અર્થ ટીકાકારશ્રી કરે છે કે તે અરિહંત પરમાત્માને ઈષ્ટ એટલે માન્ય, અર્થાત્ પ્રતિપાદન કરવા લાયક તરીકે સમ્મત એવું જે અનેકાન્તવાદાદિ સ્વરૂપ તત્ત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org