________________
૪૦૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા
સર્વવિસ્વનો નિષેધ સાધવામાં આવે તો અમને સિદ્ધસાધ્યતા છે. કારણ કે અમે પણ સર્વપુરૂષોમાં સર્વવિક્ત કહેતા નથી. અમે એટલું જ કહીએ છીએ કે આ સંસારમાં
સર્વજ્ઞતા” નથી જ હોતી એમ નહીં. જ્યાં સર્વપદાર્થ સાક્ષાત્કારિત્વ આદિ હેતુઓ છે ત્યાં સર્વવિસ્વ હોઈ શકે છે. તેથી અનુમાન પ્રમાણ પણ તે સર્વવિત્ત્વનું બાધક થઈ શકતું નથી. _. नापि शाब्दम्, यतस्तदपौरुषेयं, पौरुषेयं वा स्यात् ? न तावदपौरुषेयम्, अपौरुषेयत्वस्य वचस्सु सम्भवाभावात् । पौरुषेयमपि केवलालोकाकलितपुरुषप्रणीतम्, तदितरपुरुषप्रणीतं वा ? आद्यं कथं बाधकम् ? विरोधात्, द्वितीये त्वसौ पुरुषः केवलालोकविकलाः सकलाः पुरुषपर्षदः प्रेक्षते न वा ? प्राच्यपक्षे, कथं तत्प्रतिषेधः, तस्यैव तदाकलितत्वात् ? । द्वितीयेऽपि कथन्तराम्, तत्प्रणीतशब्दस्य पांशुलपादकोपदिष्टशब्दस्येव प्रमाणत्वासम्भवात् ।
नाप्यर्थापत्तिस्तद्बाधिका, तदभावमन्तरेणानुपपद्यमानस्य प्रमाणषट्कनिष्ठङ्गितस्यार्थस्य कस्यचिदसत्त्वात् ।
नाप्यमानम्, तस्य सादृश्यमात्रगोचरत्वात्, तन्न भावस्पं प्रमाणं तद्बाधबद्धकक्षम् ।
ભગવાનમાં રહેલી સર્વજ્ઞતાનો નિષેધ કરનાર હવે કદાચ તમે શાબ્દપ્રમાણ (એટલે આગમપ્રમાણ) જણાવો, તો તે પણ ઉચિત નથી. કારણ કે સર્વજ્ઞતાના નિષેધને જણાવનારું તે આગમપ્રમાણ પણ શું અપૌરુષેય છે ? (કોઈ પણ પુરૂષવડે નહી કરાયેલું સહજ સિધ્ધ અનાદિનું છે?) કે પૌરૂષય છે? (કોઈ પુરૂષવડે કરાયેલું છે ?) ત્યાં “અપૌરૂષેય” તો તમે કહી શકશો નહીં. કારણ કે શાબ્દપ્રમાણ (આગમશાસ્ત્રો) વચનાત્મક હોય છે. અને વચન પુરૂષની ઉચ્ચારણ ક્રિયાજન્ય હોય છે. તેથી વચનાત્મક એવા શાસ્ત્રોમાં અપૌરૂષયત્વનો તો સંભવ જ નથી. અપરૂષય હોય તે વચનો ન હોય, અને વચનો હોય તે અપૌરુષેય ન હોય.
હવે જો સર્વજ્ઞતાનો નિષેધ કરનાર શાબ્દપ્રમાણ પૌરુષેય કહો તો પણ તે સર્વજ્ઞતાનું નિષેધક એવું જે શાબ્દપ્રમાણ (શાસ્ત્ર) શું કેવલજ્ઞાનરૂપ પ્રકાશવડે જોયું છે સર્વજગતું જેણે એવા પુરૂષવડે પ્રણીત છે ? કે તેનાથી ઈતર એવા છઘસ્થપુરૂષોવડે પ્રણીત ? હવે જો આદ્યપક્ષ કહો તો તે સર્વજ્ઞતાનું બાધક કેમ થશે ? કારણ કે સર્વજ્ઞતાનો નિષેધ કરનાર એવા શાસ્ત્રના પ્રણેતા તો સર્વજ્ઞ કહો છો. પૂર્વાપર વિરોધ આવશે. કારણ કે જો કોઈ આ સંસારમાં સર્વજ્ઞ જ નથી તો નિષેધકશાસ્ત્રના પ્રણયિતા સર્વશ ક્યાંથી હોય ? અને નિષેધકશાસ્ત્રના પ્રણયિતા સર્વજ્ઞ છે તો “જગતમાં કોઈ સર્વજ્ઞ જ નથી” એમ કેમ કહી શકાય? માટે પૂર્વાપર વિરોધ હોવાથી આવું શાસ્ત્ર બાધક થશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org