________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા
पौरस्या तावत् निशाचरादिना व्यभिचारिणी, द्वितीया पुनरसिद्धा, सर्ववित्त्वस्य स्वभावविप्रकृष्टत्वात् । व्यापकानुपलब्धिप्रभृतयोऽपि विकल्पा अल्पीयांसः, યતઃ सर्ववित्त्वस्य व्यापकं सकलार्थसाक्षात्कारित्वम्, कार्यमतीन्द्रियवस्तूपदेशः, कारणमखिलावरणविलयः, सहचरादि क्षायिकचारित्रादिकम् । न च तत्र तदनुपलब्धीनां सिद्धौ साधनं किञ्चित् तेऽस्ति इत्यसिद्धा एवामूः ।
૩૯૮
अथ सर्वज्ञादन्यः कश्चिद् धर्मी, तर्हि तस्यासर्ववित्त्वे साध्ये, सिद्धसाध्यता, तद् नानुमानं तद्बाधकम् ।
સાધ્યને સાધવા માટે હેતુ બે પ્રકારનો હોય છે. એક ઉપલબ્ધિરૂપ (વિદ્યમાન સ્વરૂપ), અને બીજો અનુપલબ્ધિસ્વરૂપ (અવિદ્યમાન સ્વરૂપ) જેમ કે “પર્વતો દ્વિમાન્ ધૂમ'' આ ઉપલબ્ધિરૂપ હેતુ છે. અને સિદ્ધા:, અનંતસુવિન:, જર્મરહિતત્વાત્ આ અનુપલબ્ધિરૂપ હેતુ છે. ઉપલબ્ધિરૂપ હેતુનું ખંડન પૂર્વે કરી લીધું છે. હવે અનુપલબ્ધિ હેતુનુ ખંડન ટીકાકારશ્રી જણાવે છે.
ભગવાન્ મહાવીર સ્વામી આદિમાં “સર્વજ્ઞત્વનો નિષેધ” કહેવામાં તમે જો “અનુપલબ્ધિ” સ્વરૂપ હેતુ કહેતા હો તો અનુપલબ્ધિ સ્વરૂપ હેતુમાં પણ વિરૂદ્ધાનુપલબ્ધિ કહો છો કે અવિરૂદ્ધાનુપલબ્ધિ કહો છો ? જો વિરૂદ્ધાનુપલબ્ધિ કહો તો (એટલે કે જે સાધ્યથી વિરૂદ્ધ એવા ધર્મનું ન દેખાવું તે,) આવા પ્રકારની વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ તો નિયમા સાધ્યની સિદ્ધિ જણાવવામાં જ શ્રેષ્ઠતાને ધારણ કરે છે. જેમ કે વસ્તુ (પા), અનેાત્તાત્મજ છે (સાધ્ય), કારણ કે નિસ્વરૂપની અનુપધ્ધિ હોવાથી ઇત્યાદિ દ્રષ્ટાન્તોની જેમ, કારણ કે સાધ્યથી વિરૂદ્ધધર્મ જો અનુપલબ્ધ હોય તો સાધ્ય છે જ, એમ જ નિર્ણય કરી શકાય છે. માટે વિરૂદ્ધાનુપલબ્ધિ તો સાધ્યની (સર્વજ્ઞત્વની) સિદ્ધિ જ કરશે. સર્વજ્ઞ પણાનો નિષેધ નહી કરે.
હવે જો અવિરૂદ્ધાનુપલબ્ધિ કહો તો પણ (૧) સ્વભાવાનુપલબ્ધિ કહો છો ? કે (૨) વ્યાપકાનુપલબ્ધિ કહો છો ? કે (૩) કાર્યાનુપલબ્ધિ કહો છો ? (૪) કે કારણાનુપલબ્ધિ કહો છો ? કે (૫) સહચરાદિની અનુપલબ્ધિ કહો છો ? હવે જો સ્વભાવાનુપલબ્ધિ કહેતા હો તો તે પણ બે પ્રકારની છે. સામાન્યથી સ્વભાવાનુપલબ્ધિ અથવા ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્તત્વવિશેષણવાળી એવી સ્વભાવાનુપલબ્ધિ, આ બેમાંથી કઈ કહેવાય છે ?
જો (પૌરસ્થા) પહેલી સામાન્યસ્વભાવાનુપલબ્ધિ કહેતા હો તો આ અનુપલબ્ધિરૂપ હેતુ નિશાચર આદિની સાથે વ્યભિચારવાળો છે. કારણ કે સામાન્યથી ન દેખાવાનો સ્વભાવ હોવાથી સર્વજ્ઞત્વ નથી એમ જો કહો તો નિશાચર (રાક્ષસ-ભૂત) આદિ પદાર્થો પણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org