________________
૩૯૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા
આ વર્ધમાનસ્વામીમાં જણાતું નથી. એવી જ રીતે પ્રતિષેધ્ય જે સર્વજ્ઞત્વ, તેનાથી વિરૂદ્ધ એવું કાર્ય કેટલાક જ અર્થોનું પ્રજ્ઞાપકપણું તથા વિરૂદ્ધ એવું કારણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, અને વિરૂદ્ધસહચરાદિ એવા રાગદ્વેષાદિ, આ હેતુઓ જો વર્ધમાનસ્વામીમાં હોય તો સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ સિધ્ધ થઈ શકે. પરંતુ વિવાદાસ્પદ એવા (આપણી ચર્ચાનો વિષય જે છે તે) વર્ધમાનસ્વામી આદિ પુરૂષમાં તે ઉપરોક્ત વિરૂદ્ધસ્વભાવ, વિરૂદ્ધવ્યાપ્ય, વિરૂદ્ધકાર્ય, વિરૂદ્ધકારણ અને વિરૂદ્ધ સહચરાદિમાંથી કોઈ પણ એક હેતુ ત્યાં નથી. કારણ કે આ પાંચે હેતુઓમાંથી કોઈ એક હેતુ ત્યાં છે એમ સાધી આપે તેવું પ્રમાણ તમારી પાસે નથી. કે જેથી તે તે વિરૂદ્ધ ઉપલબ્ધિઓની સિધ્ધિ થાય.
વિવાદાસ્પદીભૂત એવા વર્ધમાનસ્વામીમાં સર્વજ્ઞત્વથી વિરૂદ્ધ એવો સ્વભાવ અલ્પજ્ઞત્વ, તે પણ નથી, તથા વિરૂદ્ધ એવું વ્યાપ્ય અલ્પાર્થ સાક્ષાત્કારિત્વ તે પણ નથી, તથા વિરૂદ્ધ એવું કાર્ય અલ્પાર્થપ્રજ્ઞાપકત્વ, તે પણ નથી. તથા વિરૂદ્ધ એવું કારણ જે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, તે પણ નથી. તથા વિરૂદ્ધ એવું સહચરાદિ જે રાગદ્વેષાદિ, તે પણ નથી. માટે પાંચ પ્રકારની વિરૂદ્ધોપલબ્ધિની સિદ્ધિ થતી નથી. તેથી વિરૂદ્ધોપલબ્ધિ દ્વારા તમે સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ (સકલપ્રત્યક્ષનો પ્રતિષેધ) સિદ્ધ કરી શકશો નહીં.
वक्तृत्वरूपा विरूद्धकार्योपलब्धिरस्त्येव तन्निषेधे साधनं साधिष्ठमिति चेत्- ननु कीदृग् वक्तृत्वमत्र विवक्षाञ्चक्रे, यत्सर्ववित्त्वविरुद्धस्य कार्यं स्यात् प्रमाणविरुद्धार्थवक्तृत्वम्, तदविरुद्धार्थवक्तृत्वम्, वक्तृत्वमात्रं वा ? आद्यभिदायाम्, असिद्धं साधनम्, वर्धमानादौ भगवति तथाभूतार्थवक्तृत्वाभावात् । द्वितीयभिदि तु नेयं विरुद्धकार्योपलब्धिः, किन्तु कार्योपलब्धिरेव तद्विधिसाधनी, धूमध्वजसिद्धिनिबन्धनोपन्यस्तधूमोपलब्धिवत् । तथा च विरुद्ध हेतुः । तृतीयभेदे त्वनेकान्तः, वक्तृत्वमात्रे सर्ववित्त्वकार्यत्वस्याविरोधात् ।
મીમાંસક :- હે જૈન ! સર્વજ્ઞત્વનો પ્રતિષેધ કરવા માટે અમારી પાસે “વત્ત્તત્વ' સ્વરૂપ વિરૂધ્ધકાર્યોપલબ્ધિ હેતુ છે. અર્થાત્ વિરૂદ્ધકાર્યોપલબ્ધિ સ્વરૂપ આ “વક્તૃત્વ” હેતુ તે સર્વજ્ઞત્વના પ્રતિષેધમાં (સાધિષ્ઠ) પ્રબળ એવું સાધન (હેતુ) અમારી પાસે છે. કારણ કે પ્રતિષેધ્ય એવું જે સર્વજ્ઞત્વ, તેનાથી વિરૂદ્ધ એવું કાર્ય વક્તૃત્વ, તે વર્ધમાનસ્વામીમાં છે તેથી તે સર્વજ્ઞ નથી. અર્થાત્ વક્તા હોવાથી તે વર્ધમાન સ્વામી સર્વજ્ઞ નથી.
જૈન :- હું મીમાંસક ! “વત્વ” સ્વરૂપ તમે જે વિરૂદ્ધકાર્યોપલબ્ધિ કહો છો તે ‘વક્તૃત્વ” કેવું કહો છો ? કેવા પ્રકારના વક્તૃત્વની તમે વિવક્ષા કરો છો કે જે વક્તૃત્વ સર્વજ્ઞતાના વિરૂદ્ધનું કાર્ય બને ? (૧) શું વર્ધમાનસ્વામીમાં પ્રમાણવિરૂદ્ધ એવા અર્થનું વતૃત્વ છે ? કે (૨) શું વર્ધમાનસ્વામીમાં પ્રમાણથી અવિરૂદ્ધ એવા અર્થનું વક્તૃત્વ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org