________________
૩૯૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા
नित्यत्वनिषेधाभिधीयमानप्रमेयत्ववत्, विरुद्धोपलब्धिस्तु किं स्वभावविरुद्धोपलब्धिः, विरुद्धव्याप्तोपलब्धिः विरुद्धकार्योपलब्धिः, विरुद्धकारणोपलब्धिः, विरुद्धसहचराद्युपलब्धिर्वा स्यात् ? नाद्या, सर्वज्ञत्वेन साक्षाद् विरुद्धस्य किञ्चिज्ज्ञत्वस्य तत्र प्रसाधकप्रमाणाभावात् । नागेतनविकल्पचतुष्टयमपि घटामटाट्यते । प्रतिषेध्यस्य हि सर्ववित्त्वस्य विरुद्धं किञ्चिज्ज्ञत्वं, तस्य च व्याप्यं कतिपयार्थसाक्षात्कारित्वम्, कार्य कतिपयार्थप्रज्ञापकत्वम्, कारणमावरणक्षयोपशमः, सहचरादि रागद्वेषादिकम् । न च विवादापेदाने पुंसि तेषामन्यतमस्यापि प्रसाधकं किञ्चित् प्रमाणं तवास्ति, यतस्तदुपलब्धीनां सिद्धिःस्यात् ?
હવે તમારી અપેક્ષાએ પર એવા અમે જૈનો, તેઓવડે (પર એવા અમારાવડે = જેનોવડે) સર્વજ્ઞ તરીકે સ્વીકારાયેલા વર્ધમાનસ્વામી આદિ પુરૂષને ધર્મી તરીકે જો કહેતા હો તો, ત્યાં તમારું સાધ્ય શું છે? શું તે વર્ધમાનસ્વામી આદિ સર્વજ્ઞો થયા જ નથી એમ નાસ્તિત્વ સાધ્ય છે? કે થયા તો છે પરંતુ “અસર્વજ્ઞ” થયા છે એમ “અસર્વવિન્દ્ર” એ સાધ્ય છે ? તેમાં “નાસ્તિત્વ” અર્થાત્ વર્ધમાન સ્વામી આદિ થયા જ નથી એમ કહી શકશો નહીં કારણ કે તેવા પ્રકારના વર્ધમાનસ્વામી આદિ પુરૂષોની સત્તા માત્ર માનવામાં અમને-તમને, વાદી-પ્રતિવાદી, એમ બન્નેને પરસ્પર અવિવાદ છે. કારણ કે તે વર્ધમાનસ્વામીના હોવાપણામાં તમને પણ વિવાદ નથી પરંતુ અમારાવડે કરાતા સર્વજ્ઞપણાના વ્યવહારમાં તમને વિવાદ છે. એટલે કે “વર્ધમાનસ્વામી સર્વજ્ઞ છે” આવા પ્રકારનો અમારાવડે કરાતો તથાવ્યવહાર (તેવા પ્રકારનો સર્વજ્ઞપણાનો જે અમારા વડે કરાતો જે વ્યવહાર) એ પારમાર્થિક (સત્ય) છે કે અપારમાર્થિક (અસત્ય) છે એમાં જ બન્ને વચ્ચે વિવાદ છે. સારાંશ કે અમે તેઓને સર્વજ્ઞ કહીએ છીએ અને તમે તેઓને સર્વજ્ઞ નથી એમ કહો છો. તે બાબતમાં વિવાદ છે પરંતુ તેઓની સત્તામાત્ર (થયા જ છે) એમ માનવામાં કોઈને પણ વિવાદ નથી. તેથી “નાસ્તિ” સાધ્ય તો તમે કહી શકશો જ નહીં.
હવે જો “સર્વવિક્ત” સાધ્ય કહો તો, એટલે અમારા વર્ધમાન સ્વામી આદિ થયા તો હતા જ, પરંતુ તેઓ “અસર્વજ્ઞ” હતા એમ જ કહેશો તો તેને તે વર્ધમાનસ્વામી આદિને અસર્વજ્ઞ સાધવા માટે ત્યાં હેતુ શું કહેશો ? ઉપલબ્ધિ (વિદ્યમાન સ્વરૂપ) હેતુ કહેશો કે અનુપલબ્ધિ (અવિદ્યમાન સ્વરૂપ) હેતુ કહેશો? જો ઉપલબ્ધિ (વિદ્યમાન સ્વરૂપ) હેતુ કહો તો પણ સાધ્યની સાથે અવિરૂદ્ધ એવી ઉપલબ્ધિરૂપ હેતુ કહેશો કે સાધ્યની સાથે વિરૂદ્ધ એવી ઉપલબ્ધિરૂપ હેતુ કહેશો?
હવે જો સાધ્યની સાથે અવિરૂદ્ધ એવી ઉપલબ્ધિ (વિદ્યમાનતા સ્વરૂ૫) હેતુ કહેશો તો, જેમ કે “માં વર્ધમાનાદિ, મસર્વજ્ઞ, પુસ્મત્વાન્ વત્તાત્ વા, રેવદ્રત્તવ” આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org