________________
૩૯૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા
भवेत् । द्वितीयं चेत्, भावस्वभावं अभावस्वभावं वा ? भावस्वभावमप्यनुमानं, शाब्दं, अर्थापत्तिः, उपमानं वा ?
अनुमानं चेत्, कस्तत्र धर्मी ? सकलप्रत्यक्षम्, पुरुषो वा कश्चित् ? सकलप्रत्यक्षं चेत्, तत्रोपादीयमानः समस्तो हेतुराश्रयसिद्धतामाश्रयेत्, भवतस्तस्याप्रसिद्धेः । पुरुषोऽपि सर्वज्ञः तदन्यो वा धर्मी वण्र्येत ? सर्वज्ञश्चेत्, किं सर्वज्ञत्वेन निर्णीतः, पराभ्युपगतो वा? निर्णीतश्चेत्, कथं तत्र तादृशप्रत्यक्षप्रतिक्षेपः प्रेक्षाकारिणः कर्तुमुचितः, तन्निर्णायकप्रमाणेनैव तद्बाधनात् ॥
જૈન :- હે મીમાંસક ! હવે તે કેવલજ્ઞાનનું પ્રતિષેધ કરનાર (ઉપરની ચર્ચા પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણ ન સંભવતું હોવાથી) જો તમે “અપ્રત્યક્ષપ્રમાણ” કહેશો તો અમે તમને પુછીએ છીએ કે અપ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? શું પ્રત્યક્ષપ્રમાણનો અભાવમાત્ર તે અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષપ્રમાણથી ઈતર-ભિન્ન એવાં કોઈ અપર પ્રમાણોની વિદ્યમાનતા ? આ બેમાં તમારાવડે શું કહેવાય છે ?
જો પ્રથમપક્ષ કહો, એટલે કે પ્રત્યક્ષ પ્રમાણનો અભાવમાત્ર છે માટે સકલપ્રત્યક્ષ નથી. કેવલજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણથી દેખાતું નથી. ત્યાં પ્રત્યક્ષપ્રમાણ પ્રવર્તતું નથી માટે કેવલજ્ઞાન નથી. એમ જો કહો તો એનો અર્થ એ થશે કે “જ્યાં જ્યાં પ્રત્યક્ષપ્રમાણ ન પ્રવર્તે ત્યાં ત્યાં તે પદાર્થ અભાવાત્મક જ હોય છે” એમ થવાથી નિદ્રાદશામાં પાણી, સ્તંભ, કુંભ, કમળ અને વાદળ આદિ પદાર્થોને જણાવનારૂં પ્રત્યક્ષ પ્રમાણ પ્રવર્તતું નથી, તેથી ત્યાં પ્રત્યક્ષપ્રમાણનો અભાવ હોવાથી તે સર્વે પદાર્થોનો પણ અભાવ થવો જોઈએ.
હવે જો બીજો પક્ષ કહેશો કે “અપરપ્રમાણનું હોવું” તે અપ્રત્યક્ષ છે. તો અમે પુછીએ છીએ કે “અપરપ્રમાણમાં” પણ શું ભાવાત્મક પ્રમાણ કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરે છે ? કે અભાવાત્મકપ્રમાણ કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરે છે? જો ભાવાત્મકપ્રમાણ કહેતા હો તો તે પણ (૧) અનુમાનપ્રમાણ, (૨) આગમપ્રમાણ, (૩) અર્થાપત્તિપ્રમાણ, કે (૪) ઉપમાનપ્રમાણ આ ચાર પ્રમાણોમાંથી કયું પ્રમાણ કેવલજ્ઞાનનું પ્રતિષેધક તમે માનો છો?
(મીમાંસકોના મતે કુલ ૬ પ્રમાણો છે પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ પૂર્વે ખંડિત કરી ચુક્યા છીએ, અને અંતિમ અભાવપ્રમાણ અભાવાત્મકમાં આવશે, એટલે શેષ ૪ પ્રમાણોના વિકલ્પો અહીં રજુ કર્યા છે).
હવે જો “અનુમાન” પ્રમાણ કેવલજ્ઞાનનું પ્રતિષેધક કહો તો તે તમારા અનુમાનમાં “ધર્મી” અર્થાત્ પક્ષ શું છે? તે કહો. શું સકલપ્રત્યક્ષ એ જ પક્ષ છે? કે સકલપ્રત્યક્ષવાળો કોઈ પુરૂષ એ પક્ષ છે? સકલપ્રત્યક્ષ એ જ પક્ષ છે એમ જો કહેશો તો તે અનુમાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org