________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
૩૯૩
જણાવાતા સમસ્ત હેતુઓ આશ્રયાસિધ્ધતા નામના હેત્વાભાસને પામે છે. કારણ કે તમારા મતે તે ધર્મી તરીકે રજુ કરાયેલ પક્ષ અપ્રસિધ્ધ છે. સારાંશ કે જેમ જ્ઞાનાવિવું સુમિ અવિશ્વત્થાત્ સોનારવિશ્વવત્ આ અનુમાનમાં રજુ કરાયેલ “ગગનારવિન્દ” પક્ષ (આશ્રય) જ જગતમાં નથી તો હેતુ પક્ષમાં ક્યાંથી વર્તે ? તેથી આશ્રયાસિધ્ધ હેત્વાભાસ થાય છે તે જ પ્રમાણે “સનપ્રત્યક્ષ નાસ્તિ” આવું તમે જે અનુમાન રજુ કરશો. તેમાં રજુ કરાયેલ પક્ષ જ જો જગતમાં નથી તો હેતુ પક્ષમાં રહેનાર ક્યાંથી થશે ? માટે
આશ્રયાસિધ્ધ હેત્વાભાસ થશે.
હવે જો કોઈ પુરૂષવિશેષ” ધર્મી તરીકે રજુ કરશો તો તે પુરૂષ શું સર્વજ્ઞ એવો ધર્મી તરીકે બતાવાય છે કે તદન્ય અર્થાત્ અસર્વજ્ઞપુરૂષ ધર્મી તરીકે બતાવાય છે ? હવે જો ‘સર્વજ્ઞ એવો પુરૂષ” ધર્મી તરીકે કહેવાય તો તમારા પોતાનાવડે નિર્ણય કરાયેલા એવા સર્વજ્ઞને ધર્મી તરીકે કહો છો કે તમારાથી પર એવા અમારાવડે (જૈનોવડે) સ્વીકારાયેલા એવા મહાવીરાદિને સર્વજ્ઞપુરૂષ તરીકે ધર્મી કહો છો ? હવે તમારાવડે નિર્ણીત એવા (જૈમિનિમુનિ) આદિને જો ધર્મી તરીકે કહેતા હો તો તેવા પોતાના માનેલા સર્વજ્ઞમાં “તેવા પ્રકારના પ્રત્યક્ષનો' અર્થાત્ સકલપ્રત્યક્ષનો પ્રતિષેધ બુધ્ધિપૂર્વક કાર્ય કરનારા એવા તમારે કરવો કેમ ઉચિત કહેવાશે ? કારણ કે જૈમિનિ આદિ મુનિમાં તે સર્વજ્ઞતાનો નિર્ણય કરાવનારા એવા પ્રમાણની સાથે જ તે સકલપ્રત્યક્ષના પ્રતિષેધનો બાધ આવશે જ. સારાંશ એ છે કે -
તમે મીમાંસકોએ જે જૈમિની આદિ મુનિને સર્વજ્ઞ તરીકે માન્યા છે, જેમનો સર્વજ્ઞ તરીકેનો નિર્ણય તમે કરી લીધો છે એવા આ જૈમિનિ આદિ મુનિઓનો પક્ષ કરીને તેમાં સકલપ્રત્યક્ષનો જો તમે નિષેધ કહેતા હો તો, એટલે અમારા મીમાંસકોના સર્વજ્ઞ તરીકે માનેલા જૈમિનિ આદિ મુનિઓ (પક્ષ), સર્વજ્ઞ નથી, એમ જો કહેતા હો તો તમે જે પ્રમાણથી પ્રથમ તેઓને સર્વજ્ઞ માન્યા છે તે સર્વજ્ઞ તરીકેના નિર્ણાયક એવા પ્રમાણની
સાથે જ હવે આ સકલપ્રત્યક્ષના નિષેધવાળા અનુમાનનો બાધ થશે. કારણ કે આ અનુમાનમાં “નાસ્તિ” સાધ્ય કહો છો અને તેનાથી વિરૂદ્ધ “અસ્તિ” સાધ્ય પ્રથમ કોઈ પણ પ્રમાણવડે તમારા વડે સ્વીકારાયેલું તો છે જ. માટે બાધિત હેત્વાભાસ થશે.
अथ सर्वज्ञत्वेन परैरभ्युपगतः पुमान् वर्धमानादिर्धर्मी, तर्हि किं तत्र साध्यम् ? नास्तित्वं असर्ववित्त्वं वा ? न तावद् नास्तित्वम्, तथाविधपुरुषमात्रसत्तायामुभयोरविवादात्, तथाव्यवहारपारमार्थिकापारमार्थिकत्व एव विप्रतिपत्तेः ।
અસર્વવિત્તું શ્વેત્ ? સ્તત્ર હેતુ:, ઉપલબ્ધિ: અનુપતધિવાં, પબ્ધિક્ષેત્, अविरुद्धोपलब्धिः विरुद्धोपलब्धिर्वा ? अविरुद्धोपलब्धिस्तावद् व्यभिचारिणी,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org