________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
જેમ આ પરવ્યક્તિ તેના હૈયાના ભાવ તમને કહે છે. તે જ રીતે વચનવડે તો અમે પણ અમારા હૈયાના ભાવ તમને કહીએ જ છીએ. એકનું કથન માનવું અને બીજાનું કથન ન માનવું. એ ન્યાય નથી.
:
મીમાંસક ઃ- હે જૈન ! તે પરવ્યક્તિએ બતાવેલા અર્થમાં સંવાદન (યથાર્થતા- પૂર્વાપર અવિરૂધ્ધતા) હોવાથી અમે તે પરવ્યક્તિના વચનને પ્રમાણયુક્ત માનીએ છીએ. (તમારૂં જૈનોનું વચન તેના જેવું સંવાદક નથી. તેથી અમે તમારૂં વચન માન્ય રાખતા નથી.)
૩૯૧
જૈન :- હૈ મીમાંસક ! “તે પરવ્યક્તિનું કથન સંવાદક છે” એમ જણાવનારૂં તમારૂં આ સંવાદકશાન પાછું પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ છે ? પ્રત્યક્ષ છે તો પારમાર્થિક છે કે સાંવ્યવહારિક છે ? ઇત્યાદિ પૂર્વે કહેલા વિકલ્પોનું જ પુનરાવર્તન કરવાથી ઉત્પન્ન થતી “અનવસ્થાદોષ રૂપી વેલડી” ને તમે કેવી રીતે કાપી શકશો (અર્થાત્ અટકાવી શકશો) ? અનવસ્થાદોષ તમને આવશે જ.
તથા વળી હે મીમાંસક ! આત્મામાં રહેલાં કોઈ પણ જ્ઞાનો ઇન્દ્રિયોનો અવિષય હોવાથી અમારૂં તમારૂં એમ સર્વેનું ઇન્દ્રિયો સંબંધી સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન સકલપ્રત્યક્ષ (કેવલજ્ઞાન)ના વિધાનમાં કે પ્રતિષેધમાં તે બીચારૂં મૂંગું જ છે. અસમર્થ જ છે.
=
તથા વળી હે મીમાંસક ! અમારા મતે તો ઘટાભાવાદિ અભાવ ભૂતલાદિના પ્રત્યક્ષવડે જણાય છે. પરંતુ તમારા મતે તો અભાવ પ્રત્યક્ષપ્રમાણવડે જણાતો જ નથી. કારણ કે ભૂતલાદિ ઉપર રહેલ ઘટાભાવ વિશેષણવિશેષ્ય નામના “સજ્ઞિકર્ષ પ્રમાણવડે' જણાય છે એમ તમે માનો છો. તો સકલપ્રત્યક્ષનો (કેવલજ્ઞાનનો) અભાવ પણ તમે સ્વકીય કે પરકીય, ઇન્દ્રિયજન્ય, કે અનિન્દ્રિયજન્ય, પારમાર્થિક કે સાંવ્યવહારિક એમ કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષવડે કેમ કહી શકશો ? તથાત્વે દિ અને જો તેમ કહેશો તો એટલે કે કેવલજ્ઞાનનો અભાવ પ્રત્યક્ષપ્રમાણવડે જણાય છે એમ કહેશો તો હરણ કરાઈ ગયું છે સર્વસ્વ જેનું એવા બીચારા આ અભાવપ્રમાણવડે હવે અત્યારે શું કરાશે ? કારણ કે અભાવપ્રમાણવડે જે શેય હતું તે જ શેય પ્રત્યક્ષપ્રમાણવડે સમજાવો છો તેથી તમારૂં જ માનેલું અભાવપ્રમાણ તો બીચારૂં તેના વડે જ્ઞાતવ્ય કોઈ ન હોવાથી નિરર્થક જ થઈ પડશે. તેથી પ્રત્યક્ષપ્રમાણ તે કેવલજ્ઞાનની બાધા વિધિ બતાવવામાં સમર્થ નથી એમ સિધ્ધ થયું. (અહીં સર્વત્ર પય શબ્દથી જૈમિનિ મુનિ સમજવા. કારણ કે મીમાંસકદર્શનના કર્તા જૈમિની મુનિ છે તેમના વચનથી તેમનો અનુયાયિવર્ગ ઉપર પ્રમાણે માને છે).
अप्रत्यक्षमपि प्रत्यक्षाभावमात्रम्, अपरप्रमाणरूपं वा प्रणिगद्येत ? आद्यं चेत्, तर्हि निद्राणदशायामम्भस्स्तम्भकुम्भाम्भोरहाम्भोधरादिगोचरप्रत्यक्षाभावात् तेषामभावो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org