________________
૩૯)
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા
"तादृक्षप्रत्यक्षप्रतिक्षेपदक्षं प्रत्यक्षं प्रावर्तिष्ट मम" इति तेन कथनाच्चेत् - यदि कथिते प्रत्ययः, तर्हि "तादृक्षाध्यक्षप्रतिक्षेपि प्रत्यक्षं नास्त्येव" इत्युत्तम्भितहस्ता वयं व्याकुर्महे, इति किं न तथाऽनुमन्यसे ? अथ न यौष्माकीणः प्रमाणप्रवीणः समुल्लापः । परकीयः कथमिति वाच्यम् ? न खल्वयं स्वप्रत्यक्षं त्वत्प्रत्यक्षं कर्तुं शक्नोति, वचसा तु यथाऽसौ कथयति तथा वयमपि ।
अथ तदुपदर्शितेऽर्थे संवादात् तद्वचः प्रमाणम्, (इति चेत्) - ननु एवं प्रत्यक्षम्अप्रत्यक्षं वा संवादकं स्यात् ? इत्यादि पूर्वोक्ताऽऽवर्तनेनाऽनवस्थावल्लिस्लसन्ती कथं कर्तनीया ? किञ्च संविदामिन्द्रियागोचरत्वादैन्द्रियं अध्यक्षं सकलप्रत्यक्षस्य विधौ प्रतिषेधे वा मूकमेव वराकम् ? न च त्वन्मतेनाभावः प्रत्यक्षेण प्रेक्ष्यते, तथात्वे हि किमिदानीमपहृतसर्वस्वेन तपस्विनाऽभावप्रमाणेन कर्तव्यम् ? तन्न प्रत्यक्षं तद्बाधविधानसंविधानोद्धरम् ॥
મીમાંસક :- હે જૈન ! આવા પ્રકારના કેવલજ્ઞાનની પ્રતિષ ધ અમે પરકીય ઈન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાનથી કહીએ છીએ. તેનું કારણ એ છે કે - “તેવા પ્રકારના સકલપ્રત્યક્ષનો પ્રતિક્ષેપ અર્થાતુ નિષેધ કરવામાં દક્ષ એવું પ્રત્યક્ષજ્ઞાન મને થયેલું છે” એવું તે પરવ્યક્તિવડે (જૈમિનિ મુનિવડે) કહેવાયું છે. તેથી તે પરવ્યક્તિના (જૈમિનિ મુનિના) વચનવિશ્વાસથી અમે આ પ્રમાણે કહીએ છીએ.
જૈન :- હે મીમાંસક ! જો આ પ્રમાણે તમે કહેતા હો, અને તમને પરવ્યક્તિના (જૈમિનિ મુનિના) કથનમાં જ વિશ્વાસ હોય તો ઉંચા ઉછાળ્યા છે હાથ જેઓએ એવા અમે (અર્થાત્ હાથ ઉંચા ઉંચા કરીને દરેક લોકો વધારે સાંભળે તે રીતે) કહીએ છીએ કે “તેવા પ્રકારના સકલપ્રત્યક્ષનું પ્રતિક્ષેપ કરવાવાળું કોઈ (પરકીય પણ) પ્રત્યક્ષ છે જ નહીં” આવું અમારું કથન તમે તે પરવ્યક્તિની જેમ કેમ સ્વીકારતા નથી? કથનમાત્ર તો બન્નેમાં સમાન જ છે. તો પરનું કથન (જૈમિનિ મુનિનું) માન્ય કરો અને અમારું કથન માન્ય ન કરો તેનું કારણ શું?
મીમાંસક :- હે જૈન ! તમારો (જૈનોનો) ઉલ્લાપ પ્રમાણથી યુક્ત નથી. અર્થાત્ તમારૂ કથન યુક્તિયુક્ત નથી માટે અમે તમારું કથન માન્ય રાખતા નથી.
જૈન :- તો પરકીય જે સમુલ્લાપ તે કેમ પ્રમાણ માનો છો ? જ વસ્તુ મયં = ખરેખર આ પરવ્યક્તિ પણ પોતાનું પ્રત્યક્ષજ્ઞાન તમને પ્રત્યક્ષ કરાવવાને (તેનું પ્રત્યક્ષજ્ઞાન તમને દેખાડવાને) સમર્થ નથી. કારણ કે જ્ઞાન અમૂર્તિ છે. તે દેખી શકાતું નથી અને દેખાડી પણ શકાતું નથી. માત્ર વચનવડે જ હૈયાના ભાવ સમજાવાય છે. તો વચનવડે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org