________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
૩૮૯
હવે જો બીજો પક્ષ કહો તો એટલે આપણે ઇન્દ્રિયજન્ય જ્ઞાન સર્વત્ર અને સર્વદા કેવલજ્ઞાનનું બાધક છે એમ જો કહો તો અમે તમને પુછીએ છીએ કે (૧) સકલદેશ અને સકલકાલનું અવલોકન કરીને પછી આ કેવળજ્ઞાનનો અભાવ તમે કહો છો ? કે (૨) અન્યથા = સકલ દેશ-કાલને જોયા વિના જ કહો છો? હવે જો આ બે પક્ષોમાંથી પ્રથમપક્ષ કહો તો એટલે “મનિધ્ય” = સર્વ દેશ-સર્વકાલ જોઈને પછી જો તમે કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરતા હો તો “તમે ઘણુ લાંબુ જીવો અને આનંદ પામો” એવી અમે તમને આશિષ આપીએ છીએ કારણ કે સર્વકાલોની (ત્રણે કાલોની) સર્વે ક્ષણોના સમૂહને, અને અશેષ (સર્વ) દેશવિશેષને જાણનારા એવા મત = આપના વિષે જ તેવા પ્રકારના વેદનની (જ્ઞાનની) આપોઆપ પ્રસિધ્ધિ થઈ જ જાય છે. તમે જેનો નિષેધ કરો છો તે જ કેવલજ્ઞાન તમારામાં સાબિત થાય છે. કારણ કે તમે જ સર્વ ક્ષેત્ર અને સર્વ કાલ જોનારા અને જાણનારા થયા. મવતિ પ્રયોગમાં મવદ્ શબ્દનું સપ્તમી એકવચન છે. તમારામાં જ કેવળજ્ઞાન સિધ્ધ થાય છે એવો અર્થ નીકળે છે. - હવે જો “મનીન" = સર્વ દેશ અને સર્વ કાળ જોયા જાણ્યા વિના જ જો તમે તે કેવલજ્ઞાનનો નિષેધ કહેતા હો તો સર્વ દેશ અને સર્વકાળને જાણ્યા વિના “સર્વત્ર અને સર્વદા તેવું કેવલજ્ઞાન નથી જ' એવા પ્રકારનો અનુભવ કેવી રીતે થાય ? કારણ કે જો આપણે સર્વત્ર અને સર્વદા જાણતા જ ન હોઈએ તો ત્યાં કેવલજ્ઞાનનો અભાવ આપણાથી યથાર્થપણે કેમ વર્ણવી શકાય?
હવે જો પરકીય સાંવ્યવહારિક ઈન્દ્રિયોભૂતપ્રત્યક્ષજ્ઞાન કેવલજ્ઞાનનું બાધક તમે કહેતા હો તો ત્યાં પણ રૂાન-મૂત્ર આ વર્તમાનકાલ અને આ જ ક્ષેત્રે તે જ્ઞાન કેવલજ્ઞાનનો બાધ કરે છે? કે “સર્વત્ર સર્વ વા” સર્વક્ષેત્રે અને સર્વકાળે તે જ્ઞાન કેવળજ્ઞાનનો બાધ કરે છે ? ઇત્યાદિ વિકલ્પોની જાળથી જર્જરીભૂત બની ચુકેલું તે પરકીય ઈન્દ્રિયોભૂત જ્ઞાન તે કેવલજ્ઞાનની બાધા કરવાની ધુરાને ધારણ કરવા માટે શક્તિમત્તાને ધારણ કરતું નથી. કારણ કે ત્યાં પણ આ જ દોષો આવે છે કે જો આ કાલે અને આ ક્ષેત્રે નિષેધ કરતું હોય તો તેવો નિષેધ તો અમે પણ કરીએ જ છીએ એટલે પિષ્ટપેષણ જ થયું અને જો સર્વક્ષેત્રે અને સર્વકાલે નિષેધ કરતું હોય તો તે સર્વક્ષેત્ર અને સર્વકાળને જોઈને કહો તો તે જોનારા જ કેવલજ્ઞાનવાળા થયા, અને જોયા વિના નિષેધ કરો તો તે નિષેધ યથાર્થ હોઈ ન શકે. ઈત્યાદિ દોષજાળ આવશે જ.
તથા વળી હે મીમાંસક! બીજાના ઘરની આવા પ્રકારની ગુપ્ત વાતને જાણનારા તમે કેવી રીતે બન્યા? અર્થાતુ પરકીય ઈન્દ્રિયોદ્દભૂત સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન કેવળજ્ઞાનનો બાધ કરે છે આ વાત તમે કેવી રીતે જાણી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org