________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
૩૮૭
જે મીમાંસક આ સકલપ્રત્યક્ષને (અર્થાત્ કેવલજ્ઞાનને) માનતા નથી, તેઓની મનીષાની (બુધ્ધિની) મનીષા (ચર્ચા) કરવા જેવી છે. તે આ પ્રમાણે- તમે સકલપ્રત્યક્ષ એવા (કેવલજ્ઞાન) નો પ્રતિક્ષેપ અર્થાત્ નિષેધ જે કરો છો તે શું કેવલજ્ઞાન સ્વીકારવામાં કોઈ બાધકદોષ દેખાવાથી કે કેવલજ્ઞાનને સાધક કોઈ પ્રમાણ ન મળવાથી કરો છો ?
હવે જો પહેલો પક્ષ કહો તો એટલે કે બાધક હોવાથી એ પક્ષ જો કહો તો કેવલજ્ઞાનને સ્વીકારવામાં શું પ્રત્યક્ષ પ્રમાણ બાધક છે? કે અપ્રત્યક્ષપ્રમાણ બાધક છે? જો પ્રત્યક્ષપ્રમાણ તમારી પાસે બાધક હોય તો તે પ્રત્યક્ષપ્રમાણ પારમાર્થિક છે? કે સાંવ્યવહારિક છે? હવે જો પારમાર્થિક હોય તો શું વિકલ છે? કે સકલ છે? અને જો વિકલ હોય તો પણ શું અવધિજ્ઞાનરૂપ છે ? કે મન:પર્યાયજ્ઞાનરૂપ છે ? આ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બન્નેમાંથી કોઈ પણ જ્ઞાન કેવલજ્ઞાનને સ્વીકારવામાં બાધકપ્રમાણ છે એમ જો કહેશો તો તે કલ્યાણ માટે નથી. કારણ કે આ બ શાનો અનુક્રમે રૂપીદ્રવ્ય અને મનોવર્ગણામાત્રનો જ વિષય હોવાથી તે કેવલજ્ઞાનની બાધા કરાવવામાં = બાધ જણાવવામાં અધીર (અસમર્થ છે. અવધિજ્ઞાન રૂપીદ્રવ્યોને જ માત્ર જણાવે છે અને મન:પર્યાય જ્ઞાન મનોવર્ગણાનાં પુદ્ગલોને જ માત્ર જણાવે છે. જ્યારે કેવલજ્ઞાન અમૂર્તઅરૂપી ગુણ છે. તેને જણાવવામાં, કે તે નથી એમ જણાવવામાં અર્થાતુ કેવલજ્ઞાનનો નિષેધ જણાવવામાં આ બન્ને જ્ઞાનો અશક્તિમત્ત જ છે.
હવે “સકલ” પ્રત્યક્ષ એ કેવલજ્ઞાનનું બાધક છે એમ જો ત્રીજો પક્ષ કહેશો તો અહો ! આશ્ચર્યની વાત છે. તમારી પવિત્ર વિચારોની ચતુરાઈ અહો આશ્ચર્યકારી છે કે કેવલજ્ઞાન જ (સકલપ્રત્યક્ષ જ) આ કેવલપ્રત્યક્ષના અભાવને જણાવે છે એમ તમે કહો છો. પૂર્વાપરવિરૂદ્ધ બોલતા હોવાથી તમારી વિચારોની પવિત્ર ચતુરાઈ કંઈક આશ્ચર્યકારી દેખાય છે. હવે તો વંધ્યા સ્ત્રી પણ પુત્રોને જન્મ આપશે, અને વધ્યાપુત્ર પણ ઉત્તમોને (કુંડળ-મુગટ આદિ અલંકારોને) ધારણ કરશે. સારાંશ એ છે કે વધ્યા સ્ત્રી હોય અને પુત્ર પ્રસવ કરે છે. એમ બોલવું, તથા વધ્યાપુત્ર અલંકારોથી સુશોભિત છે એમ બોલવું જેમ શોભા પામતું નથી તેમ મીમાંસકનું કેવલજ્ઞાનવડે જ કેવલજ્ઞાન નથી એમ કહેવું, તે પણ શોભા પામતું નથી. પૂર્વાપર વિરૂદ્ધ હોવાથી.
सांव्यवहारिकमप्यनिन्द्रियोद्भवम्, इन्द्रियोद्भवं वा ? न तावत् प्रथमम्, अस्य प्रातिभातिरिक्तस्य स्वात्माऽविष्वग्भूतसुखादिमात्रगोचरत्वात् । प्रातिभं तु तद्बाधकं नानुभूयत एव । ऐन्द्रियं तु स्वकीयं परकीयं वा ? स्वकीयमपीदानीमत्र तद् बाधेत, सर्वत्र सर्वदा वा ? प्राचि पक्षे, पिष्टं पिनष्टि भवान्, तथा तदभावस्यास्माभिरप्यभीष्टेः । द्वितीये तु सर्वदेशकालानाकलय्येदं तदभावमुद्भावयेत् ? इतरथा वा ? आकलय्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org