________________
વિકલ અને સકલ પ્રત્યક્ષનાં લક્ષણો
विशिष्टचारित्रवशेन योऽसौ मनः पर्यायज्ञानावरणक्षयोपशमः, तस्मादुद्भूतं मानुषक्षेत्रवर्तिसंज्ञिजीवगृहीत- मनोद्रव्यपर्यायसाक्षात्कारि यज्ज्ञानं तन्मन: पर्यायજ્ઞાનમિત્યર્થ: ારરા
વિશિષ્ટ પ્રકારના ચારિત્રની પાલનાના વશથી ઉત્પશ થયેલો જે આ મન:પર્યાયજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, તેનાથી ઉત્પન્ન થયેલું, અઢી દ્વીપપ્રમાણ મનુષ્યક્ષેત્રવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોવડે ગ્રહણ કરાયેલાં જે મનોવર્ગણાનાં પુદ્ગલ દ્રવ્યો તેને, તથા તેના પર્યાયોને જાણવાના વિષયવાળું સાક્ષાત્કાર કરવાના વિષયવાળું જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. ૨૨॥
૩૮૫
सकलप्रत्यक्षं लक्षयन्ति અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એમ બે પ્રકારનું વિકલપ્રત્યક્ષ સમજાવીને હવે કેવળજ્ઞાન નામનું સકલપ્રત્યક્ષ જણાવે છે - सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् ॥२३॥
=
સૂત્રાર્થ :- વિશિષ્ટ એવી સામગ્રીવિશેષ પ્રાપ્ત થવાથી ઉત્પન્ન થયેલા એવા સમસ્ત આવરણીયકર્મના ક્ષયની અપેક્ષાવાળું, સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોને સાક્ષાત્કાર કરવાના સ્વરૂપવાળું એવું જે કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. ૨૩
सामग्री सम्यग्दर्शनादिलक्षणाऽन्तरङ्गा । बहिरङ्गा तु जिनकालिकमनुष्यभवादिलक्षणा । ततः सामग्री- विशेषात् प्रकर्षप्राप्तसामग्रीतः समुद्भूतो यः समस्तावरणक्षयः सकलघातिसंघातविघातस्तदपेक्षं, सकल-वस्तुप्रकाशस्वभावं केवलज्ञानं ज्ञातव्यम् ॥
Jain Education International
સકલપ્રત્યક્ષ એટલે કેવલજ્ઞાન, (જ્યાં ફક્ત જ્ઞાન જ છે અર્થાત્ અજ્ઞાન અંશતઃ પણ નથી તે કેવલજ્ઞાન-પૂર્ણજ્ઞાન, સકલપ્રત્યક્ષ). તેની ઉત્પત્તિમાં અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકારની સામગ્રી આવશ્યક છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયી એ અંતરંગ (આત્માના પરિણામરૂપ) સામગ્રી છે. તથા જિનેશ્વરપ્રભુની વિદ્યમાનતામાં પ્રાપ્ત થયેલ મનુષ્યભવ અને આદિ શબ્દથી પ્રથમસંઘયણ વિગેરે રૂપ ઔદિયકભાવની જે સામગ્રી તે બાહ્યસામગ્રી, આ બન્ને પ્રકારની સામગ્રીવિશેષ મળવાથી, એટલે કે અતિશય પ્રકર્ષને પામેલી એવી આ બાહ્ય-અત્યંતર સામગ્રી મળવાથી ઉત્પન્ન થયેલો એવો જે સમસ્ત આવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય અર્થાત્ ઘનઘાતી એવાં સર્વ ઘાતી કર્મોના સમૂહનો મૂળથી સંપૂર્ણ વિનાશ, તેની અપેક્ષાવાળું, તથા સર્વ દ્રવ્યો અને
For Private & Personal Use Only
www.jainelibrary.org