________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૮ ૩
અંધકાર પ્રધ્વસાભાવાત્મક કહી શકાય નહીં. અહીં ટીકાકારશ્રીએ “તે જ આલોકના પ્રાગભાવ”નું દૃષ્ટાન્ત આપ્યું છે. પરંતુ ઘટ-પટ આદિ કોઈ પણ પદાર્થના પ્રાગભાવનું દેખાત અહીં સંભવી શકે છે. કારણ કે જે કોઈ પ્રાગભાવ હોય તે અનાદિ-સાત્ત હોવાથી પ્રäસાભાવાત્મક બની શકે નહીં. તેમ અંધકાર પણ વિનાશી હોવાથી આલોકના પ્રäસાભાવાત્મક માની શકાય નહીં.
नापीतरेतराभावः, तस्य प्रसृतेऽपि प्रचण्डे मार्तण्डीये तेजसि सद्भावेन तमिस्रायामिव वासरेऽपि तमः- प्रतीतिप्रसङ्गात् ।
વળી હે નૈયાયિક! આ અંધકાર આલોકના અન્યોન્યાભાવ સ્વરૂપ પણ નથી. કારણ કે જે જેના અન્યોન્યાભાવાત્મક હોય છે. તે બન્ને પદાર્થો સાથે ભાવાત્મકપણે દેખાય છે. જેમ ઘટ એ પટના અને પટ એ ઘટના અન્યોન્યાભાવાત્મક છે. તેથી ઘટ-પટ બન્ને સાથે રહી શકે છે. તેમ અહીં પણ જો અન્યોન્યાભાવ માનશો તો પ્રચંડ એવું સૂર્યસંબંધી તેજ આ જગતમાં જ્યારે વ્યાપ્ત થયું હોય ત્યારે દિવસે પણ તસ્ય = તે અંધકાર સભૂત હોવાના કારણે રાત્રિની જેમ દિવસે પણ) તેવું જ ગાઢ તે અંધારું દેખાવાપણાનો પ્રસંગ આવશે. ઘટ-પટ અરસપરસ અન્યોન્યાભાવાત્મક હોવા છતાં સાથે હોય છે તેમ દિવસે સૂર્યસંબંધી તેજ પ્રસૃત હોવા છતાં દિવસે જ રાત્રિની જેવું અંધારૂ તેજની સાથે જ રહેવું જોઈએ. પરંતુ રહેતું નથી. માટે અન્યોન્યાભાવ પણ નથી.
नाप्यालोकस्यात्यन्ताभावस्तमः, तस्य स्वकारणकलापोपनिपातकाले समुत्पद्यमानत्वात् । इति पक्षाष्टकेनाप्यघटमानत्वाद् नानुमानिक्यपि तमसोऽभावरूपतास्वीकृतिः ॥
તથા વળી હે તૈયાયિક! આ અંધકાર આલોકના અત્યંતાભાવાત્મક પણ નથી. કારણ કે તે અંધકાર પોતાની ઉત્પત્તિનાં કારણોનો સમૂહ જ્યારે આવી મળે છે. ત્યારે ઉત્પન્ન થતું દેખાય છે. નિયાયિકોના મતે અત્યન્તાબાવ નિત્ય હોવાથી ઉત્પત્તિ-નાશ રહિત છે. હવે જો અંધકાર એ આલોકના અત્યંતાભાવાત્મક હોત તો આકાશ પુષ્પ-કે વંધ્યાપુત્રાદિની જેમ તેની ઉત્પત્તિ-વિનાશ થાય જ નહીં. પરંતુ અંધકારની ઉત્પત્તિનાં કારણો (પ્રદીપાદિનો વિરહ અને કૃષ્ણ શીતસ્પર્શવાળાં પુગલોની વિદ્યમાનતા આદિ રૂપ કારણો) મળે છતે ઉત્પત્તિ થતી દેખાય છે. તથા પ્રદીપાદિના સર્ભાવમાં અંધકાર નાશ પામતું પણ દેખાય છે. માટે ઉત્પત્તિ-વિનાશવાનું હોવાથી આ અંધકાર આલોકના અત્યતાભાવાત્મક પણ નથી.
આ પ્રમાણે અંધકારનો તેજના પ્રાગભાવાદિ ચારમાંથી કોઈ એક પણ અભાવમાં અંતર્ભાવ થતો નથી. ઉપર જણાવેલા આઠ પક્ષોમાંના કોઈ પણ પક્ષવડે અંધકાર એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org