________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૮ ૧
જો આદ્ય પક્ષ કહો એટલે કે આ અંધકાર એ આલોકના પ્રાગભાવાત્મક છે એમ જો કહો તો અમે જૈનો તમને પુછીએ છીએ કે આ અંધકાર એ શું એક આલોકના પ્રાગભાવાત્મક છે? કે અનેક આલોકના પ્રાગભાવાત્મક છે ? હવે જો આ અંધકાર એક આલોકના પ્રાગભાવાત્મક છે એમ તમે કહેશો તો તે ઉચિત નથી. કારણ કે ધારો કે આ અંધકાર પ્રદીપના આલોકના અભાવાત્મક માનો તો પ્રદીપનો આલોક આવે ત્યારે જ નિવર્તમાન થવો જોઈએ, પરંતુ પ્રદીપના આલોકની જેમ જ ચંદ્ર-સૂર્ય વિગેરેના આલોકવડે પણ તે અંધકાર નિવર્તમાન થતો અનુભવાય જ છે. હકીકત તો આ સંસારમાં એવી હોય છે કે જે જેનો પ્રાગભાવ હોય તે તેનાવડે જ નિવર્તમાન થાય, જેમ કે પટનો પ્રાગભાવ પટ આવે ત્યારે જ નિવર્તમાન થાય છે. પરંતુ ઘટ આવવાથી તે પટપ્રાગભાવ નિવર્તન પામતો નથી. તેથી જો આ અંધકાર પ્રદીપાલોકનો પ્રાગભાવ હોત તો તેના વડે જ રિવર્તન પામત, પરંતુ અન્ય આલોકવડે નહીં, એવી જ રીતે આ અંધકાર જો ચંદ્રના આલોકનો પ્રાગભાવ હોત તો ચંદ્ર આવે ત્યારે જ નિવર્તન પામે, અન્યથા નહીં પરંતુ એમ બનતું નથી. તેથી આ અંધકાર કોઈ એક આલોકનો પ્રાગભાવ છે એમ તમે કહી શકશો નહીં.
હવે હું તૈયાયિક ! તમે કદાચ એમ કહો કે - આ અંધકાર એ અનેક આલોકના અભાવાત્મક છે. તો તે પણ વ્યાજબી નથી. કારણ કે કોઈ પણ એક આલોક આવે તો પણ તે અંધકાર નિવર્તમાન થતો દેખાય છે. પટના પ્રાગભાવની જેમ જ. સારાંશ એ છે કે જો આ અંધકાર અનેક આલોકના અભાવાત્મક જ હોય તો અંધારી રાત્રિમાં માત્ર એક પ્રદીપ જ લાવવામાં આવે તો પણ અંધકાર નિવર્તમાન થતો જે દેખાય છે તે ન દેખાવો જોઈએ. કારણ કે જે જેનો અભાવ હોય તે આવે છતે જ તેનું નિવર્તન થાય જેમ પટનો પ્રાગભાવ પટ આવે તો જ નિવર્તન થાય, તેમ રાત્રિનું અંધારૂ જો અનેક આલોકના અભાવાત્મક જ હોય તો પ્રદીપ-ચંદ્ર-સૂર્યાદિ અનેક આલોક જ્યારે આવે ત્યારે જ નિવર્તમાન થવું જોઈએ, માત્ર એક પ્રદીપવડે નહીં, અને માત્ર એક પ્રદીપવડે અંધકાર નિવર્તમાન થાય તો છે જ. માટે આ પક્ષ પણ ઉચિત નથી.
નૈયાયિક - હે જૈન ! તમે અમારો આશય બરાબર સમજ્યા નથી. કારણ કે અમે પ્રત્યેક પ્રકાશવાર પોત-પોતાનાવડે દૂર કરવા લાયક એવા અંધકારના (અનેક) ભેદો માનતા હોવાથી રાત્રિમાં ગાઢ અંધકારમાં અનેકવિધ અંધકાર છે. તેમાંથી પ્રદીપાદિ કોઈ એક પ્રકાશક આલોક આવે ત્યારે તે એક આલોકવડે તેના સંબંધી નિવર્તનને યોગ્ય એવું તમોવિશેષ નિવર્તન પામવા છતાં પણ સૂર્ય-ચંદ્ર-આદિવડે (પૂષન્ એટલે સૂર્ય) નિવર્તન કરવા યોગ્ય એવું બીજું તમસું ત્યાં છે જ. કારણ કે જ્યારે રાત્રિમાં પ્રદીપ લાવો છો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org