________________
૧ ૩૮૮
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા
चेत्- आकालं नन्दताद् भवान् । भवत्येव सकलकालकलाकलापाशेषदेशविशेषवेदिनि वेदनस्य तादृशः प्रसिद्धः। अनाकलय्य चेत् - कथं सकलदेशकालाऽनाकलने सर्वत्र सर्वदा वेदनं तादृग् नास्तीति प्रतीतिसलसेत् । परकीयमपीदानीमत्र तद्भावं बाधेत, सर्वत्र सर्वदा वेत्यादिविकल्पजालजर्जरीभूतं न तद्बाधनधूरां धारयितुं धीरतां दधाति । कथं वा परगृहरहस्याभिज्ञो भवानेवमभूत् ?
હવે જો કેવળજ્ઞાનનો બાધ કરનાર “સાંવ્યવહારિક પ્રત્યક્ષ” છે. આમ હે મીમાંસક! તમે કહેતા હો તો સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે (૧) અનિજિયોભવ (મનથી ઉત્પન્ન થનારું) અને (૨) ઈન્દ્રિયોભવ (ઈન્દ્રિયોથી ઉત્પન્ન થનારૂ) આ બેમાંથી કયા જ્ઞાનવડે તમે કેવલજ્ઞાનનો પ્રતિષેધ કરો છો ? સાં વ્યવહારિક પ્રત્યક્ષમાં પણ શું અનિન્દ્રિયોદ્ભુતજ્ઞાન કેવલજ્ઞાનના બાપને જણાવે છે? કે ઈન્દ્રિયોદ્ભુતજ્ઞાન કેવલજ્ઞાનના બાધને જણાવે છે?
ત્યાં પ્રથમ અનિન્દ્રયોભૂત (મનથી થનારું) જ્ઞાન તો કેવલજ્ઞાનના બાધને કહી શકશે નહીં. કારણ કે મનમાં થનારા એક પ્રતિભા જ્ઞાનને મુકીને બીજું કોઈ પણ પ્રકારનું અનિન્દ્રિયથી થનારૂં જ્ઞાન આત્માથી અભેદભાવે રહેલા સુખ-દુઃખ આદિના સંવેદન માત્રને જ જણાવનારૂં છે. અર્થાત્ માનસિક જ્ઞાન પોતાના આત્મામાં રહેલા સુખ-દુઃખાદિ ગુણોનો જ અનુભવ કરાવવામાં સમર્થ છે. આ જ્ઞાન કેવલજ્ઞાનના અસ્તિત્વ કે નાસ્તિત્વને જણાવામાં અસમર્થ છે.
પ્રાતિજ્ઞાન (પ્રતિભા વિશેષથી થનારૂં જ્ઞાન) કેવળજ્ઞાનના બાધક તરીકે હાલ અનુભવાતું નથી. કારણ કે આવું પ્રાતિજ્ઞાન અત્યારે કોઈને હોય એવો અનુભવ થતો હાલ દેખાતો નથી.
ઈન્દ્રિયજન્ય જ્ઞાનને જો કેવલજ્ઞાનનું બાધક કહેતા હો તો અમે તમને પુછીએ કે શું સ્વકીય ઈન્દ્રિયજન્યજ્ઞાન કેવલજ્ઞાનનું બાધક છે? કે પરકીય ઈન્દ્રિયજન્યજ્ઞાન કેવળજ્ઞાનનું બાધક છે ? જો સ્વકીય (પોતાની જ) ઈન્દ્રિયજન્યજ્ઞાન કેવલજ્ઞાનનું બાધક કહો તો તે જ્ઞાન આ કાલે, આ ભરતક્ષેત્રે જ કેવલજ્ઞાનનો બાધ કરે છે કે સર્વક્ષેત્રે અને સર્વકાલે તે જ્ઞાન કેવલજ્ઞાનનો બાધ કરે છે? હવે જો તમે પ્રથમપક્ષ કહો તો એટલે રૂાની અને માત્ર અત્યારે આ કાળે અને આ ક્ષેત્રે તે જ્ઞાન કેવલજ્ઞાનનો બાધ કરે છે એમ જ કહો તો તમે દળેલાને જ દળો છો. અર્થાત્ તમે પિષ્ટપેષણ જ કરો છો. કારણ કે તથા = વર્તમાનકાળે અને આ ભરતક્ષેત્રમાં તમાવી = તે કેવલજ્ઞાનનો અભાવ તો અમારા વડે પણ કહેવાય જ છે. (પરંતુ તેનાથી સર્વત્ર અને સર્વદા તેનો નિષેધ સિધ્ધ થતો નથી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org