________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
દેખાવાના સ્વભાવવાળા છે. છતાં નથી એમ નહી, પરંતુ છે. તેવી જ રીતે સર્વજ્ઞત્વ પણ સામાન્યથી ન દેખાય તેવા સ્વભાવવાળું હોવા છતાં “સર્વજ્ઞ નથી” એમ કહી શકાય નહીં. નિશાચરની જેમ, આ પ્રમાણે હેતુ સાધ્યાભાવમાં (નિશાચરના અસ્તિત્વમાં) વર્તતો હોવાથી આ અનુપલબ્ધિ વ્યભિચાર દોષવાળી થાય છે.
અને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તત્વના વિશેષણવાળી એવી અનુપલબ્ધિ રૂપ બીજા પક્ષવાળી સ્વભાવાનુપલબ્ધિ જો કહેવામાં આવે તો “અસિધ્ધ” હેત્વાભાસ દોષ આવશે. કારણ કે “સર્વવિત્ત્વ” એ આકાશ પરમાણુ, હૃયણુક, આદિની જેમ સ્વભાવથી જ અદૃશ્ય છે. એટલે દેખાતાં નથી, પરંતુ નથી એટલે નથી દેખાતાં એમ નહીં, પરંતુ છે જ. તેવી રીતે સર્વજ્ઞત્વ પણ અમૂર્તસ્વરૂપ હોવાથી અનુપલબ્ધિરૂપ છે. પરંતુ ઉપલબ્ધિ સ્વરૂપ હોય અને અનુપલબ્ધ હોય તેવું નથી. અર્થાત્ દેશ્ય હોય અને ન દેખાતું હોય તેમ નથી. માટે હેતુ જ પક્ષમાં વર્તતો નથી અર્થાત્ અવૃત્તિ છે.
૩૯૯
હવે વ્યાપકાનુપલબ્ધિ વિગેરે બાકીના ચારમાંનો કોઈ પણ વિકલ્પ જો કહેવામાં આવે તો તે વિકલ્પો તુચ્છ છે. કારણ કે તમારે જે “સર્વવિત્ત્વ” નો નિષેધ કરવો છે. તેનું વ્યાપક છે સકલ પદાર્થોનું સાક્ષાત્કારિત્વ, કારણ કે જ્યાં જ્યાં સર્વવિત્ત્વ હોય ત્યાં ત્યાં સર્વત્ર વ્યાપક પણે સકલપદાર્થનું સાક્ષાત્કારિત્વ હોય છે. માટે આ વ્યાપક છે. સર્વવિત્ત્વનું કાર્ય છે અતીન્દ્રિય એવી નરક-નિગોદાદિ પદાર્થોનો પણ ઉપદેશ આપવો તે. સર્વવિત્ત્વનું કારણ છે સકલજ્ઞાનાવરણીય કર્મનો વિનાશ. અને સર્વવિત્ત્વનું સહચરાદિ છે ક્ષાયિક ચારિત્રાદિ (ક્ષાયિક યથાખ્યાતચારિત્ર, ક્ષાયિક કેવલદર્શન, ક્ષાયિક અનંતવીર્યાદિ).
=
ભગવાન્ મહાવીર સ્વામી આદિ આત્માઓમાં “સર્વવિત્ત્વ” નો નિષેધ કરવા માટે ઉપરોક્ત વ્યાપકની, કાર્યની, કારણની અને સહચરની અનુપલબ્ધિ હોવી જરૂરી છે. જો તે તે વ્યાપકાદિની અનુપલબ્ધિ (અવિદ્યમાનતા) હોય તો વ્યાપ્યનો પણ અવશ્ય નિષેધ થાય છે. પરંતુ તંત્ર તે મહાવીરસ્વામી આદિ મહાત્મા પુરૂષોમાં તદ્દનુપલબ્ધીનાં તે તે વ્યાપક એવા સકલાર્થસાક્ષાત્કારિત્વની, કાર્ય એવા અતીન્દ્રિયવસ્તુના ઉપદેશની, કારણ એવા જ્ઞાનાવરણીય કર્મના સર્વથા વિલયની અને સહચર એવા યથાખ્યાતાદિક્ષાયિકચારિત્રાદિની અનુપલબ્ધિ (અવિધમાનતા)ની સિધ્ધિ કરવામાં તમારી પાસે કોઈ હેતુ નથી. કારણ કે તમારી પાસે એવા કોઈ પ્રબળ નિર્દોષ હેતુઓ નથી કે જે હેતુઓવડે ઉપરોક્ત વ્યાપકાદિ ચારમાંની કોઈ એકની પણ અનુપલબ્ધિ સિદ્ધ થાય. અને અનુપલબ્ધિ વિના સર્વવિત્ત્વનો નિષેધ કેમ થાય ? માટે આ ચારે વિકલ્પો અસિદ્ધ છે. તુચ્છ છે.
હવે જો સર્વજ્ઞ એવા મહાવીરસ્વામી આદિ મહાપુરૂષોથી અન્ય એવા અમારા-તમારા જેવા, અર્થાત્ દેવદત્તાદિ અન્યને જો પક્ષ બનાવવામાં આવે અને એવા કોઈ ધર્મીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org