________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
૩૯૭
(૩) શું વર્ધમાનસ્વામીમાં સામાન્યથી વøત્વ માત્ર જ છે? આ ત્રણ પ્રકારના વક્નત્વમાંથી કયા પ્રકારનું વકતૃત્વ કહો છો કે જે સર્વજ્ઞતાથી વિરૂદ્ધનું કાર્ય હોવાથી વર્ધમાન સ્વામીમાં સર્વજ્ઞતાનો પ્રતિષેધ તે કરી શકે?
જો આઘભેદ કહેશો તો તમારો હેતુ પક્ષમાં અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ છે. કારણ કે ભગવાનવર્ધમાનસ્વામી આદિમાં તેવા પ્રકારના (પ્રમાણથી વિરૂદ્ધ એવા) અર્થોનું વતૃત્વ જ નથી. ભગવાન વર્ધમાન સ્વામી પૂર્વાપર અવિરૂદ્ધ અર્થભાષી હોવાથી ઉપરોક્ત વિરૂદ્ધાર્થભાષિત્વ તમારો હેતુ ભગવાનું વર્ધમાનસ્વામીમાં ન હોવાથી અસિધ્ધ છે.
જો બીજો ભેદ કહેશો તો એટલે ભગવાન વર્ધમાનસ્વામી અવિરૂદ્ધ અર્થના વક્તા છે માટે સર્વજ્ઞ નથી. એમ જો કહેશો તો આ હેતુ “વિરૂદ્ધકાપલબ્ધિ” કહેવાશે નહીં. પરંતુ કાપલબ્ધિ જ (અર્થાતુ અવિરૂદ્ધ કાર્યોપલબ્ધિ જ) કહેવાશે કે જે આ ઉપલબ્ધિ સર્વજ્ઞતાની વિધિને જ (અસ્તિત્વને જ) સાધી શકે છે. જો વિરૂદ્ધ એવું કાર્ય દેખાતું હોય તો જ નાસ્તિ સિદ્ધ થાય, જેમ કે રૂટ્ય સ્ત્રી, બ્રહ્મચારિઓ, પુત્રવેન્દ્રીત્ જેમ પુત્રવત્ત્વ એ બ્રહ્મચર્યથી વિરૂદ્ધ કાર્ય છે. તેથી તે બ્રહ્મચારિત્વનો નિષેધ જ જણાવે. પરંતુ અવિરૂદ્ધ અર્થનું વકતૃત્વ એ સર્વજ્ઞતાનું વિરૂદ્ધ કાર્ય નથી. માટે સર્વજ્ઞતાનું નાસ્તિત્વ જણાવે નહીં. પરંતુ વિધિ જ (અસ્તિત્વ જ) જણાવી શકે છે. જેમ ધૂમધ્વજ (અગ્નિ)ની સિદ્ધિમાં કારણભૂત મુકાયેલા ધૂમાત્મક કાર્યની ઉપલબ્ધિ અગ્નિની વિધિ જ બતાવે. પરંતુ નિષેધ બતાવે નહીં. અને તમારૂં સાધ્ય તો નાસ્તિ હતું. જ્યારે આ હેતુ “અસ્તિ” માં વર્તે છે. તેથી હેતુ સાધ્યાભાવમાં વર્તવાથી વિરૂદ્ધ હેત્વાભાસ થશે.
હવે જો ત્રીજો ભેદ કહેશો તો એટલે કે સામાન્યવકતૃત્વમાત્ર હોવાથી “સર્વજ્ઞતા નાસ્તિ” એમ જ કહેશો તો આ હેતુ સર્વવિજ્યમાં અને અસર્વવિન્દ્રમાં એમ બન્નેમાં વર્તી શકે છે. એટલે સાધ્યમાં અને સાધ્યાભાવમાં એમ બન્નેમાં વર્તે છે. તેથી અનૈકાન્તિક હેત્વાભાસ થશે. કારણ કે સામાન્ય વસ્તૃત્ત્વ માત્રમાં સર્વવિત્ત્વનું કાર્યત્વ માનવામાં કોઈ પણ જાતનો વિરોધ નથી. અર્થાત્ સર્વવિહુ પણ હોય અને વક્તા પણ હોય, એમાં કંઈ વિરોધ નથી. ____अनुपलब्धिरपि विरुद्धानुपलब्धिः, अविरुद्धानुपलब्धिर्वा ? विरुद्धानुपलब्धिस्तावद् विधिसिद्धौ एव साधीयस्तां दधाति । अनेकान्तात्मकं वस्तु एकान्तस्वरूपानुपलब्धेः, इत्यादिवत् । अविरुद्धानुपलब्धिरपि स्वभावानुपलब्धिः, व्यापकानुपलब्धिः, कार्यानुपलब्धिः, कारणानुपलब्धिः, सहचराद्यनुपलब्धिर्वाऽभिधीयेत? स्वभावानुपलब्धिरपि सामान्येन उपलब्धिलक्षणप्राप्तत्वविशेषणा वा व्याक्रियेत ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org