________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
૩૯૫
તમારો હેતુ વ્યભિચારી હેત્વાભાસ થશે. જેમ શબ્દઃ નિત્ય, પ્રયત્વીત, પદવત્ આ અનુમાનમાં શબ્દની અંદર નિત્યત્વનો નિષેધ કરનાર તરીકે કહેવાતો પ્રમેયત્વ હેતુ સાધ્યાભાવ એવા આકાશમાં વિદ્યમાન હોવાથી જેમ વ્યભિચારી છે. તેમ તમારા ઉપરોક્ત બન્ને હેતુઓ પણ વ્યભિચારી થશે. કારણ કે સાધ્યાભાવ એવા સર્વજ્ઞમાં પણ પુરૂષત્વ અને વસ્તૃત્વધર્મ હોઈ શકે છે. સર્વજ્ઞત્વની સાથે પુરૂષત્વ અને વસ્તૃત્વ એ કંઈ વિરોધી ધર્મ નથી. માટે સાથે હોઈ શકે છે.
હવે જો “વિરૂદ્ધોપલબ્ધિ” હેતુ કહેતા હો તો (૧) શું સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિ છે? કે (૨) શું વિરૂદ્ધવ્યાપલબ્ધિ છે ? કે (૩) શું વિરૂદ્ધકાપલબ્ધિ છે ? કે (૪) શું વિરૂદ્ધકારણોપલબ્ધિ છે? કે (૫) શું વિરૂદ્ધસહચરાદિ (સહચર-પૂર્વચર અને ઉત્તરચરાદિ) ની ઉપલબ્ધિ છે. સામાન્યથી એવો ન્યાય છે કે જે સાધ્ય સાધવું હોય તે સાધ્યથી વિરૂદ્ધ એવો સ્વભાવ દેખાતો હોય, સાધ્યથી વિરૂદ્ધ એવું વ્યાપ્ય દેખાતું હોય, સાધ્યથી વિરૂદ્ધ કાર્ય દેખાતું હોય, સાધ્યથી વિરૂદ્ધ કારણ દેખાતું હોય અને સાધ્યથી વિરૂદ્ધ સહચરાદિ હેતુઓ જો દેખાતા હોય તો સાધ્યનું અસ્તિત્વ સિધ્ધ થતું નથી. પરંતુ સાધ્યનું નાસ્તિત્વ સિધ્ધ થાય છે. તમારે સર્વજ્ઞનું અસ્તિત્વ માન્ય નથી. એટલે નાસ્તિત્વ સાધવું છે. તો નાસ્તિત્વ સાધનારા ઉપરોક્ત હેતુઓમાંથી કહો, કયો અને કેવા પ્રકારનો હેતુ તમે માનશો ?
નાદ્ય, = પહેલી સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ તમે કહી શકશો નહીં. મંત્ર નં નાપ્તિ તાદિનાત્ = અહીં સાથે જે જલ, તેનો સ્વભાવ શીતળતા, તેનાથી વિરૂદ્ધ જે દાહકતા, તે દેખાતી હોવાથી જલનું અસ્તિત્વ સિધ્ધ થતું નથી પરંતુ જલનું નાસ્તિત્વ સિદ્ધ થાય છે. તેવી જ રીતે અહીં સાધ્ય જે સર્વજ્ઞત્વ, તેની સાથે સ્વભાવવિરૂધ્ધતા કિંચિદ્જ્ઞત્વસ્ય (અર્થાત્ અલ્પજ્ઞત્વ) તે અલ્પજ્ઞત્વ, જો વર્ધમાનસ્વામી આદિમાં ઉપલબ્ધ થતું હોય તો સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ સિદ્ધ થઈ શકે. પરંતુ તત્ર = તે વર્ધમાન સ્વામી આદિમાં
અલ્પજ્ઞત્વ” ને સાધનારૂં કોઈ જ પ્રમાણ નથી. જો જ્ઞાન ઉપર આવરણ હોય, રાગદ્વેષાદિ હોય, પૂર્વાપરવિરૂદ્ધભાસિત્વ હોય, અજ્ઞાનદશા હોય, આવા કોઈ હેતુઓ અલ્પજ્ઞત્વના સાધક ત્યાં હોય તો સર્વજ્ઞત્વનું નાસ્તિત્વ તમે સિધ્ધ કરી શકો છો. પરંતુ અલ્પજ્ઞત્વના સાધક એવાં આ કોઈ પણ પ્રમાણો ત્યાં વર્ધમાન સ્વામીમાં દેખાતાં નથી તેથી સર્વજ્ઞતાનું નાસ્તિત્વ સિધ્ધ થતું નથી.
હવે વિરૂદ્ધવ્યાખોપલબ્ધિ આદિ આગળના ચાર વિકલ્પો પણ અહીં ઘટનાને પામતા નથી. સંગત થતા નથી. કારણ કે તમારે જેનો પ્રતિષેધ કરવો છે તે પ્રતિષેધ કરવા લાયક એવા સર્વજ્ઞત્વનું વિરૂધ્ધ જે અલ્પજ્ઞત્વ, તેનું વ્યાપ્ય જે કેટલાક જ પદાર્થોનું સાક્ષાત્કારિત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org