________________
સર્વજ્ઞતાની સિદ્ધિની ચર્ચા
૪ 0 1
હવે જો બીજો પક્ષ કહો તો “આ સંસારમાં ક્યાંય સર્વજ્ઞ નથી” એવું કહેનારો આ પુરૂષ કેવલજ્ઞાનવિનાના એવા સર્વ સંસારી જીવોની પર્ષદાને (અર્થાત્ સમસ્ત જીવોને) જુએ છે? અને પછી કહે છે કે કોઈ કેવલી નથી? કે સર્વપુરૂષોને જોયા વિના જ કહે છે કે કોઈ કેવલી નથી ?
જો પ્રાશ્યપક્ષ (પ્રથમ પક્ષ) કહો તો તે પુરૂષ તે સર્વજ્ઞતાનો પ્રતિષેધ કેમ કરી શકે? કારણ કે તચૈવ = તે પુરૂષને જ, તાત્મિતત્વીત્ = “સર્વ પુરૂષો કેવલજ્ઞાન વિનાના છે” એવા પ્રકારનું સર્વસંસારનું જ્ઞાન થયેલું હોવાથી, અર્થાત્ જો તેણે સર્વસંસારના પુરૂષોને (કેવલજ્ઞાન રહિતપણે) જોયેલા જ છે અને પછી નિષેધ કરે છે તો તે જ સર્વજ્ઞ થયા. તેથી સર્વજ્ઞતાનો નિષેધ તે કેમ કરી શકે ? અને હવે એમ કહો કે સર્વજ્ઞતાનો નિષેધ કરનારા આ પુરૂષે સંસારી સર્વજીવોને (કેવલજ્ઞાન સહિત છે કે કેવલજ્ઞાન રહિત છે એમ) જોયેલા જ નથી. આવા પ્રકારનો બીજો પક્ષ જો કહો તો “સર્વજ્ઞતાનો નિષેધ” કોઈ પણ રીતે થઈ શકે નહીં. કારણ કે તેવા પ્રકારના અલ્પજ્ઞ પુરૂષવડે કહેવાયેલા શાસ્ત્રવચનને, રસ્તે ચાલતા ગમાર (બુદ્ધિહીન) પુરૂષના કુત્સિત વચનોની જેમ પ્રમાણ સ્વરૂપ કહી શકાય જ નહીં. જો આ કહેનાર સર્વજ્ઞ નથી તો તેમના વચનમાં વિશ્વાસ કેમ કરાય? અને જો આ કહેનાર સર્વજ્ઞ જ છે તો તે “સર્વનો નિષેધ” કેમ કરી શકે ?
હવે “અર્થોપત્તિ” નામનું પ્રમાણ પણ તે સર્વજ્ઞત્વનું બાધક નથી. કારણ કે “સર્વજ્ઞતાનો” અભાવ માન્યા વિના સિધ્ધ ન જ થઈ શકે તેવો કોઈ પણ પદાર્થ, (અથવા કોઈ પણ ગુણધર્મ) છ પ્રમાણથી સિધ્ધ થતો દેખાતો નથી. જેમ રાત્રિભોજન માન્યા વિના દેવદત્તમાં દિવસે અભોજન હોતે છતે દેખાતું ભૂલત્વ સંભવી શકતું નથી. તેથી અર્થોપત્તિથી રાત્રિભોજન કલ્પવું જ પડે છે. તેવી રીતે અહીં “સર્વજ્ઞતાનો અભાવ” ન માનીએ તો કોઈ પદાર્થ અથવા કોઈ ગુણધર્મ જે દેખાતો હોય તે ઘટી શકે નહીં એવું થતું હોય તો સર્વજ્ઞતાના અભાવની સિધ્ધિ અર્થોપત્તિથી અવશ્ય થાય જ. પરંતુ એવું અહીં કોઈ દેખાતું નથી.
ઉપમાન નામનું પ્રમાણ પણ “સર્વજ્ઞતાનું બાધક” થઈ શકતું નથી. કારણ કે તે તો સાદેશ્યતાને જ માત્ર બતાવવાના વિષયવાળું છે. તેથી તે નિષેધક બનતું નથી. આ પ્રમાણે (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) શાબ્દ, (૪) અથપત્તિ, અને (૫) ઉપમાન, એમ તમારાં માનેલાં ભાવાત્મક પાંચ પ્રમાણોમાંથી કોઈ પણ એક પ્રમાણ સર્વજ્ઞતાની બાધા બતાવવામાં બધ્ધકક્ષ (સમર્થ) નથી.
__ नाप्यभावरूपम्, तस्य सत्तापरामर्शिप्रमाणपञ्चकाप्रवृत्तौ सत्यां भावात् । न चासौ समस्ति, "विवादास्पदं कस्यचित् प्रत्यक्षम्, प्रमेयत्वात्, पटवत्" इति तद्ग्राहकानुमानस्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org