________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
પામતા નથી. કારણ કે તે પદાર્થો જ ન હોવાથી ઉપચાર કરવામાં કારણભૂત એવી સાર્દશ્યતાદિ હોતી નથી. જો કોઈ પદાર્થ હોય તો તેમાં સાઠેશ્યતા વિચારી શકાય, પરંતુ જો પદાર્થ જ નથી, અર્થાત્ ધર્મી જ નથી તો પછી તેમાં ઈતરદ્રવ્યની સાથેનો સાદૃશ્યધર્મ ક્યાંથી આવવાનો છે ? ધર્મ વિના ધર્મ હોઈ શકે નહીં. માટે આ વ્યપદેશ ઔપચારિક કહેશો તો પણ અંધકાર એ ભાવાત્મક જ દ્રવ્ય સિધ્ધ થાય છે. પરંતુ અભાવાત્મક સિધ્ધ થતું નથી જ.
३८०
तथा नाभावरूपं तमः, प्रागभावाद्यस्वभावत्त्वात्, व्योमवत् । न चायमपि હેતુરસિદ્ધઃ । તાહિ - માતોસ્ય પ્રાગમાવઃ, પ્રધ્વંસામાવ:, કૃતોતામાવ:, અત્યન્તામાવો वा तमो भवेत् ? आद्ये एकस्य अनेकस्य वाऽयं तत् स्यात् ? न तावदेकस्यालोकस्य प्रागभावस्तमः, प्रदीपालोकेनेव प्रभाकरालोकेनापि तस्य निवर्त्यमानत्वात् । यस्य हि ય: પ્રાભાવ:, સ: તેનૈવ નિવર્ત્ય, યથા પટપ્રાગમાવ: ટેનૈવ, નાપ્યનેસ્ય, જેન निवर्त्यमानत्वात् पटप्रागभाववदेव । न च वाच्यम् - "प्रत्यालोकं स्वस्वनिवर्तनीयस्य तमसो भेदात् प्रदीपादिना निवर्तितेऽपि तमोविशेषे पूषादिनिवर्तनीयं तमोऽन्तरं तदा तदभावाद् न निवर्तते इत्येकेन निवर्त्यमानत्वादिति हेतुरसिद्धः" इति, प्रदीपादिनिवर्तिततमसि प्रदेशे - दिनकरादिनिवर्तनीयस्य तमोऽन्तरस्योपलब्धिलक्षणप्राप्तस्याऽनुपलब्धेः, संप्रतिपन्नवत् । यदि चेदं प्रागभावस्वभावं स्यात्, तदा प्रदीपप्रभाप्रबन्धप्रध्वंसेऽस्योत्पत्तिर्न स्यात् । अनादित्वात् प्रागभावस्य ।।
તથા વળી હે નૈયાયિક ! અંધકાર એ અભાવાત્મક નથી પરંતુ ભાવાત્મક દ્રવ્ય છે તે માટે બીજું અનુમાન પણ આ પ્રમાણે છે અંધકાર એ (પક્ષ), અભાવાત્મક નથી (સાધ્ય), આલોકના પ્રાગભાવાદિ ચાર પ્રકારના અભાવોમાંથી કોઈ એક પણ અભાવસ્વરૂપતાનો સ્વભાવ ન ઘટતો હોવાથી (હેતુ), આકાશની જેમ (દૃષ્ટાન્ત),
જ્યાં જ્યાં પ્રાગભાવાદિ ચાર પૈકી એક પણ પ્રકારની આલોકની અભાવસ્વભાવતા ઘટતી ન હોય ત્યાં ત્યાં અભાવસ્વરૂપતા હોતી નથી જેમ આકાશ, એ આલોકના અભાવાત્મક નથી તેમ અહીં અંધકારમાં પણ સમજવું. અમારો જૈનોનો આ હેતુ અસિધ્ધ છે એમ હે નૈયાયિક ! ન કહેવું. કારણ કે જો આ અંધકાર આલોકના અભાવસ્વભાવતાવાળો હોય તો કહો કે આ અંધકાર આલોકના શું પ્રાગભાવાત્મક છે ? શું પ્રધ્વંસાભાવાત્મક છે ? શું ઈતરેતરાભાવાત્મક (અન્યોન્યાભાવાત્મક) છે ? કે શું અત્યન્તાભાવાત્મક છે ? તમારા મતે અભાવ ચાર પ્રકારના છે. હવે હે નૈયાયિક ! કહો કે આ અંધકાર એ આલોકના કયા પ્રકારના અભાવસ્વરૂપ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org