________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૭૯
સુશોભિત એવા (ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા સ્વરૂપ શેષ) જ્યોતિશ્ચક્રને તમે કંઈક અંશે પણ નિસ્તેજ કરો છો તેથી તમારો આ તેજપુંજ મને પ્રિય લાગતો નથી. અહીં નદી શબ્દથી અંધકારનો વ્યપદેશ કર્યો છે. ૩l.
આ પ્રમાણે નિતર, નિર અને નફરી આદિ શબ્દોવડે અંધકારનો વ્યપદેશ થતો હોવાથી અંધકાર એ અવશ્ય ભાવાત્મક દ્રવ્ય જ છે પરંતુ અભાવાત્મક નથી.
औपचारिक एवायं तत्र तद्व्यपदेश इति चेत्-नैवम्-एतदभावरूपताप्रसिद्धि विना घनतरादिव्यपदेशस्य भावरूपमुख्यार्थबाधाविरहेण तस्यौपचारिकत्वाऽयोगात् । तथात्वेऽपि वा तस्य तमसो भावरूपतैव प्रसिद्ध्यति । न खलु कुम्भाद्यभावस्तथाप्रकारोपचारगोचरचारितामास्तिनुते, तत्र सादृश्याद्युपचारकारणाभावात् ॥
નૈયાયિક :- હે જૈન ! અંધકારમાં ઘનતર-નિકર અને લહરી આદિ શબ્દોનો જે વ્યપદેશ તમે ઉપર જણાવ્યો છે તે વ્યપદેશ તે અંધકારમાં જે થાય છે આ ઔપચારિક જ છે. અર્થાત્ વાસ્તવિક નથી, કાલ્પનિક છે. તેથી અંધકાર ભાવાત્મક સિધ્ધ થતો નથી.
જેન - હે તૈયાયિક ! આ પ્રમાણે તમારે કહેવું નહીં, કારણ કે આ અંધકારની અભાવાત્મકતા સિધ્ધ કર્યા વિના આ ઘનતરાદિનો વ્યપદેશ ભાવસ્વરૂપતારૂપ મુખ્ય અર્થ સ્વીકારવામાં કોઈ પણ જાતની બાધા (દોષ) ન હોવાથી તે વ્યવહાર ઔપચારિક છે એમ કહી શકાય નહીં. મુખ્ય અર્થ સ્વીકારવામાં જો કોઈ પણ જાતની બાધા આવતી હોય તો જ ઔપચારિકતા સ્વીકારાય. અહીં કોઈ બાધા નથી. માટે ઔપચારિકતા નથી.
અથવા તથાāfi = માની લો કે આ વ્યપદેશ તેમ જ છે અર્થાતું ઔપચારિક જ છે તો પણ તે તમની ભાવાત્મકતા જ સિધ્ધ થશે. કારણ કે જે બે ભાવાત્મક પદાર્થો હોય છે ત્યાં જ એક ભાવાત્મક પદાર્થમાં કોઈ ધર્મથી સદેશતા હોવાના કારણે બીજા ભાવાત્મક પદાર્થનો ઉપચાર કરાય છે. જેમ કે “નિવાર્થ ભાવ:” આ માણસ અગ્નિ જ છે. અહીં અગ્નિમાં જેમ દાહાત્મકતા છે તેમ માણવકમાં ગુસ્સો છે. તેથી માણવકમાં અગ્નિનો ઉપચાર કરાય છે પરંતુ બન્ને ભાવાત્મક છે તો જ ઉપચાર કરાય છે. એવી જ રીતે “સિહોવું માઈવિ:” “ફાય પોષઃ તિ' ઇત્યાદિ માણવકમાં બળવત્તરતાથી સિંહનો ઉપચાર, ગંગાતટમાં શીતળતા અને પવિત્રતાથી ગંગાનો ઉપચાર કરાય છે. તેમ અહીં ઉપચાર માનશો તો પણ અંધકાર ભાવાત્મક દ્રવ્ય જ સિધ્ધ થશે. કારણ કે ભાવાત્મક દ્રવ્યમાં જ સાદૃશ્યતાથી ઈતરદ્રવ્યનો ઉપચાર થાય છે, પરંતુ કુંભાભાવાદિ જે જે અભાવાત્મક છે. તે તે તેવા પ્રકારના ઉપચારના વિષયની આચરણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org