________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૭૭
દ્રવ્યો છે. પરંતુ અભાવસ્વરૂપ નથી. તેવી જ રીતે આલોક અને અંધકાર વચ્ચે પણ વધ્યઘાતકભાવવાળો વિરોધ હોવા છતાં પણ બન્ને દ્રવ્યો જ છે. એમ સિધ્ધ થાય છે.
અતિશય ગાઢ અંધકારથી ભરપૂર ભરેલા રસ્તા ઉપર ચારે તરફ ફેલાતા દીપકની પ્રભાના તેજપુંજવડે અંધકારના સમૂહનો આડંબર વિનાશ પામતો દેખાતો હોવાથી. એટલે કે ચોતરફ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તે જ વખતે જો દીપક કરવામાં આવે તો પાણીથી જેમ અગ્નિ બુઝાય તેમ અંધકાર નાશ પામતો જગમાં દેખાય જ છે. માટે આલોક એ ઘાતક છે અને અંધકાર એ વધ્યું છે. તે બન્ને વચ્ચે વધ્યઘાતકભાવ છે જ. અને વધ્યઘાતકભાવ ભાવાત્મક બેની વચ્ચે હોય છે. ઉંદર-બીલાડીની જેમ, તેથી આ બન્ને દ્રવ્યો જ છે.
(८) भावरूपताप्रसाधकप्रमाणाभावोऽप्यसिद्धः, तत्प्रसाधकानुमानसद्भावात् । तथाहि- भावख्यं तमः, घनतरनिकरलहरिप्रमुखशब्दैर्व्यपदिश्यमानत्वात्, आलोकवत् । न चासिद्धिः साधनस्य, तथाहि -
रहःसंकेतस्थो घनतरतमःपुञ्जपिहिते, . वृथोन्मेषं चक्षुर्मुहुरुपदधानः पथि पथि । खटत्कारादल्पादपि निभृतसंप्राप्तरमणी,
भ्रमभ्राम्यबाहुर्दमदमिकयोत्ताम्यति युवा ॥१॥ તથા હે નૈયાયિક ! અંધકારને અભાવાત્મક સાધવા માટે તમે “મવરૂપતિપ્રસTઘપ્રHISTમાવ” નામનો આઠમો હેતુ કદાચ કહો તો તે પણ તમારો હેતુ સ્વરૂપસિધ્ધ હેત્વાભાસ છે. તમારું કહેવું એમ છે કે અંધકાર એ ભાવાત્મક દ્રવ્ય છે. એવા પ્રકારની તેની ભાવાત્મક સ્વરૂપતાને સાધી આપે એવાં કોઈ પ્રમાણો મળતાં નથી. તેથી અમે અંધકારને અભાવાત્મક દ્રવ્ય માનીએ છીએ. તો હે તૈયાયિક ! તમારી આ વાત તદ્દન અસિદ્ધ છે. કારણ કે તે અંધકારને ભાવાત્મક દ્રવ્ય તરીકે સાધી આપે તેવાં અનુમાનપ્રમાણો છે જ. તે અનુમાન પ્રમાણો આ પ્રમાણે છે -
તમ. (પક્ષ), ભવિષે (સાધ્ય), નિતર, નિર, નદી-pપુરષ શબૈર્થપતિશ્યમાન–ાત્ (હેતુ), અંધકાર એ ભાવાત્મક દ્રવ્ય છે. ઘનતર, નિકર અને લહરી વિગેરે શબ્દોવડે વ્યપદેશ કરાતો હોવાથી, આજે અંધારું ઘણું જ ઘનતર છે અર્થાત્ ગાઢ અંધારૂં છે. તથા અંધકારનો પુંજ છે. અંધકારની લહરીઓ શીતળ લાગે છે. ઈત્યાદિમાં આવા પ્રકારના શબ્દપ્રયોગો થાય છે. ઘનતર આદિ શબ્દોવડે જેનો જેનો વ્યવહાર કરાય છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org