________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૭૫
તેને દ્રવ્યથી અતિરિક્ત કાર્ય કહો છો ? કે (૨) અન્ય કોઈ હેતુથી અંધકારને દ્રવ્યથી અતિરિક્ત કાર્યત્વ હેતુ જણાવો છો ?
પહેલો પણ જો તમે કહો તો તે ઉચિત નથી. કારણ કે તેમ માનવામાં તમને પરસ્પરાશ્રય (અન્યોન્યાશ્રય) દોષ આવશે. તે આ પ્રમાણે - તમે પ્રથમ અંધકારનું અભાવાત્મક સાધ્ય સાધવા માટે જ “દ્રવ્યાતિરિક્તકાર્યત્વ” હેતુ રજુ કર્યો છે. હવે જો આ હેતુની સિધ્ધિ અભાવાત્મક સાધ્યથી જ કરવાની હોય તો તે અભાવાત્મક સાધ્યની પ્રથમ સિધ્ધિ થશે પછી જ તે દ્રવ્યાતિરિક્તકાર્યત્વ હેતુની સિધ્ધિ થશે, અને તતડપ = તે દ્રવ્યાતિરિક્તકાર્યત્વની સિધ્ધિ થશે પછી જ તેનાથી જ ના રૂતિ = તે અંધકાર અભાવાત્મક છે એવા સાધ્યની સિધ્ધિ થશે. આ પ્રમાણે સાધ્ય સામાનદશાવાળું હોવાથી સિધ્ધ નથી, તેથી હેતુ સિધ્ધ થશે નહી, અને હેતુ સિધ્ધ થશે નહી ત્યાં સુધી સાધ્ય સિધ્ધ થશે નહી. એમ પરસ્પરાશ્રય દોષ આવશે. હવે જો અન્ય કોઈ બીજા હેતુથી તે વ્યાતિરિલાયંત્ર હેતુની સિધ્ધિ કરશો તો અંધકારને અભાવાત્મક સિધ્ધ કરવા માટે પ્રથમ “વ્યાતિરિર્યત્વ" હેતુ મુકવો અને પછી તે હેતુને સિધ્ધ કરવા માટે વળી અન્ય બીજો હેતુ મુકવો. તેના કરતાં તે અન્યતુ જ રજુ કરવો જોઈએ. વચ્ચેના આ હેતુવડે સર્યું. કારણ કે આ હેતુ નપુંસકતુલ્ય નિરર્થક જ છે. જેમ કાર્ય સિધ્ધ થયા પછી જ ઉપસ્થાયિ (હાજર) થનારા એવા કૃત્રિમ (બનાવટી) ભકિતવાળા સેવકવડે કંઈ પ્રયોજન નથી. તેમ જ અન્ય હેતુ લાવવો જ પડતો હોય તો તે અન્ય હેતુથી જ સાધ્યસિધ્ધિ કરવી જોઈએ આ હેતુ નિરર્થક જ થશે. માટે એકદેશ અસિધ્ધ હેત્વાભાસ હોવાથી હે તૈયાયિક ! તારો આ હેતુ પણ યથાર્થ નથી.
(७)आलोकविरोधित्वमपि न साधीयः, न हि यो यविरोधी, स तदभावस्वभाव एव, वारि-वैश्वानरयोः परस्पराभावमात्रतापत्तेः । अथ सहानवस्थानलक्षणो विरोधस्तिमिरस्याऽभावस्वभावतासिद्धौ साधनत्वेनाभिप्रेतः न वध्यघातकभावः । स च भावाभावयोरेव सम्भवी, न पुनर्द्वयोरपि भावयोः । तदिहाऽऽलोकानवकाशे सत्येव समुज्जृम्भमाणस्यान्धकारस्याभावस्त्पता एव श्रेयसी, कुम्भाभाववदिति चेत् - तदपवित्रम्, अत्रापि वध्यघातकभावस्यैव भावात्, घनतरतिमिरपूरिते पथि प्रसर्पता प्रदीपप्रभाप्राग्भारेण तिमिरनिकुरम्बाडम्बरविडम्बनात् ॥
નૈયાયિક :- અંધકાર એ અભાવાત્મક છે એ વાત સિધ્ધ કરવામાં અમે “આલોકવિરોધિત્વ” એ હેતુ મુકીશું. અંધકાર એ આલોકનો (પ્રકાશનો) વિરોધી હોવાથી આલોકના અભાવ સ્વરૂપ છે. પરંતુ વાસ્તવિક કોઈ દ્રવ્ય નથી. એમ અમે કહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org