________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
થાય છે. અંધકાર (પક્ષ), રૂપવાનૢ છે (સાધ્ય), કાળાપ્રકારના વર્ણવાળા પણે પ્રતીતિ થતી હોવાથી (હેતુ), નીલકમળની જેમ (દૃષ્ટાન્ત), આ અનુમાનથી પણ તે અંધકારમાં રૂપવત્ત્વની પ્રતીતિ થાય છે. જો અંધકાર પ્રકાશના અભાવાત્મક જ હોય તો તેની કાળાકાળા રૂપવાળા પણે પ્રતીતિ થાય જ નહીં કારણ કે અભાવ એ કોઈ પદાર્થ જ નથી, તેથી તેમાં રૂપ હોય જ નહીં, તે તો રૂપરહિત જ હોય, જેમ રૂપરહિત એવા ઘટાભાવાદિ અભાવ કદાપિ કાળાવર્ણ રૂપે પ્રતીયમાન થતા કોઈવડે જોવાયા નથી. અને જોવાતા પણ નથી. તેવી રીતે અંધકાર પણ જો અભાવાત્મક જ હોત તો કૃષ્ણવર્ણવાળાપણે પ્રતીતિ થાત નહીં. પરંતુ કૃષ્ણવર્ણવાળાપણે પ્રતીતિ થાય છે. માટે અવશ્ય દ્રવ્યાત્મકપદાર્થ છે. પરંતુ અભાવરૂપ નથી.
આ રીતે તમમાં રૂપવત્ત્વની સિધ્ધિ થઈ. તે હેતુ બરાબર સિધ્ધ થયે છતે “સ્પર્શવત્ત્વ” એવું અમારૂં સાધ્ય પણ યથાર્થપણે જ સિધ્ધ થાય છે. એટલે તમમાં રૂપવત્ત્વ હેતુ અને તેનાથી સિધ્ધ થનારૂં સ્પર્શવત્ત્વ સાધ્ય એમ બન્ને સિધ્ધ થાય છે.
૩૭૩
તે કારણથી તૈયાયિકોએ તમન્ના પરમાણુઓમાં કાર્યદ્રવ્યની આરંભકતાનો નિષેધ કરનારો મુકેલો “અસ્પર્શવત્ત્વ” હેતુ સ્વરૂપાસિધ્ધહેત્વાભાસ બની જાય છે. કારણ કે હેતુનુ પક્ષમાં ન રહેવું એ જ સ્વરૂપાસિધ્ધનું લક્ષણ છે. જેમ શો, મુળ:, ચાક્ષુષત્વાત્, રૂપવત્ અહીં જેમ ચાક્ષુષત્વ હેતુ રાજ્ પક્ષમાં અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિધ્ધ બને છે તે જ રીતે નૈયાયિકોએ મુકેલો અસ્પર્શવત્ત્વ હેતુ પણ તામસપરમાણુઓમાં અવૃત્તિ છે માટે અવશ્ય નૈયાયિકોનો હેતુ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે.
તથા વળી અમે જૈનો તો તામસપરમાણુઓ પુદ્ગલદ્રવ્ય છે એમ માનીએ છીએ એટલે અમને તો કોઈ હેત્વાભાસ થતો નથી. પરંતુ નૈયાયિકો તામસપરમાણુઓને દ્રવ્ય માનતા નથી આલોકનો અભાવમાત્ર રૂપે જ માને છે. છતાં તેમાં અસ્પર્શવત્ત્વ સિધ્ધ કરવા માટે જ્યારે અનુમાન લગાવે છે ત્યારે તેની પક્ષ તરીકે સ્થાપના કરે છે. તેથી અમારાથી પર એવા નૈયાયિકોને તામસપરમાણુઓની અપ્રસિધ્ધિ હોવાથી આશ્રયાસિધ્ધહેત્વાભાસ પણ થાય છે. જેમ કે જ્ઞાનાવિન્દ્ર, સુરશ્મિ, અરવિન્દ્રાત્, સોનાવિન્દ્વવત્ આ અનુમાનની જેમ જ તામસા: પરમાળવ:, अस्पर्शवन्तः, સ્પર્શવાયંદ્રવ્યસ્ય ચિતવ્યનુપત્નમ્બ્રાત્ ઇત્યાદિ કન્દલીકાર એવા શ્રીધરજીએ જે અનુમાન કહ્યું હતું તે અનુમાનમાં રજુ કરાયેલો તામસા: પરમાળવઃ એ પક્ષ જ તેઓના મતે નાવિન્દ્ર ની જેમ સંસારમાં અસિધ્ધ હોવાથી તેઓને આશ્રયાસિધ્ધ હેત્વાભાસ પણ થશે જ. એમ સિધ્ધ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org