Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

Previous | Next

Page 436
________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩ ૭૧ શા છે नाऽकलङ्कम्, उलूकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासनात् । अथास्मदादिप्रतिभासमपेक्ष्यैतदुच्यते, तदपि न पेशलम्, यतो यद्यपि कुवलयादिकमालोकमन्तरेणालोकयितुं न शक्यतेऽस्मदादिभिः, तथाऽपि तिमिरमालोकयिष्यते, विचित्रत्वाद् भावानाम् । इतरथा पीतावदातादयोऽपि तपनीयमुक्ताफलप्रमुखा नालोकनिरपेक्षवीक्षणा इति प्रदीपचन्द्रादयोऽपि प्रकाशान्तरमपेक्षेरन् । इति सिद्धं तमो रूपवत् । તથા અનુમાનપ્રમાણથી પણ તે અંધકારમાં શીતળસ્પર્શનો નિશ્ચય થઈ શકે છે. તે આ પ્રમાણે- અંધકાર (પક્ષ), સ્પર્શવાળું જ છે (સાધ્ય), રૂપવાળું હોવાથી (હેતુ), પૃથ્વીની જેમ (દષ્ટાત) જે જે રૂપવાનું હોય છે તે તે સ્પર્શવાનું પણ હોય જ છે જેમ કે માટીપત્થર-સુવર્ણ ઈત્યાદિ (અન્વયદષ્ટાન્ત), જે જે સ્પર્શવાનું નથી તે તે રૂપવાનું પણ નથી જ, જેમ કે આકાશાદિ (વ્યતિરેક દષ્ટાન્ત), આ તમસુ પણ કૃષ્ણરૂપવાળું છે. (ઉપનય), તેથી નિયમા સ્પર્શવાળું જ છે. (નિગમન). નૈયાયિક :- અંધકારમાં સ્પર્શવત્ત્વ સિધ્ધ કરવા માટે રૂપવત્ત્વ જે હેતુ મુકવામાં આવ્યો છે અસિધ્ધ છે. કારણ કે પક્ષભૂત એવા અંધકારમાં રૂપવત્ત્વ હેતુ જણાતો નથી. અને પક્ષમાં હેતુની અવૃત્તિ એ જ અસિધ્ધહેત્વાભાસ કહેવાય છે. જૈન :- અમારો આ રૂપવત્વ હેતુ અસિધ્ધ નથી. પક્ષમાં અવૃત્તિ નથી પરંતુ પક્ષવૃત્તિ છે. “આ કાળુ કાળુ અંધારૂ દેખાય છે” એવા પ્રકારની કાળા કાળા રંગના આકારની અંધકારમાં પ્રતીતિ સર્વજનમાં પ્રતીત છે. નૈયાયિક :- જો તિમિર કૃષ્ણરૂપથી યુક્ત શરીરવાળું હોય તો પોતાનો પ્રતિભાસ કરાવવામાં અવશ્ય આલોકની અપેક્ષા રાખત, કારણ કે નીલકમલ, કોયલ અને તમાલવૃક્ષ વિગેરે કૃષ્ણવર્ણવાળી સર્વ વસ્તુઓ આલોકની અપેક્ષા પૂર્વક જ દષ્ટિગોચર થાય છે. JાવUવન્તિ વહૂનિ (પક્ષ), માત્નો વાપેક્ષવીક્ષનિ (સાધ્ય), પવન્દ્રીત્ (હેતુ), વાહિવત્ (દષ્ટાન્ત), જે જે વસ્તુઓ રૂપવાળી હોય છે તે તે આલોકની અપેક્ષાએ જ સ્વપ્રતિભાસ કરે છે. જેમ કે કુવલયાદિ, અંધકાર પણ જો રૂપવાનું હોય તો આલોકવડે જ દેખાવું જોઈએ, પરંતુ આલોક ન હોય ત્યારે જ દેખાય છે. આલોક હોય ત્યારે દેખાતું નથી જ, માટે અંધકાર રૂપવાનું નથી. તેથી હે જૈન ! તમારો રૂપવત્ત્વ હેતુ પક્ષીભૂત એવા અંધકારમાં નથી તેથી અવશ્ય અસિધ્ધહેત્વાભાસ છે જ. જૈન - તત્તાન = નૈયાયિકની ઉપરોક્ત વાત અકલંકિત (નિર્દોષ) નથી. અર્થાત્ દોષથી ભરેલી છે. ઘુવડ આદિ પ્રાણીઓને (ઘુવડ-બીલાડી-ઉંદર-સર્પ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506