________________
3७०
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
જૈન - હે મૈયાયિક ! અમે જૈનો આ શીતળતાનો અનુભવ અંધકારથી થાય છે એમ માનીએ છીએ એટલે તું અમને આવો પ્રશ્ન કરે છે. પરંતુ તે અંધકાર દ્રવ્ય ન માનતો હોવાથી આ જ શીતળતાનો અનુભવ તાપાભાવ માત્રની માને છે. તેથી અમે તને પણ પુછીએ છીએ કે આવા ગાઢ કારાગારમાં નખાયેલા પુરૂષને “તાપાભાવ માત્રની નિમિત્તતા” હોતે છતે પણ તે શીતળતાનો અનુભવ સુતરાં (વધારે ગાઢ રીતે) ત્યાં કેમ થતો નથી ? તમારૂ માનેલું તાપાભાવમાત્ર કારણ તો ત્યાં પણ અત્યન્ત છે જ. તમે જ ઉત્તર આપો.
સારાંશ એ છે કે આ શીતળતાનો અનુભવ અમે જૈનો અંધકારથી માનીએ છીએ અને તમે તૈયાયિકો તાપભાવમાત્રથી માનો છો, હવે ગાઢ અંધકારવાળા કેદખાનામાં પુરાયેલા પુરૂષને અંધકાર હોવા છતાં પણ વધારે વધારે શીતળતા કેમ અનુભવાતી નથી? એમ અમને તમે પુછો છો પરંતુ તે જ પ્રશ્ન અમે તમને પુછીએ છીએ કે તાપાભાવ એવું તમારૂં માનેલું કારણ પણ તે કેદખાનામાં હોવા છતાં ગાઢ-ગાઢ શીતળતા કેમ અનુભવાતી નથી ? જે દોષ તમને પણ આવતો જ હોય તે દોષ અમને આપવો ઉચિત નથી. તેથી સમજવું જોઈએ કે આવા ગાઢ અંધકારવાળા કેદખાનામાં પુરાયેલા પુરૂષને જે અતિશય શીતળતાનો અનુભવ થતો નથી તેમાં “અંધકાર દ્રવ્ય નથી” એ કારણ નથી, પરંતુ બીજું કંઈક કારણ છે.
જળના સ્પર્શનો અનુભવ કરાવવામાં જેમ મંદ મંદ પવનની લહેરીઓનો સંબંધ જ કારણ છે તેની જેમ અંધકારના પરમાણુઓના શીતળ સ્પર્શનો અનુભવ કરાવવામાં પણ મંદ મંદ એવા પવનની લહેરીઓનો સંબંધ જ હેતુ છે. અને આવા ગાઢ બંધ કરેલા બારણાવાળા કેદખાનામાં અંધકાર પણ પુષ્કળ છે. તેના પરમાણુઓમાં શીતળતા પણ પુષ્કળ છે. પરંતુ સ્પર્શની અભિવ્યક્તિ કરાવવામાં હેતુ બનનાર એવો મંદ મંદ આ પવન ત્યાં નથી. તેથી ત્યાં તે શીતળતાનો ગાઢ અનુભવ થતો નથી.
માટે સાચું કારણ એ છે કે ત્યાં વાયુનામનું વ્યંજક દ્રવ્ય લહેરીઓ રૂપે નથી. પરંતુ અંધકારદ્રવ્યનો અભાવ એ કારણ નથી. અંધકાર તો દ્રવ્ય છે જ.
अनुमानतोऽपि तत्र स्पर्शप्रतीतिः । तथाहि - तमः, स्पर्शवद्, स्पवत्त्वात्, पृथ्वीवत् । न च रूपवत्त्वमसिद्धम्, "अन्धकार: कृष्णोऽयम्" इति कृष्णाकारप्रतिभासात् । ननु यदि तिमिरं श्यामरूपपरिकलितकलेवरं स्यात्, तदावश्यं स्वप्रतिभासे आलोकमपेक्षेत । कुवलय, कोकिल-तमालादि-कृष्णवस्तूनामालोकापेक्षवीक्षणत्वादिति चेत् - तद्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org