________________
૩ ૭ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
નિશાચર જીવોને) આલોક વિના પણ તે કૃષ્ણવર્ણવાણી વસ્તુઓનો પ્રતિભાસ થાય છે. રૂપવત્ત્વાન્ હેતુ સાધ્યાભાવવત્ વૃત્તિ હોવાથી નૈયાયિકનું અનુમાન વ્યભિચાર દોષવાળું છે. પરંતુ અકલંકિત નથી. અર્થાત્ નિર્દોષ નથી.
નૈયાયિક - અમે જે ઉપર અનુમાન લખ્યું છે તે આપણા લોકોની અપેક્ષાએ આ અનુમાન કહ્યું છે. પરંતુ ઉલુકાદિની અપેક્ષાએ નહીં. આપણ લોકોને (મનુષ્યોને) રૂપવાળી સઘળી વસ્તુઓ આલોકાપેક્ષપૂર્વક દષ્ટિગોચર થાય છે. માટે અમારો હેતુ વ્યભિચારી નથી પરંતુ યથાર્થ છે.
જૈન :- નૈયાયિકની તે વાત પણ મનોહર નથી. કારણ કે જો કે કુવલયાદિ પદાર્થો આલોક વિના અમારાવડે દેખવાને માટે શક્ય નથી તથાપિ અંધકાર આલોકની અપેક્ષા વિના દેખી શકાશે. કારણ કે જગતુના ભાવો ચિત્ર-વિચિત્ર છે. કોઈ પદાર્થો આલોક વિના ન દેખાય, અને કોઈ પદાર્થ આલોક વિના પણ દેખી શકાય છે.
જો એમ ન હોત અને આપણ લોકોને સર્વ પદાર્થો આલોકવડે જ દેખાય એવો આગ્રહ રાખીએ તો પીળા વર્ણવાલું સોનું અને (વાત) ઉજ્વળ વર્ણવાળું પાણીદાર મોતી વિગેરે પદાર્થો આલોકથી નિરપેક્ષપણે દૃષ્ટિગોચર થતા નથી, અર્થાત્ આલોક હોય તો જ દેખાય છે. તેથી પ્રદીપ-ચંદ્રાદિ પદાર્થો પણ પોતાનો પ્રતિભાસ કરાવવામાં અન્ય પ્રકાશની અપેક્ષા રાખનારા બનવા જોઈએ. પરંતુ તેમ નથી.
સારાંશ કે જેમ સુવર્ણ અને મોતી વિગેરે આલોકની અપેક્ષાપૂર્વક દષ્ટિગોચર થાય છે છતાં પ્રદીપ-ચંદ્રાદિ પદાર્થો આલોકથી નિરપેક્ષ જ દષ્ટિગોચર થાય છે. કારણ કે પદાર્થો ચિત્ર-વિચિત્ર સ્વભાવવાળા છે. તેમ નીલકમળાદિ પદાર્થો આલોકની અપેક્ષાએ જ દેખાય છે. છતાં તિમિર આલોક નિરપેક્ષ પણે જે દેખી શકાય છે. તેથી સિદ્ધ થાય છે કે તમારું અવશ્ય રૂપવાનું જ છે. માટે અમારો જૈનોન wવત્ત્વ હેતુ પક્ષવૃત્તિ હોવાથી અસિધ્ધહેત્વાભાસ નથી.
तथा तमो, रूपवत्, कार्यवत्त्वेन प्रतीयमानत्त्वात्, कुवलयवत्, इत्यतोऽपि तत्र रूपवत्त्वसिध्धिः । न खलु अत्यं कुम्भाभावादि कृष्णाद्याकारेण कदाचित् प्रतीयमानमालोकितम् - इति रूपवत्त्वसिद्धौ च सिद्धं स्पर्शवत्त्वम् । तथा च तामसपरमाणूनां कार्यदव्यारम्भप्रतिषेधोपन्यस्तमस्पर्शवत्त्वं स्वरूपासिद्धम्, परस्य तामसपरमाणूनामप्रसिद्धराश्रयासिद्धं चेति स्थितम् ॥
તથા વળી અંધકારમાં રૂપવત્ત્વની પ્રતીતિ કરવા માટે આવા પ્રકારનું અનુમાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org