________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા જૈન :- તમારો “આલોકવિરોધિત્વ” આ હેતુ પણ ઉચિત નથી. કારણ કે “જે પદાર્થ જેનો વિરોધી હોય તે પદાર્થ અભાવાત્મક હોય એવો નિયમ નથી. જો એવો નિયમ માનશો તો પાણી અને અગ્નિ આ બન્ને પરસ્પર વિરોધી હોવાથી બન્નેને અભાવતા માત્ર માનવાની આપત્તિ આવશે.
પાણી એ અગ્નિનો વિરોધી હોવાથી પાણી એ કોઈ દ્રવ્ય નથી માત્ર અગ્નિનો અભાવ જ છે એમ માનવું પડશે અને અગ્નિ એ પાણીનો વિરોધી હોવાથી અગ્નિ એ પણ કોઈ દ્રવ્ય નથી. માત્ર પાણીના અભાવસ્વરૂપ છે એમ માનવું પડશે. આવી વાત સંસારમાં - પ્રત્યક્ષ અનુભવથી સર્વથા વિરૂદ્ધ છે.
નૈયાયિક :- “વિરોધ” બે જાતનો હોય છે. (૧) સહાનવસ્થાન અને (૨) વધ્યઘાતકભાવ. બે વસ્તુઓનું સાથે ન જ રહેવું તે પ્રથમ સહાનવસ્થાનવિરોધ, અને એકનો નાશ કરીને જ બીજો આવે તે વધ્યઘાતકભાવવિરોધ.
અમે મૈયાયિકોએ તિમિરની અભાવસ્વભાવતા સિધ્ધ કરવામાં હેતુ તરીકે જે “વિરોધ” કહ્યો છે તે સહાનવસ્થાનરૂપ વિરોધ કહ્યો છે. પરંતુ વધ્યઘાતકભાવવાળો વિરોધ કહ્યો નથી. કારણ કે સ = તે સહાનવસ્થાનવાળો વિરોધ, ભાવ અને અભાવ એમ બેની વચ્ચે હોય છે. પરંતુ ભાવાત્મક એવા બે પદાર્થોમાં આ સહાનવસ્થાનવિરોધ સંભવતો નથી. જેમ કે ઘટ અને ઘટાભાવ, પટ-પટાભાવ, તત્ત્વ-તત્વભાવ, આ કદાપિ સાથે રહેતા નથી. જ્યાં ઘટ હોય ત્યાં ઘટાભાવ ન જ હોય અને જ્યાં ઘટાભાવ હોય ત્યાં ઘટ ન જ હોય. એ જ રીતે પટ અને પટાભાવ તથા તતુ અને તત્ત્વભાવ પરસ્પર સહાનવસ્થાનરૂપ વિરોધવાળા છે. તેમાં ઘટ ભાવાત્મક છે અને ઘટાભાવ અભાવાત્મક છે. પરંતુ ઘટ-પટ આ બન્ને ભાવાત્મક હોવાથી સહાનવસ્થાનરૂપ વિરોધ ત્યાં નથી કારણ કે ઘટ અને પટ સાથે રહી શકે છે. તેની જેમ અહીં પણ આલોકનો જ્યાં જ્યાં અનવકાશ હોય ત્યાં જ રહેનારા અંધકારની અભાવ સ્વરૂપતા માનવી એ જ શ્રેયસ્કર છે. ઘટ ન હોય ત્યાં જ રહેનારા ઘટાભાવની જેમ અભાવસ્વભાવતા મનાય છે તેમ આલોક ન હોય ત્યાં જ રહેનારા અંધકારને પણ દ્રવ્ય ન માનતાં આલોકના અભાવસ્વરૂપ જ માનવો ઉચિત છે.
જૈન :- નૈયાયિકની ઉપરની વાત અપવિત્ર (મિથ્યા) છે. કારણ કે અહીં આલોક અને અંધકારની વચ્ચે સહાનવસ્થાનરૂપ જ વિરોધ છે અને વધ્યઘાતકભાવરૂપ વિરોધ નથી આ વાત સત્ય નથી. ત્યાં પણ એટલે આલોક-અંધકાર વચ્ચે પણ વધ્યઘાતકભાવવાળો જ વિરોધ છે. જેમ પાણી અને અગ્નિ પરસ્પર વધ્યઘાતકભાવ વાળા હોવા છતાં બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org