________________
उ७४
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
(६) दव्यगुणकर्मातिरिक्तकार्यत्वमपि न हेतुः । द्रव्यातिरिक्तकार्यत्वस्य तस्मिन्नसिद्धत्वेनैकदेशासिद्धतापत्तेः । तत्प्रसिद्धिर्हि तस्याभावख्यतया, अन्यतो वा कुतोऽप्यभिधीयते ? नाद्यः पक्षः, परस्पराश्रयप्रसङ्गात्-अभावस्पतासिद्धौ हि तस्य द्रव्यातिरिक्तकार्यत्वसिद्धिः, ततोऽपि सेति । अन्यहेतुतस्तत्सिद्धौ तु स एवास्तु । किमनेन सिद्धोपस्थायिना कृतकभक्तिभृत्येनेव कर्तव्यम् ?
અંધકારને અભાવાત્મક પદાર્થ સિધ્ધ કરવા માટે “દ્રવ્ય-ગુણ અને કર્મથી અતિરિક્ત એવું કાર્યત્વ” આ હેતુ જો તમે રજુ કરો તો તે હેતુ પણ સાધ્ય સાધવા માટે સમર્થ નથી. તમારૂં નૈયાયિકોનું કહેવું એવું છે કે ઘટ-પટાદિ જે કાર્ય છે તે દ્રવ્યાત્મકકાર્ય છે. ઘટપટાદિમાં નીલપીતાદિ જે ગુણો ઉત્પન્ન થાય છે તે ગુણાત્મક કાર્ય છે. અને ઘટ-પટાદિમાં જે ઉક્ષેપણાદિક્રિયા થાય છે તે કર્માત્મકકાર્ય છે અને આ ત્રણ જ પ્રકારના કાર્યો આ સંસારમાં ભાવાત્મક છે. બાકીના ત્રણ પદાર્થો સામાન્ય-વિશેષ અને સમવાય નિત્ય હોવાથી કાર્યાત્મક છે જ નહીં. એટલે જે જે દ્રવ્ય-ગુણથી અને કર્મથી ભિન્ન હોતે છતે કાર્યાત્મક હોય છે તેનો અભાવમાં જ સમાવેશ થાય છે. કારણ કે દ્રવ્યાદિ ત્રણથી ભિન્ન હોવાથી દ્રવ્યાદિ ત્રણમાં તેનો સમાવેશ થઈ શકે નહીં, અને કાર્યાત્મક હોવાથી સામાન્યાદિ ત્રણમાં તેનો સમાવેશ થઈ શકે નહીં. માટે અભાવમાં જ અંતર્ભાવ થાય છે. અંધકાર પણ દ્રવ્યાદિ ત્રણથી અતિરિક્ત છે અને આલોકના વિરહમાં ઉત્પન્ન થતું હોવાથી કાર્યાત્મક છે માટે અંધકારનો સમાવેશ અભાવમાં જ થાય છે. આ પ્રમાણે નૈયાયિકોનું કહેવું છે.
જૈન :- પરંતુ તૈયાયિકોની આ વાત યુક્તિસિદ્ધ નથી. કારણ કે હેતુમાં જે કાર્યત્વ એવું વિશેષ્ય છે તે અંધકારમાં સંભવે છે. પરંતુ તેનું જે વિશેષણ છે દ્રવ્ય-ગુણ-કર્મથી અતિરિક્તત્વ, આ વિશેષણ સંપૂર્ણતયા અંધકારમાં સંભવતું નથી. માત્ર ગુણ અને કર્મથી અતિરિક્ત સંભવે છે પરંતુ દ્રવ્યથી અતિરિક્તત્વ આટલો વિશેષણનો એકભાગ (એકદેશ) અંધકારમાં સંભવતો નથી. કારણ કે અંધકાર એ પણ પુદ્ગલ દ્રવ્ય જ છે. તેથી હેતુનો
વ્યનિરિવાર્યત્વ" આટલો એકદેશ તે અંધકારમાં અસિધ્ધ હોવાના કારણે હેતુમાં એકદેશની અસિધ્ધતાની આપત્તિ આવે છે. સ્વરૂપાસિધ્ધહેત્વાભાસ બને છે.
કારણ કે અંધકાર એ પણ પુગલોનો પિંડ હોવાથી, રૂપ અને સ્પર્શવાનું હોવાથી પુદ્ગલ દ્રવ્યાત્મક જ કાર્ય છે. પરંતુ દ્રવ્યથી ભિન્ન કાર્ય નથી. વળી પ્રકાશની જેમ તેમાં પણ અણુસમૂહ છે. ચક્ષુસંયોગથી ગ્રાહ્ય છે. ઈત્યાદિ હેતુઓથી તે દ્રવ્યાત્મક જ કાર્ય છે. છતાં હે નૈયાયિકો ! તમે તે અંધકારમાં “વ્યતિરિર્વત્વ” જે હેતુ બતાવો છો તે હેતુની પ્રસિધ્ધિ કોના આધારે કરો છો? (૧) શું તે અંધકાર અભાવાત્મક છે તેના વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org