________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા
અભાવાત્મક ઘટી શકતો ન હોવાથી અંધકારની અભાવસ્વરૂપે સ્વીકૃતિ કરવી તે અનુમાન પ્રમાણથી પણ સિધ્ધ થતી નથી.
૩૮૪
एतत् सकलमपि प्रायेण छायायामपि समानमिति यथासंभवं योज्यम् । विशेषतश्चैतद्द्रव्यताप्रसिद्धिः परिपाटिप्राप्तस्याद्वादरत्नाकारदवधारणीया ।
યત્યુનરવાષિ - ‘‘તમપ્તિ સØરત: પુંસ: પ્રતિવધ: ચાત્'', ફત્યાદ્રિ, તશ્વિનમાलोकेऽपि समानमिति स एव प्रतिविधास्यति । इति किमतिप्रयत्नेन तत्रास्माकम् ? इति सिद्धे तमश्छाये द्रव्ये ॥२१॥
અંધકારના પ્રસંગમાં કરવામાં આવેલી ઉપરોક્ત સઘળી પણ આ ચર્ચા ઘણું કરીને છાયામાં પણ સમાન જ છે. માટે અંધકારને બદલે છાયા શબ્દ ગોઠવીને સઘળી પ્રશ્નઉત્તર રૂપ ચર્ચા સ્વયં જોડી લેવી. છતાં વધારે વિશેષથી આ છાયાની દ્રવ્યતાની સિધ્ધિ પરંપરાથી (ગુરૂપરંપરાથી) પ્રાપ્ત થયેલા એવા “સ્યાદ્વાદરત્નાકર” નામના મહાગ્રન્થમાંથી જાણી લેવી.
વળી તૈયાયિકોએ “અંધકાર અને છાયા એ દ્રવ્ય નથી' એમ સિધ્ધ કરવા માટે આ પ્રમાણે જે પૂર્વે કહ્યું હતું કે જો તમે જૈનો અંધકાર અને છાયાને દ્રવ્ય માનશો તો તે અંધકારમાં (અને છાયામાં) સંચરતા પુરૂષને ભીંતની જેમ અથડામણ થશે. ઇત્યાદિ જે કંઈ પૂર્વે કહ્યું હતું તે સઘળું “આલોકમાં” પણ સમાન જ છે. તેઓ આલોકને દ્રવ્ય માને છે. તો તેમાં પણ પ્રતિબંધ (અથડામણ) થવો જોઈએ. અને જો આલોકમાં પ્રતિબંધ ન થાય અને છતાં દ્રવ્ય કહી શકાય તો અંધકાર અને છાયામાં પણ પ્રતિબંધ ન હોય તો પણ તેમાં દ્રવ્યતા કેમ ન મનાય ? આનો સાચો અને સ્પષ્ટ ઉત્તર હવે તે જ આપશે. તે બાબતમાં હવે અમારે અધિક પ્રયત્ન કરવાની શું જરૂર ? આ પ્રમાણે તમસ્ અને છાયા આ બન્ને દ્રવ્ય છે એમ સિધ્ધ થયું. ॥૨૧॥
હવે મન:પર્યાયજ્ઞાન જણાવે છે.
मनःपर्यायं प्ररूपयन्ति संयमविशुद्धिनिबन्धनाद् विशिष्टावरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनः पर्यायज्ञानम् ॥२२॥
સૂત્રાર્થ :- ચારિત્રની વિશેષ શુધ્ધિના કારણને લીધે થયેલો જે વિશિષ્ટ આવરણનો વિચ્છેદ (ક્ષયોપશમ), તેનાથી ઉત્પન્ન થનારૂં, અને મનોવર્ગણાના દ્રવ્ય-પર્યાયને જાણવાવાળું જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org