________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
સંક્ષેપમાં સાર એ છે કે તમે પરમાણુઓ અસ્પર્શવાનું હોવાથી તમ કાર્યદ્રવ્ય નથી એમ કહો છો. એટલે તમારે પરમાણુઓમાં અસ્પર્શવત્તા પ્રમાણથી સિધ્ધ કરવી જ જોઈએ, અને અમે કાર્યદ્રવ્યના અનુભવથી કારણની કલ્પના કરીએ છીએ, એટલે કારણ એવા પરમાણુઓમાં સ્પર્શ સિધ્ધ કરવામાં બીજા પ્રમાણની જરૂર જ રહેતી નથી.
છતાં પરમાણુઓમાં “સ્પર્શવત્તા” સિધ્ધ કરવામાં ત = તે પ્રમાણ નથી એમ નહીં, અર્થાત્ છે જ. પ્રત્યક્ષ પ્રમાણ જ સભૂત છે.
તથાદિ –
दिवा दिवाकरकरालातपप्रयातोपतप्तवपुषः पथिकास्तमिस्रासंतमसशैत्यसंपर्कात् प्रमोदन्ते । न च तापाभावमात्र सूत्रित एव तेषां प्रमोदः, प्रतीतिबाधात् । तन्मात्रनिमित्तो हि “घटोऽत्र नास्ति' इतिवत्, “तापः संप्रति नास्ति" इति प्रतिषेधमुख एव प्रत्ययः प्रादुःष्यात्, न तु "संप्रति शीतलीभूतं मे शरीरम्" इति विधिमुखः । तथात्वे हि 'तमोऽभावमात्रसूचित एवायमालोकप्रत्ययः इत्यपि वावदुकस्य वदतो वदनं न वक्रीभवेत् ।
__ अथान्धकारनिबन्धनत्वे शैत्यस्पर्शप्रत्ययस्य निबिडतरघटितकपाटसंपुटे गवलकुवलय-कलकण्ठी-कण्ठकाण्डकृष्णान्धकारैकार्णवीभूते कारागारे क्षिप्तस्य पुंसः सुतरां तत्प्रत्ययो भवेत्- इति चेत्- तापाभावनिमित्ततायामपि सुतरां स किं तत्र न स्यात्, तत्रात्यन्तं तापाभावसम्भवात् ? तस्मात् मन्दमन्दसमीर-लहरिपरिचय एव जलस्पर्शस्येव तत्स्पर्शस्याप्यभिव्यक्तौ हेतुः । न चासौ तत्रास्तीति न तत्र तत्प्रतीतिः प्रादुर्भवति ।
તે આ પ્રમાણે - દિવસે સૂર્યના આકરા તાપના પ્રતાપથી તપી ગયેલા શરીરવાળા મુસાફરો રાત્રે અંધકાર સંબંધી શીતળસ્પર્શના સંપર્કથી આનંદ-પ્રમોદ પામે છે. રાત્રે અંધકારમાં સર્વત્ર ઠંડક જે અનુભવાય છે તે જ તમસુના પરમાણુઓમાં શીતળસ્પર્શ છે તેનું પ્રત્યક્ષપ્રમાણ = પ્રત્યક્ષ પુરાવો (સાબિતી) છે.
નૈયાયિક :- દિવસે સૂર્યના તાપથી તપેલા પુરૂષોને રાત્રે અંધકારમાં શીતળતાથી જે આનંદપ્રમોદ થાય છે. આવા પ્રકારનું જે તમે જૈનો કહો છો. પરંતુ હકીકતથી તે તેમ નથી. અર્થાત્ શીતળતાના અનુભવથી જન્ય આનંદપ્રમોદ નથી, પરંતુ દિવસે સૂર્યનો જે તાપ હતો, તે તાપના અભાવ મારાથી જણાયેલો જ આનંદપ્રમોદ તે મુસાફરોને થાય છે. શીતળતા છે એટલે તેનાથી આનંદપ્રમોદ થાય છે એમ નથી, પરંતુ તાપ નથી માટે દાહ થતો નથી તેથી આનંદપ્રમોદ થાય છે. એમ હકીકત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org