________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
જૈન :- હૈ નૈયાયિક ! તમારૂં આ કથન યુક્તિયુક્ત નથી. ઉપર કહેલ તમારૂં વચન યુક્તિવાળી પદવીને પ્રાપ્ત કરતું નથી. કારણ કે તમે જે પ્રથમ બે પક્ષો પાડેલા, કે તમન્ના પરમાણુઓ શું સ્પર્શવાન્ છે કે સ્પર્શરહિત છે ? ત્યાં અમારો આ ઉત્તર છે કે તમસ્ સંબંધી પરમાણુઓ સ્પર્શવાળા જ છે. એમ અમારાવડે કહેવાય છે.
૩૬ ૭
સ્પર્શવાળા માનવામાં તમારાવડે ત્યાં વળી જે આ પ્રમાણે કહેવામાં આવ્યું કે જો તે પરમાણુઓ સ્પર્શવાળા હોય તો તેમાંથી નીપજતું કાર્યદ્રવ્ય તમમ્ પણ સ્પર્શવાળું હોવું જોઈએ, પરંતુ તેનું કાર્યદ્રવ્ય તમમ્ સ્પર્શવાળાપણે ક્યાંય અનુભવાતું નથી. આવું જે તમે કહ્યું છે તે અસત્ય જ છે. કારણ કે તમન્ના તે પરમાણુઓમાંથી નીપજતું કાર્યદ્રવ્ય તમસ્ શીતસ્પર્શવાળુ પ્રત્યક્ષ અનુભવાય છે. (અંધકારમાં શીતળતાનો અનુભવ સર્વજનને અનુભવસિધ્ધ જ છે.)
નૈયાયિક :- તે અંધકારમાં સ્પર્શના સદ્ભાવમાં શું પ્રમાણ છે ?
જૈન ઃ- હૈ નૈયાયિક ! અમે જૈનો તમને પુછીએ છીએ કે અંધકારમાં “સ્પર્શ નથી” એમાં શું પ્રમાણ છે ? એ તમે જ કહો. તમે પરમાણુઓ અસ્પર્શવાન્ હોવાથી કાર્યદ્રવ્યના અનારંભક છે એમ માનો છો. એટલે પરમાણુઓમાં સ્પર્શનો પ્રતિષેધ તમે કરો છો. અને તેને હેતુ બનાવી તેમાંથી તમસ્ નામના કાર્યદ્રવ્યની અનુત્પત્તિ સિધ્ધ કરો છો. પરંતુ અનુમાનમાં સાધ્ય સાધવા માટે રજુ કરાયેલો હેતુ તો પ્રમાણથી સિધ્ધ જ હોવો જોઈએ, અહીં “અસ્પર્શવત્ત્વાત્'' એ તમારો હેતુ છે. તેથી પરમાણુઓમાં સ્પર્શના પ્રતિષેધને જણાવનારા પ્રમાણને સમજાવ્યા વિના અસ્પર્શવાનું હોવાથી કાર્યદ્રવ્યની અનારંભકતા તમારાવડે સાધી શકાશે નહીં. સાધ્ય સિદ્ધ ન હોય તો ચાલે, પરંતુ અનુમાનમાં હેતુ તો પ્રમાણથી સિધ્ધ જ હોવો જોઈએ, એટલે તમારે સ્પર્શનો નિષેધ બતાવવા માટે પ્રમાણ કહેવું જ જોઈએ.
અમારે જૈનોને તો તમના તે પરમાણુમાં સ્પર્શનો સદ્ભાવ છે એ જણાવવામાં બીજું કોઈ પણ પ્રમાણ કદાચ ન હોય તો પણ કંઈ દોષ આવતો નથી. કારણ કે અમે પૂર્વે કહી ગયા છીએ, તેમ “કાર્યના દર્શનથી તેને અનુકુળ કારણ કલ્પાય છે” એટલે તમમાં શીતસ્પર્શ અનુભવાય છે માટે તેના પરમાણુ પણ તેવા શીતસ્પર્શવાળા હશે એમ કલ્પાય છે. તેથી પરમાણુઓમાં શીતસ્પર્શ સમજાવવા માટે બીજા પ્રમાણની આવશ્યકતા રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org