________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૬ ૯
જેન - હે નૈયાયિક - એમ ૧ ૨ = ન કહેવું, અર્થાત્ ઉપરોક્ત તમારું કહેવું ઉચિત નથી, કારણ કે પ્રતિતિવાથાત્ = તમારું કથન પ્રતીતિથી બાધિત છે. - અનુભવથી વિરૂદ્ધ છે. તે આ પ્રમાણે - જો તાપના અભાવ માત્રના નિમિત્તે જ આ અનુભવ થતો હોય તો “અહીં ઘડો નથી” એ વાક્યની જેમ “અહીં હવે અત્યારે તાપ નથી” એમ નિષેધમુખે બોધ થવો જોઈએ. પરંતુ-હાશ, હવે મારું શરીર શીતળ બની ગયું છે એવો વિધિમુખે બોધ થાય છે. તે થવો જોઈએ નહીં. જો રાત્રે તાપાભાવ માત્ર જ હોય તો અત્યારે હવે તાપ નથી એમ નિષેધમુખે જ બોધ થવો જોઈએ. પરંતુ હવે સર્વત્ર ઠંડક છે. એમ વિધિરૂપે બોધ થવો જોઈએ નહિં અને વિધિરૂપે બોધ થાય છે. માટે રાત્રે શીતળતા છે. પરંતુ તાપાભાવ માત્ર નથી.
તથાત્વેિ દિ = રાત્રિમાં આનંદપ્રમોદનો અનુભવ શીતળતાજન્ય હોવાથી તમસુ દ્રવ્ય હોવા છતાં પણ જો તમે તાપાભાવમાત્રને જ આ અંધકારનું જ્ઞાન કહેશો તો કોઈ પુરૂષ એથી ઉલટું આલોકના પ્રત્યયમાં કહેશે તો તમે તેના મુખને વક્ર નહી કરી શકો એટલે કે દિવસે જે આલોકપ્રત્યય થાય છે તે પણ તમસૂના અભાવ માત્રથી જ સૂચિત છે. વાસ્તવિક આલોક જેવું કોઈ દ્રવ્ય છે જ નહીં એવું બોલતા વાચાળ માણસના મુખને તમે રોકી શકશો નહીં, કારણ કે વિધિમુખે બોધ થતો હોય છતાં તમારી દૃષ્ટિએ તે ઈતરપદાર્થોના અભાવ માત્રથી જ બોધ થાય છે એમ તમે માનો છો. તેથી અંધકારમાં જેમ અહીં શીતળતા છે એમ વિધિમુખે બોધ થતો હોવા છતાં, તાપાભાવ માત્ર માનીને અંધકારને દ્રવ્ય ન માનતાં તેજનો અભાવમાત્ર માનવા પ્રેરાઓ છો, તે જ રીતે દિવસે દાહ થાય છે એમ વિધિમુખે બોધ હોવા છતાં તમસુનો અભાવ માત્ર માનીને આ આલોક જણાય છે એમ કહેનારા માણસના મુખને તમે રોકી શકશો નહીં. માટે શીતળતાના અનુભવથી અને વિધિમુખે બોધ થતો હોવાથી અંધકાર એ નિયમા દ્રવ્ય જ છે.
નૈયાયિક :- જો શીતળસ્પર્શનો અનુભવ અંધકારદ્રવ્યના કારણે જ થતો હોય તો જેમ જેમ વધારે અંધકાર હોય તેમ તેમ ત્યાં વધારે તે શીતળતાનો બોધ થવો જોઈએ, તેથી અતિશય ગાઢ પણે બંધ કરાયા છે કપાટસંપુટ (બન્ને બારણાં) જેનાં એવાં અને (ાવ7) જંગલી પાડા, (પુવ7) નીલકમળ, (વનડીઇ) અને કોયલના કંઠ જેવા, (ાઇડuT) ઘણા કાળા કાળા એવા અંધકારનો જાણે એક મહાસાગર હોય તેવા કારાગારમાં નખાયેલા પુરૂષને અતિશય અંધારૂં હોવાથી અતિશય તે શીતળતાનો પ્રત્યય (બોધ) થવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org