________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩ ૭૧
શા
છે
नाऽकलङ्कम्, उलूकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासनात् । अथास्मदादिप्रतिभासमपेक्ष्यैतदुच्यते, तदपि न पेशलम्, यतो यद्यपि कुवलयादिकमालोकमन्तरेणालोकयितुं न शक्यतेऽस्मदादिभिः, तथाऽपि तिमिरमालोकयिष्यते, विचित्रत्वाद् भावानाम् । इतरथा पीतावदातादयोऽपि तपनीयमुक्ताफलप्रमुखा नालोकनिरपेक्षवीक्षणा इति प्रदीपचन्द्रादयोऽपि प्रकाशान्तरमपेक्षेरन् । इति सिद्धं तमो रूपवत् ।
તથા અનુમાનપ્રમાણથી પણ તે અંધકારમાં શીતળસ્પર્શનો નિશ્ચય થઈ શકે છે. તે આ પ્રમાણે- અંધકાર (પક્ષ), સ્પર્શવાળું જ છે (સાધ્ય), રૂપવાળું હોવાથી (હેતુ), પૃથ્વીની જેમ (દષ્ટાત) જે જે રૂપવાનું હોય છે તે તે સ્પર્શવાનું પણ હોય જ છે જેમ કે માટીપત્થર-સુવર્ણ ઈત્યાદિ (અન્વયદષ્ટાન્ત), જે જે સ્પર્શવાનું નથી તે તે રૂપવાનું પણ નથી જ, જેમ કે આકાશાદિ (વ્યતિરેક દષ્ટાન્ત), આ તમસુ પણ કૃષ્ણરૂપવાળું છે. (ઉપનય), તેથી નિયમા સ્પર્શવાળું જ છે. (નિગમન).
નૈયાયિક :- અંધકારમાં સ્પર્શવત્ત્વ સિધ્ધ કરવા માટે રૂપવત્ત્વ જે હેતુ મુકવામાં આવ્યો છે અસિધ્ધ છે. કારણ કે પક્ષભૂત એવા અંધકારમાં રૂપવત્ત્વ હેતુ જણાતો નથી. અને પક્ષમાં હેતુની અવૃત્તિ એ જ અસિધ્ધહેત્વાભાસ કહેવાય છે.
જૈન :- અમારો આ રૂપવત્વ હેતુ અસિધ્ધ નથી. પક્ષમાં અવૃત્તિ નથી પરંતુ પક્ષવૃત્તિ છે. “આ કાળુ કાળુ અંધારૂ દેખાય છે” એવા પ્રકારની કાળા કાળા રંગના આકારની અંધકારમાં પ્રતીતિ સર્વજનમાં પ્રતીત છે.
નૈયાયિક :- જો તિમિર કૃષ્ણરૂપથી યુક્ત શરીરવાળું હોય તો પોતાનો પ્રતિભાસ કરાવવામાં અવશ્ય આલોકની અપેક્ષા રાખત, કારણ કે નીલકમલ, કોયલ અને તમાલવૃક્ષ વિગેરે કૃષ્ણવર્ણવાળી સર્વ વસ્તુઓ આલોકની અપેક્ષા પૂર્વક જ દષ્ટિગોચર થાય છે.
JાવUવન્તિ વહૂનિ (પક્ષ), માત્નો વાપેક્ષવીક્ષનિ (સાધ્ય), પવન્દ્રીત્ (હેતુ), વાહિવત્ (દષ્ટાન્ત), જે જે વસ્તુઓ રૂપવાળી હોય છે તે તે આલોકની અપેક્ષાએ જ સ્વપ્રતિભાસ કરે છે. જેમ કે કુવલયાદિ, અંધકાર પણ જો રૂપવાનું હોય તો આલોકવડે જ દેખાવું જોઈએ, પરંતુ આલોક ન હોય ત્યારે જ દેખાય છે. આલોક હોય ત્યારે દેખાતું નથી જ, માટે અંધકાર રૂપવાનું નથી. તેથી હે જૈન ! તમારો રૂપવત્ત્વ હેતુ પક્ષીભૂત એવા અંધકારમાં નથી તેથી અવશ્ય અસિધ્ધહેત્વાભાસ છે જ.
જૈન - તત્તાન = નૈયાયિકની ઉપરોક્ત વાત અકલંકિત (નિર્દોષ) નથી. અર્થાત્ દોષથી ભરેલી છે. ઘુવડ આદિ પ્રાણીઓને (ઘુવડ-બીલાડી-ઉંદર-સર્પ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org