________________
૩૬ ૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
(તેજદ્રવ્યની) ઉત્પત્તિ કેમે કરીને માનો જ છો, કોઈ પણ રીતે સ્વીકારો જ છો, મૃત્પિડ અને તનુની જેમ ત્યાં સમવાયિકારણો દૃશ્યમાન નથી. તથા અસમવાયિકારણ આદિ પણ દશ્યમાન નથી છતાં કોઈ પણ પ્રકારે તમે જો આલોકકલાપની ઉત્પત્તિ સ્વીકારો છો તો તે જ રીતે તમસુની ઉત્પત્તિ પણ હો. તમસુની ઉત્પત્તિ પણ એ જ રીતે ઘટી શકશે. તમારી તમસુ પ્રત્યેની અરૂચિવિશેષવડે તેની ઉત્પત્તિને દૂર કરવાનું શક્ય કેમ થવાય ? કોઈ માણસને કોઈ પદાર્થ પ્રત્યે તિરસ્કારનો કે અરૂચિવિશેષનો ભાવ હોય તેથી તે પદાર્થ જગતમાં ન જ જન્મે એવું કેમ બની શકે ? માટે તેજદ્રવ્યની જેમ તમસ દ્રવ્ય પણ આ જગતમાં જન્મ પામે છે. આમ સિધ્ધ થશે.
નૈયાયિક :- સારૂ, જો તમસું એ દ્રવ્ય જ હોય, અને આલોકની જેમ તેની પણ ઉત્પત્તિ થતી જ હોય તો એ તમન્નુ દ્રવ્યનાં ઉત્પાદક કારણો કોણ ? એ તો જણાવો. મૃત્પિડ અને તનુ જેમ ઘટ પટના ઉત્પાદકકારણો દશ્યમાન છે. તેમ તમન્ જો દ્રવ્ય હોય તો તેનાં ઉત્પાદક કારણો કોઈ દેખાવાં તો જોઈએ ને ?
જૈન :- હે મૈયાયિક ! તમે આલોકની તો ઉત્પત્તિ માનો જ છો તેને દ્રવ્ય પણ માનો જ છો. તો આલોકનાં ઉત્પાદક કારણો કોણ? એ તો કહો. કારણ કે ત્યાં પણ મૃત્પિડ અને તનુની જેમ કોઈ કારણો દશ્યમાન તો નથી.
નૈયાયિક - હે જૈનો ! તેજસૂના અણુઓ એ આલોકનાં ઉત્પાદક કારણો છે. કારણ કે ઘટ-પટની જેમ આલોક એ સ્કંધાત્મક કાર્યવિશેષ છે અને સ્કંધાત્મક કાર્યવિશેષ અણુઓના સમૂહથી થાય છે. માટે પટમાં જેમ દશ્યમાન તનુ અવયવ કારણ છે. તેમ તૈજસુમાં અદશ્યમાન પણ તેજના અણુરૂપ અવયવો ઉત્પાદક કારણો છે.
જૈન :- હે તૈયાયિક ! અહીં પણ તમસુ નામના દ્રવ્યની ઉત્પત્તિમાં તમસુના અણુઓ એ ઉત્પાદક કારણો મનાશે જ, કારણોની અદૃશ્યમાનાવસ્થા તૈજસ્ અને તમસુ બન્નેમાં સમાન જ છે.
નૈયાયિક :- હે જૈન ! તૈજસૂના તે અણુઓ તો પરસ્પર કોઈ પણ જાતના વિવાદવિના વાદી-પ્રતિવાદી (અમને-તમને) એમ બન્નેને સિધ્ધ જ છે. માટે તૈજસુના ઉત્પાદક અણુઓ મનાશે. પણ તમના અણુઓ ઉત્પાદક તરીકે કેમ મનાશે?
જૈન :- હે નૈયાયિક-તમસૂના અણુઓ પણ શું તે તૈજસુની જેમ સિધ્ધ નહી થાય ? અર્થાત્ થશે જ. માટે હે નૈયાયિક ! અધકારને આલોકનો અભાવ માનવાનો આગ્રહ તારા વડે ત્યજાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org