________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
તથા વળી હે નૈયાયિકો ! તમને બીજો પણ દોષ આવશે. દોષ આ પ્રમાણે છે . અપ્રદ્યૂત, અનુત્પન્ન, અને સ્થિરૈકરૂપમાત્ર, હોય એવો નિત્ય સમવાય તમે માનો છો, જો સમવાય આવા પ્રકારનો એકાંત નિત્ય હોય તો તેના આધારભૂત દ્રવ્ય પણ એકાન્તનિત્ય જ હોવું જોઈએ, કારણ કે આધાર વિના આધેય ક્યાં રહે ? તેથી આકાશાદિ પાંચ દ્રવ્યો (આકાશ-કાળ-દિશા-આત્મા અને મન), તથા સામાન્યાદિ શેષ ચારપદાર્થો (સામાન્યવિશેષ-સમવાય અને અભાવ) જે નિત્ય છે. એવા પ્રકારની વસ્તુઓને જ આશ્રયે રહેનારો આ સમવાય થશે. પરંતુ કપાલસંયોગ કે તત્ત્તસંયોગાદિથી ઉત્પન્ન થવાવાળા અનિત્ય એટલે કાર્યાત્મક એવા પૃથ્વી-પાણી-તેજ અને વાયુ આ ચાર દ્રવ્યોમાં, અને પાકજ એવા વર્ણાદિગુણોમાં સમવાયસંબંધ હોય છે એ સિધ્ધ થશે નહીં.
૩૫૮
જે જે આધાર નિત્ય-સ્થિરૈકરૂપમાત્ર હશે ત્યાં ત્યાં જ આકાશાદિ અને સામાન્યાદિ વસ્તુઓના આશ્રિતપણું જ સમવાયમાં સિધ્ધ થશે. પરંતુ કાર્યાત્મક (અનિત્ય એવી) પૃથ્વી આદિ વસ્તુઓના આશ્રિતપણું સમવાયમાં સિધ્ધ થશે નહીં.
નૈયાયિક :- અમારા મતે સમવાય એક છે અને નિત્ય છે. તેથી જ સદૈવ સ્થિરેકરૂપ જ છે. પરંતુ તે તે ઘટપ્રત્યે દંડચક્રાદિ, અને પટપ્રત્યે તુરીવેમાદિ સ્વરૂપ સહકારિકારણોનો સમૂહ જ્યારે જ્યારે આવી મળે, ત્યારે ત્યારે તેના આવી મળવાના પ્રભાવથી કાર્યાત્મકપણે ઉત્પન્ન થતા એવા અને તેથી અનિત્ય એવા ઘટ-પટમાં પણ અમે સમવાયનો સ્વીકાર કરીશું. જેમ આકાશ સર્વત્ર એક હોવા છતાં પણ ઘટથી વ્યાપ્ત આકાશને ઘટાકાશ અને પટથી વ્યાપ્ત આકાશને પટાકાશ કહેવાય છે. તેમ સમવાય એક હોવા છતાં પણ તે તે સહકારિકારણો આવી મળે, ત્યારે તેના પ્રભાવથી તે તે કાર્યમાં સમવાય પ્રગટ થાય છે. દૃષ્ટિગોચર થાય છે એમ અમે સ્વીકારીશું. જેથી અમને કંઈ દોષ આવશે નહીં.
જૈન :- આવી રીતે કાર્યાત્મક પૃથ્વી આદિમાં સમવાયનો સ્વીકાર કરવો તે પણ દોષયુક્ત છે. (નિવાર: માં નિાર એટલે દોષ-તિરસ્કાર, તેનાથી યુક્ત છે.) કારણ કે અપ્રચ્યુત, અનુત્પન્ન અને સ્થિરૈકસ્વરૂપમાત્ર એવો તે સમવાયનો જે સ્વભાવ છે. તે સ્વભાવવાલા સમવાયના પ્રભાવથી પ્રતિબધ્ધ થયેલાં એવાં તે તે દંડચક્રાદિ અને તુરીવેમાદિ સ્વરૂપ સહકારિકારણો પણ સદૈવ સન્નિધાન માત્ર વાળાં જ થશે. સારાંશ કે સમવાય નિત્ય-સદા એકરૂપ હોવાથી જો પ્રથમથી જ સહકારી કારણોના સંબંધમાં હોય જ નહીં તો પછી આવે પણ નહીં અને જો પ્રથમ ન હોય અને પછી આવે તો સ્થિરૈકરૂપ નિત્યત્વ ઘટે જ નહીં. માટે પ્રથમથી સમવાય હશે જ અને જો સમવાય હશે તો તેના પ્રભાવથી પ્રતિબધ્ધ સહકારીકારણો પણ સદૈવ સન્નિધિવાળાં જ હશે. અને જો આ રીતે સમવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org